તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Prime Minister Modi Praises Student made Games; "Children Have Their First Book And Friend Toys," Modi Suggested

ટોયકેથોન-2021ના સહભાગીઓ સાથે સંવાદ:વિદ્યાર્થીઓની બનાવેલી ગેમ્સના વડાપ્રધાન મોદીએ કર્યા વખાણ; મોદીએ સૂચન આપતા કહ્યું- બાળકોનું પ્રથમ પુસ્તક અને મિત્ર રમકડાં હોય છે

નવી દિલ્હી3 મહિનો પહેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટોયકેથોન-2021ના સહભાગીઓ સાથે ચર્ચા કરી હતી. આ દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાની બનાવેલી ગેમ્સ પણ બતાવી હતી.
  • દુનિયાભરમા રમકડાંનું બજાર 100 અબજ ડોલરનું છે
  • વડાપ્રધાન મોદીએ ગેમ્સને વધુ સારી બનાવવા માટેના સૂચનો પણ આપ્યા હતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટોયકેથોન-2021ના સહભાગીઓ સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરી હતી. આ દરમિયાન સૌથી પહેલા વિદ્યાર્થીઓએ પોતાની ગેમ્સ બાબતે વડાપ્રધાનને જાણકારી આપી હતી. આ દરમિયાન PMએ પણ તેમણે ગેમ્સ બાબતે સૂચન કર્યું હતું. મોદીએ કહ્યું- 'જે રીતે બાળકોની પ્રથમ પાઠશાળા અરિવાર હોય છે, તે જ રીતે પ્રથમ પુસ્તક અને મિત્ર પણ રમકડાં હોય છે.' આ ઉપરાંત તેમણે દુનિયામાં રમકડાં માર્કેટ બાબતે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે દુનિયાભરમા રમકડાંનું બજાર 100 અબજ ડોલરનું છે. તેમાં ભારતની ભાગીદારી 1.5 અબજ ડોલરની છે. આપણે આ પરિસ્થિતિને બદલવાની જરૂરિયાત છે.

ટીમોએ ગેમ બતાવી અને PMએ સૂચનો આપ્યા

  • સૌથી પહેલા KCG કોલેજની ટીમે વડાપ્રધાન મોદીને પોતાની એપ બાબતે જણાવ્યુ હતું. આ ટીમે ગેમિંગ દ્વારા યોગના પ્રચાર-પ્રસાએ કરવાની રીત કાઢી છે. તેને જોયા બાદ PMએ કહ્યું કે આ ટીમે ટેકનિક અને પરંપરાનો સુમેળ કર્યો છે. તેના દ્વારા યોગને દૂર દૂર સુધી પહોંચાડી શકાય છે.
  • ત્યાર બાદ કોયંબતુરથી આવેલ બીજી ટીમના સભ્યોએ હેરિટેજ રેસ નામની ગેમ બતાવી. તેમાં સાયકલિંગ અને વર્ચ્યુઅલ હેરિટેજ સાઇટ સીનને જોડવામાં આવી હતી. આ બાબતે PM મોદીએ ગેમ બનાવનાર અતીકને પૂછ્યું કે તમને આ આઇડિયા કેવી રીતે આવ્યો? અતિકે જણાવ્યુ કે ટોયકેથોનના કારણે તેને આ ગેમ બનાવવાનો આઇડિયા મળ્યો હતો. ત્યાર વાદ વડાપ્રધાને કહ્યું કે વર્ચ્યુયલ ટુર વાળી ગેમ ઘણી સારી છે. તેમણે સૂચન પણ આપ્યું હતું કે આ ગેમ ટ્રેડમીલ, સ્માર્ટ વોચથી જોડાવા પર પણ કામ કરવી જોઈએ.
  • ત્રીજી ટીમ જે યુપીના વિદ્યાર્થીઓની હતી. તેમણે એક કેમેસ્ટ્રી બોર્ડ ગેમ બનાવી છે. તેનો હેતુ સ્ટુડન્ટસે કેમેસ્ટ્રી સમજવામાં મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે. આ ગેમનું નામ જામ્યાહમ રાખ્યું હતું. વિદ્યાર્થીઓએ પીએમને જણાવ્યુ હતું કે આ ગેમ સંસ્કૃતમાંથી લેવામાં આવી છે. તેનો અર્થ સર્જન કરવાનો થાય છે. વડાપ્રધાને આ ગેમમાં મેપ ફેકટર પર કામ કરવાનું સૂચન આપ્યું હતું. તેમણે કહ્યું કે કેમેસ્ટ્રી જેવા ઉદાસ સબજેક્ટને આ ગેમે રસપ્રદ બનાવી છે. સહભાગીઓ સાથે ચર્ચા કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી પણ રહ્યા ઉપસ્થિત
આ દરમિયાન કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ટોયકેથોનનું આયોજન શિક્ષણ મંત્રાલય, મહિલા અને બાલ વિકાસ મંત્રાલય, MSME, DPIIT,કાપડ મંત્રાલય, સૂચના-પ્રસારણ મંત્રાલય અને AICTE કરે છે. તમામે સંયુક્ત રીતે 5 જાન્યુઆરી 2021એ ટોયકેથોન-2021ને લોન્ચ કર્યું હતું.

ભારતમાં 150 કરોડ ડોલરનું છે રમકડાં બજાર
ટોયકેથોન-2021માં દેશભરમાંથી 1.2 લાખ સહભાગીઓએ 17 હજારથી અવધૂ વિચારોને રજીસ્ટ્રર અને રજૂ કર્યા હતા. તેમાં 1567 વિચારોને ઓનલાઈન ટોયકેથોન ગ્રાન્ડ ફિનાલે માટે પસંદ કરાયા છે. તેમાં 60 લાખની ઇનામી રકમ મળશે. તેના વિજેતાની જાહેરાત 26 જૂને કરવામાં આવશે. ભારતમાં રમકડાંનું બજાર 150 કરોડ ડોલરનું છે. તેમાંનો મોટો ભાગ વિદેશોમાંથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે.