તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Virat Anushka To PM: You Will Prove To Be Good Parents, Congratulations To Harsimrat And Kangana Karan Johar

બર્થ ડે પર શુભેચ્છા પાઠવનારને મોદીએ જવાબ આપ્યો:વિરાટ-અનુષ્કાને વડાપ્રધાને કહ્યું- તમે સારા પેરેન્ટ્સ સાબિત થશો, મંત્રીપદ છોડી ચૂકેલી હરસિમરત અને કંગના-કરન જોહરનો પણ આભાર માન્યો

નવી દિલ્હીએક મહિનો પહેલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના જન્મદિવસ પર ટ્વિટર પર શુભેચ્છા આપનારા લોકોને જવાબ આપ્યો છે. તેમણે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને કહ્યું, તેઓ એક સારા પેરેન્ટ્સ સાબિત થશે. કંગના રનૌત અને કરન જોહરને પણ તેમણે ધન્યવાદ આપ્યા છે. તેમણે માધુરી દીક્ષિત અને તેમના પરિવારને કિચન ગાર્ડન માટે શુભેચ્છા પાઠવી છે.

વડાપ્રધાન મોદીએ કિસાન બિલના વિરોધમાં કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપનારાં અકાલી દળનાં સાંસદ હરસિમરત કૌરને પણ શુભેચ્છા પાઠવી છે. મોદી ગુરુવારે 70 વર્ષના થયા છે.

વિરાટે ટ્વીટ કર્યું હતું, દેશના સન્માનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા.

કરણ જોહરે લખ્યું હતું, તેમણે ભારતીય સિનેમાને વિશ્વ સ્તર પર પહોંચાડવામાં પોતાનું સમર્થન આપ્યું હતું. તેના જવાબમાં મોદીએ કહ્યું, મને બિલકુલ યાદ છે, સિનેમા માટે તમારું ઝનૂન પ્રશંસનીય છે.

માધુરી દીક્ષિતે પણ મોદીને શુભેચ્છા પાઠવી હતી. જવાબમાં તેમણે માધુરી દીક્ષિતને કહ્યું, તમારા પરિવારને કિચન ગાર્ડન માટે શુભેચ્છા.

મોદીએ શાહરુખને કહ્યું, મને આશા છે કે આઈપીએલ સીઝન તમને હાલ વ્યસ્ત રાખશે.

મોદીએ તેમના મંત્રીમંડળનાં પૂર્વ મંત્રી હરસિમરત કૌરને શુભેચ્છા પાઠવી. તેમણે જવાબમાં કહ્યું, ભારતને આત્મનિર્ભર બનાવવામાં તમારું યોગદાન સારું .

સંજય દતે વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી.

મોદીએ કંગનાનો પણ આભાર માન્યો હતો.

વડાપ્રધાને સલમાન ખાનને જવાબમાં બંનેની જૂની મુલાકાતની યાદ અપાવી.

શુભેચ્છા માટે મોદીએ મમતાનો પણ આભાર માન્યો.

તેમણે ટ્રમ્પને જવાબમાં કહ્યું, બંને દેશોની દોસ્તી મજબૂત છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો