તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Prices Of 5 Essential Devices Including Pulse Oximeter And Thermometer Dropped, Profit Limit Fixed At 70%; The New Prices Will Be Applicable From July 20

કોરોના વચ્ચે રાહત:પલ્સ ઓક્સીમીટર અને થર્મોમીટર સહિત 5 જરૂરી ઉપકરણના ભાવ ઘટ્યા, નફાની લિમિટ 70% સુધી નક્કી; 20 જુલાઈથી લાગુ થશે નવી કિંમતો

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. દેશની ફાર્માસ્યુટિકલ પ્રાઈઝિંગ રેગ્યુલેટર (NPPA)એ પલ્સ ઓક્સીમીટર, બ્લડ પ્રેશ મોનિટર, નેબ્યુલાઈઝર્સ, ડિજિટલ થર્મોમીટર, ગ્લૂકોમીટર જેવી જરૂરી મેડિકલ ઈક્વિપમેન્ટ્સને ટ્રેડ માર્જિન રેશનલાઈઝેશન અંતર્ગત લાવવાનો નિર્ણય કરાયો છે. જેના માટે આ તમામ પર ડિસ્ટ્રીબ્યૂટરના માર્જિનને 70% સુધી સીમિત રાખવામાં આવી છે.

NPPAએ પોતાના એક ટ્વીટમાં કહ્યું કે આ તમામ ઉપકરણની સંશોધિત કિંમત 20 જુલાઈ, 2021થી પ્રભાવિત થશે, જે 31 જાન્યુઆરી 2022 સુધી રહેશે. વર્તમાનમાં આ તમામ પાંચેય ઉપકરણો પર માર્જિનની સીમ 3% થી લઈને 709% સુધી છે.

બીજી લહેરમાં બેઝિક ટેસ્ટ ઈક્વિપમેન્ટ્સની ભારે ઉણપ જોવા મળી હતી
મહામારીની બીજી લહેર દરમિયાન ઓક્સિજનની ઉણપ અને બેઝીક ટેસ્ટિંગ ઈક્વિપમેન્ટ્સની માગ એકાએક વધી ગઈ હતી. મેડિકલ સ્ટોરમાં તે ઘણી જ મોંઘી વેચાઈ. તે દરમિયાન હોસ્પિટલમાં દર્દીઓની ભીડ અને સ્વાસ્થ્ય સુવિધાઓની ઉણપને કારણે સાધારણ તપાસ માટે પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઓક્સિજનથી લઈને બેઝિક ટેસ્ટિંગ ઈક્વિપમેન્ટ્સની દેશમાં ઉણપ થવા લાગી હતી. આ કારણે તેના ભાવમાં ઘણો જ વધારો નોંધાયો હતો.

અનેક જરૂરી દવાઓ પર ટેક્સ ઘટ્યો
ગત મહિને જ કેન્દ્ર સરકારે કોરોનાની સારવાર સાથે જોડાયેલી 18 પ્રોડક્ટની ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો. જેમાં હેન્ડ સેનિટાઈઝર, પલ્સ ઓક્સિમીટર, ટેસ્ટ કિટ, એમ્બ્યુલન્સ અને થર્મોમીટર જેવી વસ્તુઓ સામેલ છે. આ રાહત દર 30 સપ્ટેમ્બર, 2021 સુધી લાગુ રહેશે. આ ઉપરાંત કોરોનાની સારવારમાં ઉપયોગી ટેસિલિઝુમેબ અને બ્લેક ફંગસની દવા એમ્ફોટેરિસિન બી પર GSTનો દર 5%થી 0% કરી દેવાયો હતો. સાથે જ રેમડિસિવર પર GST 12%થી ઘટાડીને 5% કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...