• Gujarati News
  • National
  • Prime Minister Modi Has Been Active As A Global Leader In The Fight Against The Corona Epidemic

ભારત અગ્રેસર:કોરોનાની આફત સામે મક્કમ પગલા લઇને મોદી ગ્લોબલ લીડર બન્યા, ઓસ્ટ્રેલિયા, બ્રિટનના વડાપ્રધાને પણ સલાહ માંગી

New Delhi2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોદી પહેલા નેતા છે જેમણે વિશ્વના અલગ અલગ દેશને સાથે આવીને મહામારી સામે લડવાની વ્યૂહરચના બનાવવા માટે કહ્યું

નેશનલ ડેસ્ક:કોરોના વાયરસની મહામારીએ એક તરફ જ્યાં કહેવાતા સદ્ધર દેશોને પણ ઘમરોળી નાખ્યા છે, ત્યાં ભારત હવે વૈશ્વિક લીડર તરીકે ઉભરી રહ્યું છે. 130 કરોડની વસતિને એકસાથે લોકડાઉન કરવાના નિર્ણયથી લઇને ડિપ્લોમેસી લેવલે વિશ્વના અલગ અલગ દેશો સાથે સંકટ સમયે લડવામાં અગ્રેસર થવાની બાબત હોય તેમાં મોદી એક સક્રિય નેતા તરીકે ઉભરીને આવ્યા છે. વિકસિત દેશના નેતાઓ અને મીડિયા પણ આ બાબતની નોંધ લઇને ભારતની કામગીરીને બિરદાવી રહ્યા છે. 
કોરોના મહામારી સામે લડવા માટે વડાપ્રધાન મોદી જ સૌથી પહેલા નેતા છે જેમણે જોઇન્ટ એક્શન પ્લાન માટે અપીલ કરી હતી. સાર્ક દેશોએ પણ એ પહેલને બિરદાવીને તેમાં સામેલ થયા હતા. આ દેશોના વડાઓએ ભારત સાથે જોડાઇને આ મહામારી સામે લડવા માટેની વાત કહી હતી.  એક દિવસ પહેલા જ વિકસિત દેશોના સમૂહ જી-20માં પણ વડાપ્રધાન મોદીના પ્રસ્તાવ બાદ જોઇન્ટ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને કોરોનાના લીધે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પડી રહેલા ખતરા અંગે ચર્ચા બાદ નિર્ણયો લેવામાં આવ્યા હતા. 
વડાપ્રધાન મોદીને યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સને પણ ફોન કરીને એકસાથે મળીને મહામારી સામે લડવા અંગે સંવાદ કર્યો હતો. તે સિવાય ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન  સ્કોટ મોરિસને પણ વડાપ્રધાન મોદીની કામગીરીની પ્રશંશા કરીને જી20 સમૂહને સાથે લાવવામાં  તેમની ભૂમિકા બિરદાવી હતી. 

પાકિસ્તાનના મીડિયામાં પણ મોદીની ચર્ચા
આતંકવાદીઓના દેશ પાકિસ્તાનમાં પણ કોરોના મહામારી બાદ વડાપ્રધાન મોદીના નેતૃત્વની ચર્ચા થઇ રહી છે. અમુક ટીવી ચેનલમાં ભારતમાં જાહેર થયેલા લોકડાઉનને યોગ્ય કહી ત્યાંની પરિસ્થિતિ સાથે સમીક્ષા કરવામાં આવી રહી છે. મીડિયામાં રજૂ થઇ રહેલા વિચારો પ્રમાણે વડાપ્રધાન મોદીએ એક સક્ષમ નેતા તરીકે કામ કરી રહ્યા છે જ્યારે પાકિસ્તાનમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે હજુ યોગ્ય નિર્ણયો લેવામાં આવ્યા નથી. 

વિદેશમાંથી ભારતીયોના સ્થળાંતરમાં પણ કામગીરી અવ્વલ
ચીનના વુહાનમાં જ્યારે મહામારી ફેલાવવાની શરૂઆત થઇ ત્યારે સૌથી પહેલો દેશ ભારત હતો જેણે ત્યાંથી નાગરિકોને સ્થળાંતરિત કર્યા હોય. અત્યાર સુધી ભારત સ્પેશ્યલ ફ્લાઇટ મારફતે ચીન, ઇટલી, જાપાન અને ઈરાન સહિત અન્ય દેશોમાંથી 1000થી વધુ ભારતીયોને પાછા લાવવામાં સફળ રહ્યું છે. આ રીતે વડાપ્રધાન મોદીએ ત્વરિત એક્શન લઇને મહામારીના સમયે એક મહત્વનું નેતૃત્વ પૂરું પાડ્યું છે. તે સિવાય અહીંથી સ્પેશ્યલ ફ્લાઇટ દ્વારા ઇઝરાયેલના નાગરિકોને હેમખેમ ઇઝરાયેલ પહોંચાડવાની પણ વ્યવસ્થા કરી હતી. સ્થાળાંતરમાં ભારત સિવાય માલદીવ્સ, મ્યાનમાર, બાંગ્લાદેશ, ચીન, અમેરિકા, મેડાગાસ્કર, શ્રીલંકા, નેપાળ, પેરૂ અને દ.આફ્રિકાના 48 લોકોને પણ લાવવામાં આવ્યા હતા. સરકારે આ દેશના નાગરિકોની વિના મૂલ્યે સારવાર થાય તેવી વ્યવસ્થા કરી હતી. 

અન્ય સમાચારો પણ છે...