વીઆઈપી સુરક્ષા કવચ:રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મુર્મૂને ઝેડ પ્લસ સુરક્ષા

નવી દિલ્હી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુર્મૂને સર્વાનુમતે ચૂંટવા BJDની અપીલ

એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને કેન્દ્ર સરકારે ઝેડ પ્લસ સુરક્ષા આપી છે. મંગળવારે તેમની ઉમેદવારીની જાહેરાત સાથે જ ગૃહ મંત્રાલયે સીઆરપીએફને વીઆઈપી સુરક્ષા કવર આપવાનો નિર્દેશ આપ્યો હતો. બુધવારે સવારે તેમના માટે સશસ્ત્રદળોની તહેનાતી કરાઈ હતી. 14-16 સુરક્ષાકર્મી તેમની સાથે રહેશે. તે સાંસદો અને ધારાસભ્યોનો સંપર્ક સાધવા દેશભરની યાત્રા કરશે. તેમના ઓડિશામાં રાયરંગપુરના ઘરે પણ સુરક્ષા તહેનાત રહેશે.

મુર્મૂ શુક્રવારે ઉમેદવારી નોંધાવી શકે છે. વડાપ્રધાન મોદી સહિત વરિષ્ઠ નેતાઓ આ દરમિયાન તેમની સાથે રહી શકે છે. 18 જુલાઈએ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની છે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે દેશનાં પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ તરીકે તેમને સર્વાનુમતે ચૂંટવા માટે તમામ પક્ષોને અપીલ કરી હતી.

યશવંત સિન્હાએ બેઠક કરી, કહ્યું - દેશમાં રબર સ્ટેમ્પ રાષ્ટ્રપતિથી કામ નહીં ચાલે: રાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાએ દિલ્હીમાં એનસીપીના કાર્યાલયે પ્રચારની રણનીતિ મામલે બુધવારે બેઠક કરી હતી. તેમણે કહ્યું કે દેશમાં રબર સ્ટેમ્પ રાષ્ટ્રપતિથી કામ નહીં ચાલે.

અન્ય સમાચારો પણ છે...