સુરક્ષા ચૂકનો મામલો:રાષ્ટ્રપતિ કોવિંદને મળ્યા PM મોદી, પોતાના પંજાબ પ્રવાસમાં સુરક્ષામાં ચૂક રહી હોવાની માહિતી આપી

12 દિવસ પહેલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ ભવનમાં મળ્યા છે. મોદીએ રાષ્ટ્રપતિને તેમના પંજાબ પ્રવાસ દરમિયાન સુરક્ષામાં રહી ગયેલી ચૂક અંગે માહિતી આપી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે PMની સુરક્ષા મામલે ચિંતા વ્યક્ત કરી છે. પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડાએ PMની સુરક્ષામાં રહી ગયેલી ચૂક અંગે ટ્વિટ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો એક તરફ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. તો બીજી તરફ પંજાબની ચન્ની સરકારે પણ મામલાની તપાસ માટે હાઈ લેવલની કમિટી બનાવી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા ચૂકના મામલાને સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમન્ના સમક્ષ મેન્શન કરવામાં આવ્યો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સિનિયર એડવોકેટ મનિંદર સિંહે આ મામલામાં જાહેરહિત સાથે સંકળાયેલી અરજી દાખલ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની સુરક્ષામાં ચૂક સ્વીકાર્ય નથી. અરજીમાં સિનિયર એડવોકેટ મનિંદર સિંહે પંજાબ સરકારને ઉચિત નિર્દેશ આપવા, આ માટે જવાબદાર લોકો સામે કડક પગલાં લેવાની માગ કરી છે.

સીએમ ચન્નીએ બનાવી તપાસ માટે કમિટી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરક્ષા ચૂકના મામલામાં પંજાબ સરકાર હવે એક્શનમાં આવી છે. પંજાબ સરકારે આ મામલાની તપાસ માટે એક હાઈ લેવલની કમિટી બનાવી છે. બુધવારે પંજાબમાં પીએમ મોદીના કાફલાને રોકવામાં આવ્યા પછીથી પંજાબ સરકાર ઘેરાઈ છે. આ અંગે એક પ્રવકતાએ જણાવ્યું હતું કે કમિટીમાં રિટાયર્ડ જસ્ટિસ મહેતાબ સિંહ ગીલ અને પ્રમુખ સચિવ અનુરાગ વર્મા સામેલ છે. આ કમિટી એનો રિપોર્ટ ત્રણ દિવસમાં રજૂ કરશે.

પીએમના લાંબા આયુષ્ય માટે સમગ્ર દેશમાં પૂજા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન સુરક્ષામાં થયેલી ચૂકને લઈને ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ભાજપે તેને પીએમની વિરુદ્ધનું ષડયંત્ર ગણાવતા દેશમાં વડાપ્રધાન મોદીના લાંબા આયુષ્ય માટે પૂજા કરવાનો નિર્ણય લીધો છે. આ સિવાય સાંજે ભારતીય જનતા યુવા મોરચા તરફથી કેન્ડલ માર્ચ કાઢવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...