• Gujarati News
  • National
  • President Ramnath Kovind To Contribute One Month's Salary To PM CARES Fund Appeal For Donation

યોગદાન માટે અપીલ:રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ PM CARES ફંડમાં એક મહિનાના વેતનનું યોગદાન કરશે- દાન આપવા અપીલ કરી

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક ફોટો - Divya Bhaskar
પ્રતિકાત્મક ફોટો
  • રેલવેના કર્મચારીઓએ રૂપિયા 151 કરોડ દાનની જાહેરાત કરી, પિયુષ ગોયેલ એક મહિનનાનો પગાર યોગદાન કરશે
  • રતન ટાટા, મુકેશ અંબાણી અગાઉ જ કોરોના સામે લડવા યોગદાનની જાહેરાત કરી ચુક્યા છે

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કોરોના વાઈરસ સામે લડવા માટે એક મહિનાનુ વેતન પ્રધાનમંત્રી રાહત ફંડમાં દાન આપવાની જાહેરાત કરી છે. આ સાથે તેમણે સંકટની આ ઘડીમાં લોકોને દાન આપવાની પણ અપીલ કરી છે. રાષ્ટ્રપતિ ભવને ટ્વિટ કરી આ અંગેની માહિતી આપી હતી. આ ઉપરાંત રાષ્ટ્રપતિ ભવનના અન્ય કર્મચારીઓ પણ PM CARES ફંડમાં યોગદાન આપી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના આ યોગદાન બદલ પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીએ આભાર વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તમારા આ યોગદાન બદલ રાષ્ટ્રપતિજી તમારો આભાર.

રેલવેના 13 લાખ કર્મચારી એક દિવસનું વેતન, રેલવે પ્રધાન પિયુષ ગોયલ એક મહિનાનું વેતન PM CARESમાં યોગદાન
ભારતીય રેલવેના 13 લાખ કર્મચારીઓ કોરોના સામે લડવા PM CARES ફંડમાં તેમના એક દિવસના વેતનનું દાન કરશે.તમામ 13 લાખ કર્મચારીઓના એક દિવસનું આશરે રૂપિયા 151 કરોડનું ભંડોળ કોરોના સામે લડવા PM CARES ફંડમાં આપવામાં આવશે. આ ઉપરાંત રેલવે પ્રધાન પિયુષ ગોયલ, એમઓએસ સુરેશ અંગાડી એક મહિનાનું વેતન ડોનેટ કરશે.

સીબીએસઈના કર્મચારી પીએમ ફંડમાં વેતનનો અમુક ભાગનું યોગદાન કરશે
સીબીએસઈએ એવા તમામ કર્મચારીઓ કે જે તેમના વેતનનું દાન કરવા આગળ આવી રહ્યા છે તેમનું આશરે રૂપિયા 21 લાખનું પ્રધાનમંત્રી ફંડમાં દાન કરશે. ગ્રુપ એ કર્મચારી બે દિવસના વેતન અને ગ્રુપ બી અને સી કર્મચારી કર્મચારી એક દિવસનું વેતન PM CARES ફંડમાં દાન કરશે, તેમ શિક્ષણ બાબતની સંસ્થાના સચિવ અનુરાગ ત્રિપાઠીએ જણાવ્યું હતું.

કોટક મહિન્દ્રા બેન્ક તથા ઉદય કોટકે રૂા.25-25 કરોડ યોગદાન 
કોટક મહિન્દ્રા બેન્કના મેનેજીંગ ડિરેક્ટર ઉદય કોટકે કોરોના વાઈરસ સામે લડવા પ્રધાનમંત્રી રાહત ફંડ રૂપિયા 25 કરોડ આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત કોટક બેન્ક પણ આ ઈમર્જન્સી ફંડમાં રૂપિયા 25 કરોડ દાન કરશે. કોટક બેન્ક અને ઉદય કોટકે કહ્યું હતું કે તેઓ  પીએમકેર્સ ફંડમાં તાત્કાલિક રીતે રૂપિયા 50 કરોડનું ભંડોળ આપવા કટિબદ્ધ છે (રૂપિયા 25-25 કરોડ), તેમ કોટક બેન્કે જણાવ્યું હતું. 

અનેક અગ્રણી વ્યક્તિઓએ યોગદાનની જાહેરાત કરી
બીજીબાજુ પીએમ કેર્સ ફંડમાં ઉદ્યોગપતિ રતન ટાટા, મુકેશ અંબાણી તેમ જ બોલીવુડમાંથી અક્ષય કુમાર તથા બીસીસીઆઈએ આ ફંડમાં યોગદાન આપ્યું છે. આ ઉપરાંત દેશવાસીઓ પણ આર્થિક મદદની અગાઉ જાહેરાત કરી ચુક્યા છે.

PM CARES ફંડ શું છે? 
સરકાર દ્વારા કોરોના વાઈરસના ફેલાવાને અટકાવવા અને ઈમર્જન્સી સ્થિતિનો સામનો કરવા માટે પ્રધાનમંત્રી Citizen Assistance and Relief in Emergency Situations (CARES)ની રચના કરવામાં આવી છે. આ ફંડમાં યોગદાન આપનારને કરવેરામાં પણ કેટલીક છૂટ મળશે.

અન્ય સમાચારો પણ છે...