• Gujarati News
  • National
  • Prime Minister ... Your Silence Promotes Hateful Voices, There Is A Feeling Of Fear In The Country

IIM સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટી મેમ્બર્સનો PMને પત્ર:પ્રધાનમંત્રીજી... તમારી ચુપકીદી નફરતભર્યા અવાજોને પ્રોત્સાહન આપે છે, દેશમાં ડરની ભાવના છે

નવી દિલ્હી5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) બેંગલુરુ અને અમદાવાદના સ્ટુડન્ટ્સ અને ફેકલ્ટી મેમ્બર્સે PM નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર લખ્યો છે. પત્રમાં PM મોદીને હેટ સ્પીચ અને જાતિ આધારિત હિંસા વિરુદ્ધ બોલવાની અપીલ કરવામાં આવી છે.

સ્ટુડન્ટ્સ અને સ્ટાફે લેટરના માધ્યમથી કહ્યું હતું કે આપણા દેશમાં વધતી અસહિષ્ણુતા પર તમારી ચુપકીદી આપણા સૌના માટે નિરાશાજનક વાત છે. તમારું મૌન નફરતભર્યા અવાજોને પ્રોત્સાહન આપે છે. આ લેટરમાં 13 ફેકલ્ટી મેમ્બર્સ સહિત IIM અમદાવાદ અને IIM-બેંગલુરુના 183 વિદ્યાર્થીએ હસ્તાક્ષર કર્યા છે. Sમાં નફરત ફેલાવનાર ભાષણ અને લઘુમતીઓ પર હુમલાનો મુદ્દો ઉઠાવાયો છે

વાંચો આખો પત્ર...

માનનીય પ્રધાનમંત્રીજી,
આપણા દેશમાં અસહિષ્ણુતા પર તમારી ચુપકીદી આપણા સૌના માટે અત્યંત નિરાશાજનક છે, જેઓ દેશના બહુસાંસ્કૃતિક તાણાવાણાને મહત્ત્વ આપે છે. પ્રધાનમંત્રીજી, તમારી ચુપકીદીએ નફરતભર્યાં ભાષણોને પ્રોત્સાહિત કર્યાં છે અને આપણા દેશની એકતા અને અખંડિતતા માટે જોખમ પેદા કર્યું છે. અમે તમારા નેતૃત્વથી અમારા દિલ-દિમાગને એક રાષ્ટ્ર તરીકે તબદિલ કરવા, આપણા લોકો વિરુદ્ધ નફરત ભડકાવવાથી (અમને) દૂર લઈ જવાનો આગ્રહ કરીએ છીએ. અમારું માનવું છે કે કોઈ સમાજ ક્રિએટિવિટી, ઈનોવેશન અને સમૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે અથવા ખુદમાં વિભાજન પેદા કરી શકે છે.

અત્યારે આપણા દેશમાં ડરની ભાવના છે. હાલના દિવસોમાં ચર્ચ સહિત પૂજા સ્થળો પર તોડફોડ કરવામાં આવી અને આપણાં મુસ્લિમ ભાઈઓ-બહેનો વિરુદ્ધ હથિયાર ઉઠાવવાનું આહવાન કરવામાં આવ્યું હતું. આ તમામ ચીજો કાયદાના ડર વિના કરવામાં આવી. બંધારણે લોકોને પોતાની ધાર્મિક સ્વતંત્રતાની ગરિમા સાથે ભય અને શરમ વિના આચરણ કરવાનો અધિકાર આપ્યો છે. અમે લોકો એક એવા ભારતનું નિર્માણ કરવા માગીએ છીએ જે વિશ્વમાં વિવિધતાનું એક ઉદાહરણ બને અને તમે એક વડાપ્રધાન તરીકે યોગ્ય વિકલ્પ પસંદ કરવાની દિશામાં દેશને આગળ લઈ જાઓ.

હરિદ્વારમાં મુસલમાનો વિરુદ્ધ હેટ સ્પીચ
ઉલ્લેખનીય છે કે હરિદ્વારમાં હાલમાં જ ધર્મ સંસદમાં હેટ સ્પીચનો મામલો સામે આવ્યો હતો. ધર્મ સંસદમાં કેટલાક હિન્દુ ધાર્મિક નેતાઓએ લોકોને મુસ્લિમો વિરુદ્ધ હથિયાર ઉઠાવવા અને નરસંહારનું આહવાન કર્યું હતું. હરિદ્વારના ભૂપતવાલા સ્થિત વેદ નિકેતન ધામમાં ત્રણ દિવસીય ધર્મ સંસદ 17થી 19 ડિસેમ્બર સુધી યોજાઈ. એનો વિષય ‘ઈસ્લામિક ભારતમાં સનાતનનું ભવિષ્ય’ હતું.
એમાં સ્વામી અમૃતાનંદ, સ્વામી સત્યવ્રતાનંદ સરસ્વતી, મહામંડલેશ્વર યતિ નરસિંહાનંદ ગિરિ, સ્વામી વેદાંત પ્રકાશ સરસ્વતી, સ્વામી પરમાનંદ, સ્વામી લલિતાનંદ મહારાજ, પંડિત અધીર કૌશિક સહિત અનેક રાજ્યોના લગભગ 500 મહામંડલેશ્વર-સંત સામેલ થયા હતા.

હરિદ્વારના ભૂપતવાલા સ્થિત વેદ નિકેતન ધામમાં ત્રણ દિવસીય ધર્મ સંસદ 17થી 19 ડિસેમ્બર સુધી યોજાઈ હતી.
હરિદ્વારના ભૂપતવાલા સ્થિત વેદ નિકેતન ધામમાં ત્રણ દિવસીય ધર્મ સંસદ 17થી 19 ડિસેમ્બર સુધી યોજાઈ હતી.

સેનાના 5 પૂર્વ પ્રમુખો સહિત 100થી વધુ લોકોએ પણ લખ્યો હતો પત્ર
હરિદ્વારમાં ધર્મ સંસદ દરમિયાન હેટ સ્પીચ પર હાલમાં જ સેનાના 5 પૂર્વ પ્રમુખો સહિત દેશના 100થી વધુ અગ્રણી લોકોએ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને પત્ર લખીને વિરોધ કર્યો હતો. પત્રમાં ઉત્તરાખંડના હરિદ્વાર અને રાજધાની દિલ્હીમાં આયોજિત અલગ-અલગ કાર્યક્રમોમાં ભારતીય મુસ્લિમોના નરસંહારના ખુલ્લા આહવાન પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. એમાં ઈસાઈ, દલિત અને શીખ જેવા અન્ય લઘુમતીઓને નિશાન બનાવવાનો પણ ઉલ્લેખ છે.

હેટ સ્પીટ વિરુદ્ધ સુપ્રીમકોર્ટમાં અરજી
સુપ્રીમકોર્ટમાં એક રિટ અરજી દાખલ કરીને દેશભરમાં મુસ્લિમો વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીની ઘટનાઓ વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરવામાં આવી છે. મુસ્લિમોના સામાજિક-ધાર્મિક સંગઠન જમીયત ઉલેમા-એ-હિંદ અને સામાજિક કાર્યકર્તા મૌલાના સૈયદ મહેમૂદ અસદ મદનીએ આ અરજી દાખલ કરી છે.