• Gujarati News
  • National
  • Prime Minister Narendra Modi Will Lay The Foundation Stone Of The Longest Ganga Expressway In UP Today

PMએ ગંગા એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કર્યો:શાહજહાંપુરમાં કહ્યું- પહેલા દીકરીઓનું સ્કૂલ-કોલેજોમાં જવું મુશ્કેલ હતું, રમખાણો થતા હતા, હવે સ્થિતિમાં સુધારો થયો

એક મહિનો પહેલા
  • આ એક્સપ્રેસ વેનું કામ 2024માં પુરું થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાહજહાંપુરમાં 594 કિલોમીટર લાંબા ગંગા એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કર્યો છે. શિલાન્યાસ પહેલા તેઓએ આ પ્રોજેક્ટનું નિરિક્ષણ કર્યું હતું. આ દરમિયાન રેલીને સંબોધતા મોદીએ કહ્યું કે આટલા મોટા યુપીને ચલાવવા માટે જે તાકાત અને શક્તિની જરૂર છે તે આ ડબલ એન્જિન સરકાર પૂર્ણ કરી રહી છે. ગંગા એક્સપ્રેસ વે યુપીની પ્રગતિના દ્વાર ખોલશે.

મોદીએ કહ્યું કે પહેલા દીકરીઓની સુરક્ષા પર સતત સવાલો ઉઠતા રહે છે, તેમનું સ્કૂલ કોલેજ જવુ પણ મુશ્કેલ બનાવી દીધું હતું. ક્યારે કઈ જગ્યાએ રમખાણો થઈ જાય કોઈ કહી નહોતું શકતું, પરંતુ છેલ્લા સાડા 4 વર્ષોમાં યોગીજીની સરકારે સ્થિતિમાં સુધારો લાવવા ખૂબ જ પરિશ્રમ કર્યો છે. સ્થિતિ બદલાઈ ગઈ છે.

મોદીના ભાષણની મોટી વાતો

  • પહેલા માર્ગો પર અસામાજીક તત્વોનો આંતક રહેતો હતો હવે તેમના ઉપર તાત્કાલિક એક્શન લેવાય છે.
  • આયોધ્યા, મથુરા, કાશીનો વિકાસ અને ગંગાની સફાઈ વિપક્ષને ગમી નથી રહી.
  • પહેલા છોકરીઓ સુરક્ષિત નહોતી, ગમે ત્યારે રમખાણો થઈ જતા હતા, આગ લાગી જતી હતી. હવે સ્થિતિ બદલાઈ ગઈ છે.

મોદીને જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. PM સાથે મંચ પર CM યોગી પણ હાજર છે. ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય, મંત્રી જિતિન પ્રસાદ, મંત્રી સુરેશ ખન્ના, સંતોષ ગંગવાર અને મંત્રી કપિલ દેવ ગંગવાર મંચ પર હાજર છે.

LIVE અપડેટ્સ:

  • હું રામ પ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લાહ ખાનને નમન કરું છું, જેમણે કાકોરીથી ક્રાંતિનો પ્રકાશ જગાવ્યો છે. મને આ માટી કપાળ પર લગાવવાનું સૌભાગ્ય મળ્યું છે.
  • મિત્રોના સહકારથી આવતીકાલે પંડિત રામ પ્રસાદ બિસ્મિલ, અશફાક અને રોશનનો બલિદાન દિવસ છે. તેમને 19 ડિસેમ્બરે ફાંસી આપવામાં આવી હતી.
  • ઉત્તર પ્રદેશના સૌથી મોટા એક્સપ્રેસ વે પર આજથી કામ શરૂ થઈ રહ્યું છે. રામ ચરિત માનસમાં કહેવાયું છે કે મા ગંગા તમામ પ્રકારના સુ:ખ આપે છે.
  • ગંગા એક્સપ્રેસ વે યુપીની પ્રગતિના દ્વાર ખોલશે.
  • ડબલ એન્જિન સરકાર હેઠળ યુપીની શક્તિ વધી રહી છે.
  • 21મી સદીમાં હાઇ-સ્પીડ કનેક્ટિવિટી આવશ્યક છે.
  • આ એક્સપ્રેસ વે સાથે એરપોર્ટને જોડવામાં આવશે, મેટ્રોને પણ જોડવામાં આવશે.
  • પહેલા આવી યોજનાઓ માત્ર કાગળ પર શરુ થતી, જેથી અમૂક ખાસ લોકો પોતાની તિજોરી ભરી શકે

2024માં ગંગા એક્સપ્રેસ વે તૈયાર થશે
મેરઠથી પ્રયાગરાજ સુધી બનનારા 594 કિમી લાંબા ગંગા એક્સપ્રેસ વેનું કામ વર્ષ 2024માં પૂરુ થશે.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...