તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Prime Minister Modi Said We Have To Deliver The Vaccine Not Only To The Neighboring Countries But To The Whole World; Modi Reviewed The Condition Of Corona In The Country And Vaccine Preparations

ભારતમાં કોરોનાના રસીકરણની તૈયારી શરૂ:વડાપ્રધાન મોદીએ કહ્યું- આપણે રસી માત્ર પડોશી દેશોને જ નહીં પરંતુ આખા વિશ્વમાં પહોંચાડવાની છે

7 દિવસ પહેલા
  • મોદીએ કોરોનાની સ્થિતિ અને રસીની તૈયારીઓની કરી સમીક્ષા
  • મોદીએ કહ્યું - રસી માટે ચૂંટણી અને સંકટ સમયે કરાતા આયોજન જેવી વ્યવસ્થા કરીશું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કોવિડ-19 મહામારીની સ્થિતિ અને રસીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન, વડાપ્રધાનના મુખ્ય સચિવ, નીતિ આયોગના સભ્યો અને ભારત સરકારના અન્ય વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત હતા. દેશમાં કોરોનાની રસી આવ્યા પછી તેને લોકો સુધી પહોંચાડવા યુદ્ધના ધોરણે કામગીરી કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રસી વિતરણ યોજના અંગે યોજેલી બેઠકમાં કહ્યું કે ચૂંટણી સમયે અને સંકટ સમયે જેવી વ્યવસ્થા તેવી વ્યવસ્થા કરવામાં આવશે. દરેક વ્યક્તિને 2 રસી લેખે પ્રારંભમાં 30 કરોડ લોકોને 60 કરોડ રસી અપાશે. પ્રારંભમાં કોને રસી આપવી તે લોકોની યાદી પણ તૈયાર કરી દેવાઈ છે. આ બેઠકમાં જણાવાયું હતું કે ભારતમાં 3 રસી ડેવલપ કરાઈ રહી છે જેમાં બે રસીની ટ્રાયલ બીજા તબક્કામાં અને એકની ટ્રાયલ ત્રીજા તબક્કામાં છે. પાડોશી દેશો પણ ભારતને સંશોધનમાં મદદ કરી રહ્યાં છે અને રસીના ટેસ્ટિંગ માટે અનુરોધ કરી રહ્યાં છે.

આ 4 કેટેગરીને પ્રાયોરિટી મળશે
1. 50થી 70 લાખ હેલ્થકેર પ્રોફેશનલ તેમાં 11 લાખ એમબીબીએસ ડૉક્ટર, 8 લાખ આયુષ પ્રેક્ટિશનર, 15 લાખ નર્સ, 7 લાખ એએનએમ, 10 લાખ આશા વર્કર સામેલ છે.
2. 50 વર્ષથી વધારે ઉંમરના લોકોને રસીકરણની પ્રાથમિકતા અપાશે. કારણ કે આ ઉંમરના લોકોની ઇમ્યુનિટી સૌથી ઓછી હોય છે, તેમને બીમારી પણ હોય છે. દેશમાં આવા લોકોની સંખ્યા 23 કરોડ છે.
3. 50થી ઓછી ઉંમરના લોકો કે જેમને બીમારી છે. ખાસ કરીને ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હૃદયરોગ, કેન્સર, લિવર જેવી બીમારીઓવાળા 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને પણ રસીકરણમાં પ્રાથમિકતા અપાશે. આવા લોકોની સંખ્યા લગભગ 5 કરોડ છે.
4. 2 કરોડ ફ્રન્ટ લાઈન વર્કર્સ જેમાં 45 લાખ પોલીસ અને અન્ય ફોર્સના કર્મચારી, સેનાના 15 લાખ લોકો, કોમ્યુનિટી સર્વિસ, પબ્લિક ટ્રાન્સપોર્ટ ડ્રાઈવર્સ, ક્લિનર્સ, ટિચર્સને પ્રાયોટી સાથે રસી અપાશે.

આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આપણે રસી ફક્ત પાડોશી દેશો સુધી જ સીમિત રાખવાની નથી, પણ તેને સમગ્ર વિશ્વમાં પહોંચાડવાની છે. વડાપ્રધાને કહ્યું કે રસી વિતરણ પ્રણાલીને વધુ મજબુત બનાવવા માટે આપણે વિશ્વભરના આઇટી પ્લેટફોર્મ પર ભાર મૂકવાની જરૂર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો