PM મોદીનો સંદેશ:આત્મનિર્ભર ભારત અભિયાન માટે 20 લાખ કરોડનું પેકેજ; 18મેથી લોકડાઉન-4 પણ હશે પરંતુ નવા રંગ-રૂપમાં

અમદાવાદઃ3 વર્ષ પહેલા
  • આ આફત પણ ભારત માટે એક સંકેત, એક સંદેશ, એક અવસર લઈને આવી છે
  • એકવીસમી સદી ભારતની છે. કોરોના પહેલાં અને કોરોના પછી એમ વિશ્વને જો નવી નજરે જોવામાં આવે તો એ વિશ્વાસ મજબૂત બને છે કે એકવીસમી સદી ભારતની જ હશે

વડાપ્રધાન મોદી મંગળવારે પાંચમી વખત દેશની સમક્ષ આવ્યા હતા. તેમના સંબોધનમાં તેમણે ચાર અગત્યની વાત કહી. પહેલી-દેશને આત્મનિર્ભર બનવું પડશે. બીજી- આત્મનિર્ભર ભારત અભિયાન માટે 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ આપવામાં આવશે. ત્રીજી- આત્મનિર્ભર બનવાની દિશામાં આપણે લોકલ પ્રોડક્ટ્સ ને અપનાવવી પડશે. ચોથી- લોકડાઉનનો ચોથો ફેઝ આવશે પણ તે નવા રંગ-રૂપ અને નિયમોવાળું હશે. 33 મિનિટના તેમના સંબોધનમાં વડાપ્રધાને 25 વખત આત્મનિર્ભર શબ્દનો ઉપયોગ કર્યો હતો. 

* સમગ્ર વિશ્વમાં 42 લાખ લોક સંક્રમિત થયા છે.  * 2.75 લાખ લોકોના દુઃખદ મૃત્યુ થયા છે. ભારતમાં પણ અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. હું એ દરેક પ્રત્યે સંવેદના પ્રગટ કરું છું.  * સમગ્ર દુનિયા અત્યારે જિંદગી બચાવવાના જંગમાં વ્યસ્ત થઈ ગઈ છે. આપણે આજ સુધીમાં આવું સંકટ કદી જોયું નથી. આ અકલ્પનિય સંકટ છે.  * પરંતુ થાકવું, હારવું, તૂટી જવું, વિખેરાઈ જવું માનવને મંજૂર નથી.  * સતર્ક રહીને આપણે બચવાનું પણ છે અને આગળ પણ વધવાનું છે. આપણો દૃઢ સંકલ્પ આ સંકટથી પણ અનેક ગણો વિરાટ અને મક્કમ છે.  * એકવીસમી સદી ભારતની છે. કોરોના પહેલાં અને કોરોના પછી એમ વિશ્વને જો નવી નજરે જોવામાં આવે તો એ વિશ્વાસ મજબૂત બને છે કે એકવીસમી સદી ભારતની જ હશે.  * એ સ્વપ્ન સાકાર કરવા માટે એક જ રસ્તો છેઃ આત્મનિર્ભરતા એક રાષ્ટ્ર તરીકે આપણે બહુ જ મહત્વના વળાંક પર ઊભા છીએ.  * આ આફત પણ ભારત માટે એક સંકેત, એક સંદેશ, એક અવસર લઈને આવી છે.  * જ્યારે કોરોના સંકટ શરૂ થયું ત્યારે ભારતમાં એકપણ પીપીઈ કિટ બનતી ન હતી. એન-95 માસ્કનું પણ નહિવત્ત ઉત્પાદન હતું.  * આજે ભારતમાં દરરોજ 2 લાખ પીપીઈ કિટ અને 2 લાખ એન-05 માસ્ક બની રહ્યા છે. આ એટલાં માટે આપણે કરી શક્યા કે ભારતમાં આફતને અવસરમાં બદલવાની આવડત છે.  *આત્મનિર્ભરતાનો અર્થ એવો નથી કે આત્મકેન્દ્રિત અર્થ વ્યવસ્થા હોય. ભારતની આત્મનિર્ભરતા વસુધૈવ કુટુમ્બકમ પ્રકારની છે. જે પૂરા વિશ્વને પરિવાર માનતી હોય.  * ભારતની આત્મનિર્ભરતા એક સુખી, સમૃદ્ધ વિશ્વનું નિર્માણ કરશે.*આપણો સદીઓનો ગૌરવપૂર્ણ ઈતિહાસ ગવાહી આપે છે, ભારત સોનાની ચિડિયા ગણાતું હતું ત્યારે પણ વિશ્વ કલ્યાણની ભાવના જ સર્વોપરી હતી.  * આ સદીના આરંભે Y2k સંકટથી વિશ્વ ગભરાતું હતું ત્યારે ભારતીયોએ એ સંકટનો સામનો કર્યો હતો.  * આપણે શ્રેષ્ઠ ઉત્પાદનો કરીશું, ગુણવત્તા સુધારશું, સપ્લાય ચેઈનને આધુનિક બનાવીશું. જે આપણે કરી શકીએ છીએ અને આપણે એ કરીશું.  * મેં કચ્છમાં ભૂકંપ જોયો છે. ચારે તરફ બધું ધ્વસ્ત હતું. મારી આંખે મેં એ કાટમાળ જોયો છે. એ વખતે કોઈ વિચારી પણ ન્હોતું શકતું કે કચ્છ કદી બેઠું થશે. પણ એ શક્ય બન્યું. આજે કચ્છ સમૃદ્ધિમાં રાચે છે.  * આપણે એ નક્કી કરીએ તો પછી એ શક્ય બને જ છે. * આત્મનિર્ભર ભારતની ભવ્ય ઈમારત પાંચ પીલર પર ઊભેલી છે.  1. અર્થવ્યવસ્થાઃ એક એવી વ્યવસ્થા જે ક્વોન્ટમ જમ્પ આપે.  2. માળખાગત સુવિધા, જે આધુનિક ભારતની ઓળખ બને.  3. સિસ્ટમ, જે એકવીશમી સદીના સપનાને સાકાર કરતી ટેક્નોલોજી ડ્રિવન હોય.  4. વિશ્વના સૌથી મોટા લોકતંત્રની ડેમોગ્રાફી આત્મનિર્ભર ભારત માટે ઉર્જાનો સ્રોત છે 5. ડિમાન્ડ, જે સપ્લાયની સાથે તાલમેલ વધારેવિશેષ આર્થિક પેકેજની જાહેરાત, જે આત્મનિર્ભર ભારતની જરૂરિયાતો પર કામ કરશે * વિશેષ આર્થિક પેકેજની જાહેરાત, જે આત્મનિર્ભર ભારતની જરૂરિયાતો પર કામ કરશે. * આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત હું આજે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરું છું.  * આ રકમ ભારતના જીડીપીના લગભગ 10 ટકા * 2020માં 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ આત્મનિર્ભર ભારત અભિયાનને ગતિ આપશે.  * લેન્ડ,લેબર, લિક્વિડીટી અને લો દરેક માટે કામ કરશે * કુટિર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ માટે આ પેકેજ સહાયતા પૂરી પાડશે. * દેશના એ શ્રમિકો, કિસાનો માટે આ પેકેજ છે જે દેશવાસીઓ માટે દિન-રાત પરિશ્રમ કરે છે. * આવતીકાલથી કેટલાંક દિવસ સુધી નાણામંત્રી દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન સંબંધિત પેકેજની વિશેષ જાણકારી આપવામાં આવશે. *કોરોના સંકટે લોકલ માર્કેટ, લોકલ સપ્લાય ચેઈન, લોકલ ઉત્પાદનોનું મહત્વ સમજાયું છે. આપણને લોકલ જ બચાવી રહ્યું છે. સ્થાનિક એ જ આપણો જીવનમંત્ર બનવો જોઈએ.  

* આજે જે ગ્લોબલ છે એ દરેક એક તબક્કે લોકલ જ હતા. પરંતુ લોકોનો વિશ્વાસ જીતીને એ ગ્લોબલ બન્યા છે. * ભારતની લોકલ વ્યવસ્થા માટે આપણે જ વોકલ બનીએ.  * કોરોનાનું નિરાકણ જલદી શક્ય નથી, પરંતુ તેનો અર્થ એવો નથી કે આપણે થાકી જઈએ. માસ્ક પહેરશું, ડિસ્ટન્સિંગનું પાલન કરીશું પણ લક્ષ્યથી ડિસ્ટન્સ નહિ રાખીએ.

* લોકડાઉનનું ચોથું ચરણ નવા રુપરંગનું, નવા નિયમો સાથેનું હશે

*રાજ્યો દ્વારા મળેલા સુચનો મુજબ લોકડાઉન.4 સંબંધિત માહિતી 18 મે પહેલાં મળી જશે.  *મને વિશ્વાસ છે કે આપણે કોરોનાથી લડીશું અને આગળ વધીશું.

*આત્મનિર્ભરતા આપણને સુખ આપશે અને સશક્ત પણ બનાવશે.  *આત્મનિર્ભર ભારત એ નૂતન ભારતનો નૂતન સંકલ્પ છે. 

અન્ય સમાચારો પણ છે...