• Gujarati News
  • National
  • Shiv Sena President Will Support NDA Candidate In Presidential Election; "Support Murmu, Not BJP," Raut Said

ભાજપ સાથે આવ્યા ઉદ્ધવ ઠાકરે:શિવસેના પ્રમુખ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં NDA ઉમેદવારનું સમર્થન કરશે; રાઉતે કહ્યું- મુર્મૂને સમર્થન, ભાજપને નહીં

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શિવસેના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનું સમર્થન કરશે. ઉદ્ધવ ઠાકરેએ આ અંગે જાહેરાત કરી છે. ઉમેદવારના સમર્થન અંગે ઠાકરેએ સોવમારે એક બેઠક યોજી હતી. બેઠકમાં સામેલ શિવસેના સાંસદોએ મુર્મૂનું સમર્થન કરવાની માગ કરી હતી. બેઠકમાં મુર્મૂ ઉપરાંત વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાના નામ અંગે પણ ચર્ચા થઈ હતી.

બીજી બાજુ, શિવસેના સાંસદ સંજય રાઉતે મંગળવારે કહ્યું કે રાષ્ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મૂના નામ અંગે ચર્ચા થઈ હતી અને મુર્મૂના સમર્થનનો અર્થ ભાજપને સમર્થન એવું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે મુર્મૂ આદિવાસી સમુદાયમાંથી આવે છે અને મહારાષ્ટ્રમાં આશરે 10 ટકા વસ્તી આદિવાસી છે. માટે આ ફેક્ટર તેમના સમર્થનનું મોટું કારણ માનવામાં આવે છે.

ઠાકરેએ કહ્યું કે આ નિર્ણય માટે મારી ઉપર કોઈ જ દબાણ ન હતું
ઠાકરેએ કહ્યું કે એક આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનવાની તક મળી છે તેને ધ્યાનમાં રાખીને અમે દ્રૌપદી મુર્મૂને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. મને ખબર છે કે ત્યારબાદ રાજકારણ શરૂ થઈ જશે, જોકે તેમા કોઈ જ રાજકારણ થવું જોઈએ નહીં. અમે અગાઉ પણ કહ્યું કે UPAના ઉમેદવાર પ્રતિભા પાટીલનું સમર્થન કર્યું હતું.

રાઉતે કહ્યું- શિવસેના દબાણમાં નિર્ણય લેતો નથી
ઠાકરેએ વધુમાં કહ્યું કે આ નિર્ણય માટે મારી ઉપર કોઈ જ પ્રકારનું દબાણ ન હતું, મને તેમા કોઈ જ રાજકીય દ્રષ્ટિકોણ જોયો. એવો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે મારા સાંસદોએ મારી ઉપર દબાણ કર્યું અને મને બળજબરીપૂર્વક નિર્ણય લેવા ફરજ પાડી. સાંસદોએ કહ્યું કે અત્યાર સુધીમાં આ પદ પર કોઈ જ આદિવાસી સમુદાયનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી નથી.

માટે આપણે સૌએ દ્રૌપદી મુર્મૂ જીનું સમર્થન કરવું જોઈએ. ​​​​​​​સંજય રાઉતે કહ્યું કે વિપક્ષે જીવિત રહેવું જોઆઈએ. અગાઉ અમે પ્રતિભા પાટિલનું સમર્થન કર્યું હતું, NDA ઉમેદવારનું નહીં. અમે પ્રણવ મુખર્જીનું પણ સમર્થન કર્યું હતું. શિવસેના દબાણમાં આવી નિર્ણય લેતો નથી.