તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Prime Minister Narendra Modi To Deliver Virtual Keynote Address In UN | The Prime Minister Said We Have Given Mother Status To The Holy Land, Planted Trees In An Area Of 30 Lakh Hectares In 10 Years

UNમાં PM મોદીનું ભાષણ:વડાપ્રધાને કહ્યું- ભારતે હંમેશા ધરતીને માતાનો દરજ્જો આપ્યો છે, 10 વર્ષમાં 30 લાખ હેક્ટર ક્ષેત્રમાં વૃક્ષો વાવ્યા

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છના રણની ભૂમિને ફળદ્રુપ બનાવવા માટે અમે પગલાં ભર્યા હતા- નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારના રોજ સંયુક્ત રાષ્ટ્રની મહત્ત્વપૂર્ણ બેઠકને વર્ચ્યૂઅલી સંબોધિત કરી હતી. દુષ્કાળ અને ઉજ્જડ જમીન મુદ્દે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં PM મોદીએ કહ્યું- ભારતે હંમેશા ધરતીને માતાનો દરજ્જો આપ્યો છે. જમીનની ફળદ્રુપતામાં ઘટાડો અને દુષ્કાળનો પ્રશ્ન મનુષ્ય જીવન માટે પડકાર રૂપ છે. આ સમગ્ર દુનિયા માટે જોખમી છે.

વિકાસશીલ દેશને સૌથી વધુ જોખમ
મોદીએ કહ્યું- જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થવો એ વિકાસશીલ દેશો અને દુનિયા માટે સૌથી મોટું જોખમ છે. ભારત આ મુદ્દે પાડોશી દેશો અને મિત્રરાષ્ટ્રોમે સહાયતા પૂરી પાડી રહ્યું છે, જેથી જમીનની ગુણવત્તા સુધારી શકે. જેના માટે અમે દેશમાં સેન્ટર ફોર એક્સિલન્સ પણ તૈયાર કર્યું છે, જેથી આ મુદ્દે અમે દુનિયાની સહાયતા કરી શકીએ. અમે અહીંયા ઘણા પગલાં પણ ભર્યા છે. કચ્છના રણમાં આના કારણે ઘણી મુશ્કેલીઓ સામે આવતી હતી. ત્યાં વરસાદ પણ ઓછો નોંધાય છે.

મોદીએ કહ્યું હતું કે કચ્છના રણની ભૂમિને ફળદ્રુપ બનાવવા માટે અમે ત્યાં ઘાંસ ઉગાડ્યું હતું. જેના કારણે જમીનને ઉજ્જડ થતા અટકાવી શકાય. આ એક પ્રાકૃતિક ઉપાય છે, જે કામ પણ લાગી શકે છે.

ભારતનું લક્ષ્ય તરફ પ્રયાણ
મોદીએ કહ્યું હતું કે ભારતે 26 લાખ હેક્ટર જમીનને 2030 સુધી ફળદ્રુપ અને લીલીછમ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. અમે કાર્બનનું ઉત્સર્જન પણ ઓછું કરવાના માર્ગ પર અગ્રેસર છીએ. ગત 10 વર્ષમાં ભારતે 30 લાખ હેક્ટરમાં વન ક્ષેત્રનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. અમારું લક્ષ્ય છે કે રણપ્રદેશને વધતો અટકાવવા માટે પ્રાકૃતિક ઉપાય જ અપનાવવો જોઇએ.

મોદીએ કહ્યું- ભારતની મહાન પરંપરામાં ધરતીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. અમે રણનો મુદ્દો દુનિયા સમક્ષ રજૂ કર્યો અને જણાવ્યું હતું કે આગામી સમયમાં આ કેટલું જોખમી થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...