તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Committee, Chaired By Tharoor, Sent Summonses To Google And Facebook; Misuse Of The Platform Will Be Questioned

સંસદીય સમિતિના રડાર પર ડિજિટલ મીડિયા:થરુરની અધ્યક્ષતાવાળી કમિટીએ ગૂગલ, ફેસબુકને સમન્સ પાઠવ્યું; પ્લેટફોર્મના ખોટા ઉપયોગ પર કરાશે સવાલ

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • બંને કંપનીઓના અધિકારીઓને મંગળવારે સ્ટેન્ડિંગ કમિટીની સમક્ષ હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે

ઈન્ફોર્મેશન ટેક્નોલોજીની પાર્લિયામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીએ ગૂગલ અને ફેસબુકને સમન્સ પાઠવ્યું છે. બંને ડિજિટલ મીડિયા પર પોતાના પ્લેટફોર્મનો દૂર ઉપયોગ કરવાનો આરોપ છે. કોંગ્રેસ સાંસદ થરુરની આગેવાનીવાળી સ્ટેન્ડિંગ કમિટી ગૂગલ-ફેસબુકના અધિકારીઓને આ અંગે સવાલ કરશે.

ન્યુઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ બંને કંપનીઓના અધિકારીઓને મંગળવારે સ્ટેન્ડિંગ કમિટીની સામે હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. લોકોના અધિકારોને સુરક્ષિત રાખવા અને આ પ્લેટફોર્મના ખોટા ઉપયોગની ફરિયાદ પર સ્ટેન્ડિંગ કમિટી અધિકારીઓનો મત જાણવા માંગે છે.

10 દિવસ પહેલા ટ્વિટરના અધિકારી હાજર થયા હતા
દેશમાં લાગુ નવા આઈટી કાયદા અને સોશિયલ મીડિયા ગાઈડલાઈન્સના પાલનને લઈને 10 દિવસ પહેલા જ ટ્વિટરના અધિકારી આ કમિટી સમક્ષ હાજર થયા હતા. કમિટીએ ટ્વિટરને પોતાના પ્લેટફોર્મના ખોટા ઉપયોગને રોકવા માટે સવાલ કર્યા હતા. કમિટીએ ટ્વિટરને પૂછ્યું હતું કે શું તે દેશમાં લાગુ કાયદાઓનું સન્માન કરે છે કે નહિ. આ સિવાય કન્ટેન્ટને લઈને પણ સવાલ કર્યા હતા. આ અંગે ટ્વિટરે કહ્યું હતું કે અમે પોતાની પોલીસીને ફોલો કરીએ છીએ.

ટ્વિટરે કાયદા મંત્રીને બતાવ્યો હતો અમેરિકાના કાયદાનો ડર
ટ્વિટરે શુક્રવારે કાયદામંત્રી રવિશંકર પ્રસાદનું ટ્વિટર હેન્ડલ એક કલાક માટે બ્લોક કર્યું હતું. ટ્વિટરે રવિશંકર પ્રસાદના એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવેલા કન્ટેન્ટને લઈને વાધો વ્યક્ત કર્યો હતો. અમેરિકન કોપી રાઈટનો હવાલો આપતા કહ્યું હતું કે એકાઉન્ટને સસ્પેન્ડ પણ કરવામાં આવી શકે છે. રવિશંકર પ્રસાદે પહેલા માઈક્રોબ્લોગિંગ અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ કૂ દ્વારા અને પછીથી ટ્વિટર દ્વારા આ માહિતી શેર કરી હતી.

એકાઉન્ટ બ્લોક કરવાને લઈને કમિટી ટ્વિટરને કરશે સવાલ
કોંગ્રેસ સાંસદ શશિ થરુરે કહ્યું કે તેમના ટ્વિટર એકાઉન્ટની સાથે પણ આવુ થઈ ચૂક્યું છે. તેમણે કહ્યું કે પાર્લિયામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટી ઓફ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના અધ્યક્ષ હોવાના કારણે હું કહી શકુ છું કે અમે ટ્વિટર ઈન્ડિયા પાસેથી રવિશંકર પ્રસાદ અને મારુ એકાઉન્ટ લોક કરવા અને ભારતમાં ઓપરેશન દરમિયાન તેમના તરફથી પાલન કરવામાં આવનારા નિયમો અને પ્રક્રિયાઓ વિશે જવાબ માંગીશું.

ટ્વિટર અને સરકાર વચ્ચે ચાલુ છે તણાવ
નવા આઈટી કાયદાઓને લઈને ટ્વિટર અને સરકારની વચ્ચે તણાવ ચાલુ છે. આઈટી રૂલ્સનું પાલન કરવામાં નિષ્ફળ જવા પર ટ્વિટરે ભારતમાં તેને મળેલા થર્ડ પાર્ટી કન્ટેન્ટના લીગલ શીલ્ડને ગુમાવી દીધું છે. એટલે કે સરકાર તરફથી તેને કન્ટેન્ટને લઈને કોઈ પણ પ્રકારની સુરક્ષા આપવામાં આવશે નહિ. સરળ શબ્દોમાં કહેવામાં આવે તો હવે ટ્વિટર ઉપર IPC ધારાઓ અંતર્ગત કાર્યવાહી થઈ શકે છે. આ સ્થિતિ માટે ટ્વિટર પોતે જવાબદાર છે.

25 મેથી ભારતમાં નવા IT નિયમો લાગુ થઈ ચૂક્યા છે. જેને દરેક ડિજિટલ કંપનીએ ફોલો કરવાના છે. નવા નિયમોના પગલે તમામ IT કંપનીઓએ કેટલાક અધિકારીઓને ભારતમાં એપાઈન્ટ કરવાના છે, જોકે ટ્વિટરે ગાઈડલાઈનને ફોલો કરી નથી. સૂત્રોના જણાવ્યા મુજબ, આ માટે કંપનીને વધારાનો સમય અને ઘણા રિમાઈન્ડર પણ આપવામાં આવ્યા હતા.