• Gujarati News
  • National
  • India's Largest Aircraft Carrier, PM Arrives At Cochin Shipyard, Given Guard Of Honor

મોદીએ INS વિક્રાંત દેશને સોપ્યું:PMએ કહ્યું- આ વોરશિપ નથી, સમુદ્રમાં તરતું શહેર છે, નેવીના નવા ધ્વજમાંથી અમે ગુલામીનું પ્રતીક હટાવ્યું

નવી દિલ્હીએક મહિનો પહેલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશનું પ્રથમ સ્વદેશી એરક્રાફટ કેરિયર INS વિક્રાંતને નેવીને સોંપી દીધું છે. તેમણે નવા નેવીના ધ્વજનું અનાવરણ પણ કર્યું હતું. તેમણે કહ્યું કે પહેલા આ ધ્વજ પર ગુલામીનું પ્રતિક હતું, જેને અમે હટાવી દીધું છે. નવો નેવીનો ધ્વજ શિવાજીને સમર્પિત છે.

મોદીએ એરક્રાફટ કેરિયરને બનાવનાર એન્જિનિયર્સની પ્રશંસા કરતા કહ્યું કે આ શીપમાં જેટલા કેબલ અને વાયર છે, તે કોચીથી કાશી સુધી પહોંચી શકે છે. તેમણે કહ્યું કે INS વિક્રાત માત્ર વોરશીપ નથી, સમુદ્રમાં તરતું શહેર છે.

મોદી સવારે 9.30 કલાકે કોચી સ્થિત કોચીન શિપયાર્ડ લિમિટેડમાં આવી પહોંચ્યા હતા. અહીં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગવર્નર આરિફ મોહમ્મદ ખાન અને મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ હાજર હતા.

મોદીની 3 સૌથી મોટી બાબતો...
1. આ સશક્ત ભારતની શક્તિશાળી તસવીર- મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- આ ભારત માટે ગર્વની તક છે. આ ભારતની પ્રતિભાનું ઉદાહરણ છે. આ સશક્ત ભારતની શક્તિશાળી તસવીર છે. આ અમૃત મહોત્સવનું અતુલનીય અમૃત છે. આ વાત એ બાબતની સાબિતી આપે છે કે જો દૃઢ સંકલ્પ હોય તો કંઈપણ અશક્ય નથી. આપણે આજે નવા સૂર્યના ઉદયના સાક્ષી બની રહ્યા છે.

એમાં જેટલી વીજળી પેદા થઈ રહી છે એનાથી 5 હજાર ઘરને વીજળી આપી શકાય છે. એ બે ફૂટબોલ ગ્રાઉન્ડ જેટલી છે. માત્ર કેબલ અને વાયર જ કોચીથી શરૂ કરીને કાશી સુધી પહોંચી શકે છે. આ જટિલતા આપણા એન્જિનિયર્સની કુશળતાનું ઉદાહરણ છે.

2. નેવીનો નવો ધ્વજ શિવાજીને સમર્પિત
મોદીએ કહ્યું- શિવાજીની સમુદ્રી તાકાતથી દુશ્મન કાંપતા હતા. આજે હું નેવીનો નવો ધ્વજ છત્રપતિ વીર શિવાજી મહારાજને સમર્પિત કરું છું. આ નવો ધ્વજ નેવીના બળ અને આત્મસન્માનને બળ આપશે. અત્યારસુધી નેવીના ધ્વજ પર ગુલામીની તસવીર હતી. આ તસવીરને અમે હટાવી દીધી છે.

3. INS વિક્રાંતે ભારતને નવા ભારોસાથી ભરી દીધું છે
મોદીએ કહ્યું- વિક્રાંત વિશાળ છે, એ ખાસ બાબત છે કે તે તે ગૈરવમય છે. તે માત્ર વોરશીપ નથી. તે 21મી સદીના ભારતના કઠિન પરિશ્રમ, કુશળતા અને કર્મઠતાનો પુરાવો છે. આજે ભારત એ દેશોની યાદીમાં સામેલ થયો છે, જે પોતાની ટેકનીકથી આવું મોટું જહાજ બનાવી શકે છે. આજે વિક્રાંતે ભારતીયોને નવા ભરોસોથી ભરી દીધા છે.

કોચીન શિપયાર્ડથી INS વિક્રાંતને નેવીને સોંપવાના ફોટો...

INS વિક્રાંતને નેવીને સોંપ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને નેવીના અધિકારી.
INS વિક્રાંતને નેવીને સોંપ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને નેવીના અધિકારી.
તસ્વીર INS વિક્રાંતની છે. અહીં નેવીના સૈનિકોની સાથે શીપના પ્લેટફોર્મ પર મિગ ફાઈટર જેટ્સ દેખાઈ રહ્યાં છે.
તસ્વીર INS વિક્રાંતની છે. અહીં નેવીના સૈનિકોની સાથે શીપના પ્લેટફોર્મ પર મિગ ફાઈટર જેટ્સ દેખાઈ રહ્યાં છે.
કોચિન શિપયાર્ડમાં ગાર્ડ ઓફ ઓનર રિસીવ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી.
કોચિન શિપયાર્ડમાં ગાર્ડ ઓફ ઓનર રિસીવ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી.
નેવીના સૈનિકોની સાથે શિપયાર્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી.
નેવીના સૈનિકોની સાથે શિપયાર્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી.
કોચિન શિપયાર્ડમાં પહોંચ્યા પછી મોદીએ નેવીના સૈનિકોને નમસ્કાર કર્યા હતા.
કોચિન શિપયાર્ડમાં પહોંચ્યા પછી મોદીએ નેવીના સૈનિકોને નમસ્કાર કર્યા હતા.

