તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • PM Reviews Corona Situation In Punjab, Karnataka, Bihar And Uttarakhand, Speaks To 15 CMs In 4 Days

મોદીની 4 રાજ્યોના CMની સાથે ચર્ચા:વડાપ્રધાને પંજાબ, કર્ણાટક, બિહાર અને ઉત્તરાખંડની કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી, 4 દિવસમાં 15 મુખ્યમંત્રીઓ સાથે વાત કરી

નવી દિલ્હી3 મહિનો પહેલા
 • કૉપી લિંક
વડાપ્રધાન મોદીએ રવિવારે પંજાબ, કર્ણાટક, બિહાર અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને અનેક રાજ્યોની કોરોનાની સ્થિતિ વિશે જાણ્યું. - Divya Bhaskar
વડાપ્રધાન મોદીએ રવિવારે પંજાબ, કર્ણાટક, બિહાર અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને અનેક રાજ્યોની કોરોનાની સ્થિતિ વિશે જાણ્યું.
 • તેમણે સૌથી પહેલા 6 મેના રોજ આંધપ્રદેશ, ઓરિસ્સા, ઝારખંડ અને તેલંગાણાના મુખ્યમુંત્રીઓ સાથે વાત કરી હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પંજાબ, કર્ણાટક, બિહાર અને ઉત્તરાખંડના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને અનેક રાજ્યોની કોરોનાની સ્થિતિ વિશે જાણ્યું. મુખ્યમંત્રીઓ પાસેથી કોરોનાનો સામનો કરવા માટે ઉઠાવવામાં આવેલા પગલાઓની પણ માહિતી લીધી. મોદી 4 દિવસમાં 15 રાજ્યોના મુુખ્યમંત્રી અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ સાથે પણ વાત કરી ચૂક્યા છે.

તેમણે સૌથી પહેલા 6 મેના રોજ આંધપ્રદેશ, ઓરિસ્સા, ઝારખંડ અને તેલંગાણાના મુખ્યમુંત્રીઓ સાથે વાત કરી હતી. આ દિવસે જ જમ્મુ કાશ્મીર અને પુડ્ુચેરીના ઉપરાજ્યપાલને પણ ફોન કર્યો હતો. 7 મેના રોજ મણિપુર, સિક્કિમ અને ત્રિપુરાના CM પાસેથી કોરોનાની સ્થિતિ જાણી. મોદીએ 8 મેના રોજ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને તમિલનાડુના મુખ્યમંત્રીઓ પાસેથી રાજ્યોની સ્થિતિ જાણી હતી.

મોદીએ ઉદ્ધવ ઠાકરેની પ્રશંસા કરી હતી
મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે વાત કર્યા પછી તેમની પ્રશંસા કરી હતી. પીએમએ CM ઠાકરેને કહ્યું હતું કે મહારાષ્ટ્ર બીજી લહેરની વિરુદ્ધ સારી લડાઈ લડી રહ્યું છે. મહારાષ્ટ્રને કેન્દ્ર સરકાર શરૂઆતથી જ માર્ગદર્શન આપી રહી છે. રાજ્ય સરકાર પણ કેન્દ્રના માર્ગદર્શન મુજબ સારુ કામ કરી રહી છે. ઉદ્ધવે પણ પીએમને ધન્યવાદ કહ્યાં હતા.

સોરેનના ટ્વિટ પર સર્જાયો હતો વિવાદ
વડાપ્રધાન મોદી સાથે વાત કર્યા પછી ઝારખંડના સીએમ હેમંત સોરેને એક ટ્વિટ કર્યું હતું. ટ્વિટમાં સોરેને કહ્યું હતું કે વડાપ્રધાને માત્ર પોતાના મનની વાત કરી હતી. જો તેમણે કામની વાત કરી હોત અને સાંભળી હોત તો સારુ થાત. તેમની ટ્વિટના 24 કલાક પછી આંધપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ સોરેનને ઉપદેશ આપ્યો હતો. રેડ્ડીએ કહ્યું હતું કે કોરોનાના મુદ્દા પર રાજકારણ ન થવું જોઈએ. તેનાથી દેશ નબળો થશે. આ બીજા પર આંગળી ઉઠાવવાનો નહિ પરંતુ એક થઈને કોરોના સામે લડવાનો સમય છે. આ લડાઈમાં આપણે આપણા વડાપ્રધાનનો હાથ મજબૂત કરવો જોઈએ.

દેશમાં 24 કલાકમાં 4 લાખથી વધુ લોકો કોરોના પોઝિટિવ
દેશમાં છેલ્લા 24 કલાકમાં 4 લાખ 3 હજાર 626 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. આ સતત ચોથો દિવસ હતો, જ્યારે 24 કલાકમાં 4 લાખથી વધુ કેસ આવ્યા છે. નવા સંક્રમિતોની સાથે મૃત્યુનો વધતો આંકડો પણ ચિંતાનો વિષય બની રહ્યો છે. શનિવારે દેશમાં 4091 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. જોકે રાહતની વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં 3 લાખ 86 હજાર 207 લોકોએ કોરોનાને હરાવ્યો છે. આ એક જ દિવસમાં સાજા થનારાઓનો સૌથી મોટો આંકડો છે.

દેશમાં કોરોના મહામારી આંકડામાં

 • છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યાઃ 4.03 લાખ
 • છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુઃ 4091
 • છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયાઃ 3.86 લાખ
 • અત્યાર સુધીમાં કુલ કેટલા સંક્રમિત થયાઃ 2.22 કરોડ
 • અત્યાર સુધીમાં સાજા થયાઃ 1.83 કરોડ
 • અત્યાર સુધીમાં કુલ મૃત્યુઃ 2.42 લાખ
 • હાલ સારવાર કરાવી રહેલા દર્દીઓની કુલ સંખ્યાઃ 37.27 લાખ
અન્ય સમાચારો પણ છે...