• Gujarati News
  • National
  • Prime Minister Narendra Modi Inaugurates Defense Ministry, Targets Critics Of Central Vista Project

રક્ષા મંત્રાલયની નવી ઓફિસનું ઉદઘાટન:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું રક્ષા મંત્રાલયનું ઉદઘાટન, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની નિંદા કરનાર પર સાધ્યું નિશાન

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા રક્ષા કાર્યાલયમાં લગભગ 7000 અધિકારી કામ કરી શકે છે
  • નવી ટેક્નિકથી 24-30 મહિનામાં ઝડપથી પૂરું થઈ શક્યું કામ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુરુવારે બે રક્ષા કાર્યાલય પરિસરોનું ઉદઘાટન કર્યું છે. આ રક્ષા કાર્યાલય પરિસર દિલ્હીના કસ્તુરબા ગાંધી માર્ગ અને આફ્રિકા એવન્યુમાં છે. નવા કાર્યાલય બનાવવાની જરૂરિયાત શા માટે પડી, પીએમ મોદીએ આ અંગે પણ વાત કરી, સાથે જે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર નિશાન સાધનારાઓને પણ ઘેર્યા. પીએમ મોદીએ જણાવ્યું હતું કે નવું કાર્યાલય 11 એકરમાં બન્યું છે. પહેલાંના કાર્યાલયની સરખામણીએ એ 5 ગણી ઓછી જમીનમાં બનીને તૈયાર થઈ ગયું.

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની વેબસાઈટનું પણ લોન્ચિંગ થયું
પીએમ મોદીએ કાર્યક્રમમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની વેબસાઈટને પણ લોન્ચ કરી. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ એને નવા ભારત તરફ વધી રહેલું પગલું ગણાવ્યું હતું. મોદીએ કહ્યું હતું કે નવી ઓફિસ રક્ષા મંત્રાલયને વધુ મજબૂત કરશે. હાલના કાર્યાલય ઘણાં જૂના હતાં. એનું માત્ર થોડું રિપેરિંગ જ થતું હતું. તેમણે વધુમાં કહ્યું હતું, જે લોકો સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની પાછળ ડંડા લઈને પડ્યા હતા તે આ પ્રોજેક્ટ પર બિલકુલ ચૂપ રહ્યા હતા, જોકે આ પણ સેન્ટ્રલ વિસ્ટાનો જ હિસ્સો છે. જે કામ આઝાદી પછી તરત જ થવું જોઈતું હતું એ 2014 પછી શરૂ થયું હતું.

મોદી કહ્યું હતું કે ભારતની રાજધાની એવી હોવી જોઈએ, જેના કેન્દ્રમાં લોકો હોય. સેન્ટ્રલ વિસ્ટાના મૂળમાં જ આ ભાવના છે. મોદી સરકારમાં કામ સમયથી પહેલા થઈ રહ્યું છે. બાકી સરકારી કામોમાં લાંબો સમય લાગે છે. એમ કહેવાઈ રહ્યું છે કે 6-7 મહિનાનું મોડું થાય છે તો કોઈ વાત નહિ.

રાજનાથ સિંહે કહ્યું- જર્જરિત થઈ ગઈ હતી જૂની ઓફિસ
વડાપ્રધાન મોદી પહેલા મંત્રી હરદીપ પુરી અને રાજનાથ સિંહે અહીં સંબોધન કર્યું. તેમણે કહ્યું હતું કે હાલની ઓફિસ જે જગ્યાએ છે એ એક શતાબ્દીથી વધુ જૂની છે, જેને બદલવી જરૂરી હતી. રાજનાથ સિંહે જણાવ્યું હતું કે આ બિલ્ડિંગ્સ જર્જરિત થઈ ગયું હતું, આ કારણે નવી ઓફિસ જરૂરી હતી.

ઉદઘાટન કાર્યક્રમમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ હાજર હતા
ઉદઘાટન કાર્યક્રમમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, આવાસ અને શહેરી કાર્યમંત્રી હરદીપ સિંહ પુરી, રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટ, આવાસ અને શહેરી કાર્ય રાજ્યમંત્રી કૌશલ કિશોર, પ્રમુખ રક્ષા અધ્યક્ષ જનરલ બિપિન રાવત(સીડીએસ) અને સશસ્ત્ર બળોના પ્રમુખ સામેલ રહ્યા. નવા રક્ષા કાર્યાલય પરિસરમાં સેના, નેવી અને વાયુ સેના સહિત રક્ષા મંત્રાલય અને સશસ્ત્ર બળોના લગભગ 7000 અધિકારી કામ કરી શકે છે. PMO તરફથી જણાવવામાં આવ્યું હતું કે આ ભવન આધુનિક હોવાની સાથે-સાથે સુરક્ષિત પણ છે. ભવન સંચાલનના મેનેજમેન્ટ માટે એક એકીકૃત કમાન અને નિયંત્રણ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે, જે બંને ભવનોની સુરક્ષા અને દેખરેખ રાખશે.

નવી ટેક્નિકથી 24-30 મહિના ઝડપી પૂરું થઈ શક્યું કામ
નવું રક્ષા કાર્યાલય પરિસર ખૂબ જ એડવાન્સ છે. આ ઈમારતોની ખાસિયત એ પણ છે કે તેના નિર્માણમાં નવી અને ટકાઉ નિર્માણ ટેક્નિક એલજી એસએફ(લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ)નો ઉપયોગ કરવામાં આવ્યો છે. નવી ટેક્નિકથી 24-30 મહિનામાં કામ ઝડપથી પૂરું થઈ શક્યું.

અન્ય સમાચારો પણ છે...