નેવીના ધ્વજને જાણો
ઈન્ડિયન નેવીને શુક્રવારે નવો નેવીનો ધ્વજ મળ્યો છે. તેમાં પહેલા ક્રોસનું નિશાન હતું. તેને હટાવી દેવામાં આવ્યું છે. હવે ડાબી તરફ તિરંગો અને જમણી તરફ અશોક ચક્રનું ચિહ્ન છે. તેની નીચે લખવામાં આવ્યું છે- શં નો વરુણઃ એટલે કે વરુણ આપણા માટે શુભ રહે.

નેવીના નવા ધ્વજની તસ્વીર.
નેવીના નવા ધ્વજની તસ્વીર.

25 વર્ષ પછી INS વિક્રાતનો પુનઃજન્મ
31 જાન્યુઆરી 1997ના રોજ નેવીમાંથી INS વિક્રાતને રિટાયર્ડ કરવામાં આવ્યું હતું. હવે લગભગ 25 વર્ષ પછી એક વખત ફરીથી INS વિક્રાંતનો પુનઃજન્મ થયો છે. 1971ના યુદ્ધમાં INS વિક્રાંતે તેના સીહોક ફાઈટર વિમાનોથી બાંગ્લાદેશના ચિટગાંવ, કોક્સ બજાર અને ખુલનામાં દુશ્મનના ઠેકાણાઓનો નાશ કર્યો હતો.

13 વર્ષનો સમય લાગ્યો

  • વર્ષ 2009માં INS વિક્રાંત એટલે કે યુદ્ધ જહાજનું પ્રોગ્રેસિવ કન્સ્ટ્રક્શન શરૂ થયું.
  • વર્ષ 2011ની 29 ઓગસ્ટે વિક્રાંત ડ્રાય ડોકમાંથી બહાર આવ્યું. એટલે કે તેનો ઢાંચો બનીને તૈયાર થયો.
  • વર્ષ 2013ની 12 ઓગસ્ટે તેને લોન્ચ કરવામાં આવ્યું અને ડિસેમ્બર 2020માં બેસિન ટ્રાયલ્સ પુરા થયા.
  • વર્ષ 2021ની 4 ઓગસ્ટે તેને પ્રથમ સમુદ્રમાં ઉતારવામાં આવ્યું અને જુલાઈ 2022 સુધી તેના સી ટ્રાયલ્સ થયા.
  • વર્ષ 2022ની 2જી સપ્ટેમ્બરે INS વિક્રાંતને ભારતીય નેવીને સોંપવામાં આવ્યું. તેને સંપૂર્ણ રીતે ઓપરેશનલ થવામાં જૂન 2023 સુધીનો સમય લાગશે.

20 મિગ-29 ફાઈટર જેટ્સને લઈ જવામાં સક્ષમ INS વિક્રાંત
INS વિક્રાંત દેશમાં બનેલું સૌથી મોટું યુદ્ધ જહાજ છે. આ એરક્રાફટ કેરિયર 20 મિગ-29 ફાઈટર જેટ્સને લઈ જવામાં સક્ષમ છે. તેનો ખર્ચ લગભગ 20 હજાર કરોડ રૂપિયા છે. 1971ના યુદ્ધમાં INS વિક્રાંતે તેના સિહોક ફાઈટર વિમાનોથી બાંગ્લાદેશના ચિટગામ, કોક્સ બજાર અને ખુલનામાં દુશ્મનના ઠેકાણાઓનો નાશ કર્યો હતો.

માત્ર 4 દેશની પાસે 40 હજારટનવાળા જહાજ બનાવવાની ક્ષમતા
વિક્રાંત 40 હજાર ટન વજનવાળું વિમાન વાહક જહાજ છે. વિશ્વમાં માત્ર અમેરિકા, રશિયા, બ્રિટન અને ફ્રાન્સની પાસે જ 40 હજાર અને એનાથી વધુ વજનવાળું વિમાનવાહક જહાજનું નિર્માણ કરવાની ક્ષમતા છે. વિક્રાંત 20 મિગ-29 લડાકુ વિમાન અને દસ હેલિકોપ્ટરને લઈ જવામાં સક્ષમ છે. 2017માં આઈએનએસ વિરાટના રિટાયર્ડ થયા પછી ભારતની પાસે માત્ર એક જ વિમાન વાહક જહાજ આઈએનએસ વિક્રમાદિત્ય છે.

અન્ય સમાચારો પણ છે...