• Gujarati News
  • National
  • President Ram Nath Kovind Gives Gallantry Awards । Soldiers Including Abhinandan Varthaman

અભિનંદનને વીરચક્ર:પાકિસ્તાનના F-16 ફાઇટર જેટને ધ્વસ્ત કરનાર કેપ્ટન અભિનંદન વર્ધમાનને વીરચક્ર, તાળિઓથી ગુંજી ઊઠ્યું રાષ્ટ્રપતિ ભવન

6 દિવસ પહેલા

બાલાકોટ એરસ્ટ્રાઈકના હીરો અને પાકિસ્તાનનું F-16 ફાઈટર જેટ ધ્વસ્ત કરનાર ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાનને સોમવારે સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાથોથી તેમને વીરચક્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. અભિનંદનના સન્માન દરમિયાન રાષ્ટ્રપતિ ભવન તાળિઓથી ગુંજી ઊઠ્યું. અભિનંદને 2019માં પાકિસ્તાની F-16 લડાકુ વિમાનને હવાઈ યુદ્ધમાં ધ્વસ્ત કર્યું હતું. એ સમયે તેઓ વાયુસેનામાં વિંગ કમાન્ડર હતા.

પુલવામાં હુમલા બાદ ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદી કેમ્પો પર એરસ્ટ્રાઈક કરી હતી. એમાં ઘણા આતંકવાદી માર્યા ગયા હતા અને તેમનાં ઠેકાણાં પણ નષ્ટ કરાયાં હતાં. ત્યાર બાદ પાકિસ્તાની લડાકુ વિમાનોએ ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો, જેનો ભારતે આકરો જવાબ આપ્યો હતો.

કેપ્ટન અભિનંદને પોતાની આઈકોનિક મૂછો ટ્રિમ કરાવી નાખી છે

પાકિસ્તાને 1 માર્ચની રાત્રે અભિનંદનને ભારત પરત મોકલ્યા હતા
કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ CRPFના જૂથ પર આત્મઘાતી હુમલો થયો હતો, જેમાં 40 જવાનો શહીદ થયા હતા. હુમલાની જવાબદારી આતંકી મસૂદ અઝહરના સંગઠને લીધી હતી. આ હુમલા બાદ ભારતે 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરી હતી. એનાથી ગભરાયેલા પાકિસ્તાને આગલા દિવસે એટલે કે 27 ફેબ્રુઆરીએ કેટલાંક એફ-16 વિમાનોને કાશ્મીરમાં ભારતનાં સૈન્ય ઠેકાણાં પર હુમલો કરવા મોકલ્યાં હતાં.

પાકિસ્તાની વિમાનોએ ભારતીય એરસ્પેસમાં ઘૂષણખોરી કરીને હુમલો કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ભારતીય વાયુસેનાની તાકાતથી પાકિસ્તાન કશું જ કરી ન શક્યું. ભારતનાં મિગ-21 અને મિરાજ 2000 લડાકુ વિમાનોએ પાકિસ્તાનને આકરો જવાબ આપ્યો હતો. મિગ-21ના પાયલોટ અભિનંદને ડોગ ફાઈટમાં પાકિસ્તાનના વિમાનને ધ્વસ્ત કર્યું હતું. આ દરમિયાન ભારતીય વિમાન પણ POKમાં જઈને પડ્યું અને પાકિસ્તાની સૈનિકોએ અભિનંદનને પકડી લીધા હતા. ત્યાર બાદ ભારતે વ્યૂહરચના ઘડીને 1 માર્ચે તેમને છોડાવી દીધા હતા.

બાલાકોટ એરસ્ટ્રાઈકના હીરો ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાનને શૌર્ય ચક્રથી સન્માનિત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ.
બાલાકોટ એરસ્ટ્રાઈકના હીરો ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાનને શૌર્ય ચક્રથી સન્માનિત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ.
વીરચક્ર લેવા માટે રાષ્ટ્રપતિ ભવનના સભાગૃહમાં પહોંચેલા ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાન. સાથે જ ખુરશીઓ પર બેસેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રક્ષામંત્રી રાજનાથ સિંહ.
વીરચક્ર લેવા માટે રાષ્ટ્રપતિ ભવનના સભાગૃહમાં પહોંચેલા ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાન. સાથે જ ખુરશીઓ પર બેસેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રક્ષામંત્રી રાજનાથ સિંહ.
અભિનંદનનું મિરાજ 2000 ફાઈટર જેટ ક્રેશ થયા બાદ પાકિસ્તાનના સૂબેદાર અહમદ ખાને પકડ્યા હતા. 17 ઓગસ્ટ 2019એ અહમદ ખાન ઘૂષણખોરોની મદદ કરતા સમયે ભારતીય સેનાની ફાયરિંગમાં માર્યો ગયો હતો
અભિનંદનનું મિરાજ 2000 ફાઈટર જેટ ક્રેશ થયા બાદ પાકિસ્તાનના સૂબેદાર અહમદ ખાને પકડ્યા હતા. 17 ઓગસ્ટ 2019એ અહમદ ખાન ઘૂષણખોરોની મદદ કરતા સમયે ભારતીય સેનાની ફાયરિંગમાં માર્યો ગયો હતો
શહીદ નાયબ સૂબેદાર સોમબીરને મરણોપરાંત શૌર્યચક્રથી સન્માનિત કરવામાં આવ્યા. તેમણે જમ્મુ-કાશ્મીરમાં ખૂનખાર આતંકવાદીને માર્યો હતો. તેમની પત્ની અને માતાએ રાષ્ટ્રપતિના હાથે સન્માન સ્વીકાર્યું.
શહીદ નાયબ સૂબેદાર સોમબીરને મરણોપરાંત શૌર્યચક્રથી સન્માનિત કરવામાં આવ્યા. તેમણે જમ્મુ-કાશ્મીરમાં ખૂનખાર આતંકવાદીને માર્યો હતો. તેમની પત્ની અને માતાએ રાષ્ટ્રપતિના હાથે સન્માન સ્વીકાર્યું.
શહીદ મેજર વિભૂતિ શંકર ઢોંડિયાલને મરણોપરાંત શૌર્યચક્રથી સન્માનિત કરવામાં આવ્યા. તેમની પત્ની લેફ્ટનન્ટ નિકિતા કૌલ અને માએ સન્માન ગ્રહણ કર્યું. તેમણે આતંકીઓ પાસેથી 200 કિલો વિસ્ફોટક ઝડપીને 5 આતંકવાદીને માર્યા હતા.

રાષ્ટ્રપતિને કોપ્સ ઓફ એન્જિનિયર્સના સેપર શહીદ પ્રકાશ જાધવને મરણોપરાંત બીજો સર્વોચ્ચ શાંતિકાલ વીરતા પુરસ્કાર કીર્તિચક્રથી સન્માનિત કરાયા. તેમની પત્ની અને માએ અવોર્ડ સ્વીકાર્યો. તેઓ જમ્મુ-કાશ્મીરમાં લડતા-લડતા શહીદ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...