તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Prime Minister Announced That All Children Who Have Lost Both Parents Or Guardian Due To #COVID19 Will Be Supported Under ‘PM CARES For Children’ Scheme

કોરોનામાં અનાથ બાળકો માટે જાહેરાત:18 વર્ષની ઉંમર સુધી PM કેર ફંડમાંથી મદદ મળશે; ભણવાનો ખર્ચ ઉઠાવાશે અને 5 લાખનો સ્વાસ્થ્ય વિમો મળશે

નવી દિલ્હી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનાથ બાળકોને 5 લાખનો હેલ્થ ઈન્સ્યોરન્સ મળશે
  • કોરોનાની બીજી લહેરમાં દેશભરના 577થી વધુ બાળકોએ માતા-પિતાને ગુમાવ્યા
  • CM વિજય રૂપાણીએ પણ મુખ્યમંત્રી બાલ સેવા યોજના જાહેર કરી

દેશમાં કોરોનાના કારણે અનાથ થયેલા બાળકો માટે કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. આવા બાળકોનો ભણવાનો ખર્ચ પણ PM કેર ફંડમાંથી અપાશે. 18 વર્ષની ઉંમર સુધી દર મહિને આર્થિક મદદ કરાશે.આ ઉપરાંત બાળકની ઉંમર 23 વર્ષ થશે ત્યારે 10 લાખની સહાય અપાશે.​​​​​​​

પ્રધાનમંત્રી ઓફિસના જણાવ્યા મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે કોરોનાના કારણે માતા-પિતા કે વાલીને ગુમાવનાર તમામ બાળકોને PM કેર ફોર ચિલ્ડ્રન યોજના અંતર્ગત મદદ મળશે. બીજી બાજુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ કોરોના મહામારીમાં માતાપિતાની છત્રછાયા ગુમાવનાર અનાથ બાળકો માટે બાલ સેવા યોજના જાહેર કરી છે.

5 લાખનો હેલ્થ ઈન્સ્યોરન્સ મળશે
આ બાળકોને આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત 5 લાખનો હેલ્થ ઈન્સ્યોરન્સ પણ મળશે. તેમનું પ્રિમિયમ PM કેર ફંડમાંથી અપાશે. ઉચ્ચ અભ્યાસ માટે જો લોન લીધી છે તો તેમા રાહત અપાશે. આ લોનનું વ્યાજ પણ આ ફંડમાંથી અપાશે.

PM મોદીએ બેઠક કરી
પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં કોરનાના કારણે અનાથ થયેલા બાળકોને કઈ રીતે મદદ કરી શકાય તે માટે શનિવારે મહત્વની બેઠક યોજાઈ હતી. તેમણે કહ્યું કે બાળકો દેશના ભવિષ્યનું નેતૃત્વ કરે છે. અમે તેઓની મદદ અને સુરક્ષા માટે બનશે તે બધુ કરીશું. એક સમાજની દ્રષ્ટિએ તે આપણું કતર્વ્ય છે કે આપણે બાળકોની સંભાળ રાખીએ.

કોરોનાની બીજી લહેરમાં દેશભરના 577થી વધુ બાળકોએ માતા-પિતાને ગુમાવ્યા
આ અગાઉ મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રિપોર્ટનો અભ્યાસ કરીને જણાવ્યું હતું કે દેશમાં 1 એપ્રિલથી લઇને અત્યારસુધી કાળમુખો કોરોના 577 બાળકોના માતા-પિતાને ભરખી ગયો છે. જેના કારણે આ તમામ બાળકો અનાથ થયા છે. તેઓએ કહ્યું હતું કે જેને કોરોનાને કારણે માતા-પિતાને ગુમાવ્યા હોય તેવા તમામ બાળકોને સહાયતા અને સુરક્ષા પ્રદાન કરવા માટે સરકાર સક્ષમ છે.

બાળકોના માનસિક સ્વાસ્થ્યની પણ તકેદારી લેવાશે
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ એક ટ્વીટમાં કહ્યું હતું કે 1 એપ્રિલ 2021થી મંગળવારે બપોરે 2 વાગ્યા સુધી રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશોના મળીને કુલ 577 બાળકોના માતા-પિતા કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ બાળકો અત્યારે જિલ્લા પ્રશાસનના અંતર્ગત સુરક્ષિત છે. જો આવા બાળકોને માનસિક સ્વાસ્થ્ય અંગે કોઇપણ પ્રકારની આવશ્યકતા હશે તો અમે એના માટે પણ રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય સંસ્થાનમાં એક ટીમ બનાવી રાખી છે.

યોજનાની ખાસ વાત...

બાળકના નામે ફિક્સ્ડ ડિપોઝીટ

  • PM કેર્સ ફંડથી એવા બાળકો માટે એક ભંડોળ તૈયાર કરવામાં આવશે. તેમા 10 લાખ રૂપિયા જમા કરવામાં આવશે.
  • તેના મારફતે 18 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી બાળકને પ્રત્યેક મહિને એક નક્કી થયેલ રકમ મળશે.
  • 23 વર્ષની ઉંમરે તેને આ સંપૂર્ણ રકમ એક સાથે આપવામાં આવશે.

શાળાનો અભ્યાસ

  • 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને નજીકની કેન્દ્રીય વિદ્યાલય અથવા પ્રાઈવેટ સ્કૂલમાં ડે સ્કોલર સ્વરૂપમાં એડમિશન આપવામાં આવશે.
  • જો બાળકોનું એડમિશન કોઈ ખાનગી શાળામાં થાય છે તો PM કેર્સ ફંડથી રાઈટ ટુ એજ્યુકેશનના નિયમો પ્રમાણે ફી આપવામાં આવશે.
  • તેમની શાળા ડ્રેસ, પુસ્તકો અને નોટબુક પર થતા ખર્ચ માટે પણ ચુકવણી કરવામાં આવશે.

ઉચ્ચ શિક્ષણ માટે મદદ

  • બાળકોને વર્તમાન શિક્ષણ લોનને લગતા ધોરણો પ્રમાણે ભારતમાં પ્રોફેશનલ કોર્સ અથવા હાયક એજ્યુકેશન માટે લોન લેવામાં મદદ કરવામાં આવશે.
  • આ વિકલ્પ તરીકે એવા બાળકોને કેન્દ્ર અથવા રાજ્ય સરકારની યોજના અંતર્ગત સ્નાતક અથવા પ્રોફેશનલ કોર્સ ફી અથવા ટ્યુશન ફીની સમકક્ષ સ્કોલરશિપ આપવામાં આવશે.

જે બાળકો વર્તમાન સ્કોલરશિપ સ્કીમ હેઠળ એલિજીબલ નથી તેમના માટે PM કેર્સથી એક જેવી સ્કોલરશિપ મળશે.

હેલ્થ ઈન્સ્યોરન્સ

  • તમામ બાળકોને આયુષ્યમાન ભારત યોજના (PM-JAY) હેઠળ લાભાર્થી માનવામાં આવશે. તેમને 5 લાખ રૂપિયાનો હેલ્થ વીમા કવર મળશે.
  • 18 વર્ષની ઉંમર સુધી આ બાળકોને પ્રીમિયમ રકમની ચુકવણી PM કેર્સમાંથી આપવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...