તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • President Nitish Can Declare War With BJP In West Bengal Himself, Change In Organization Is Also Being Discussed

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જેડીયૂની રાષ્ટ્રીય કાર્યકારિણી શરૂ:ભાજપ સહયોગી સાથે દગો કરવાનું બંધ કરેઃ જેડીયુ

પટના2 મહિનો પહેલા
મુખ્યમંત્રી નીતીશ કુમારની અધ્યક્ષતામાં જેડીયૂ કાર્યાલય પર મહામંથન. - Divya Bhaskar
મુખ્યમંત્રી નીતીશ કુમારની અધ્યક્ષતામાં જેડીયૂ કાર્યાલય પર મહામંથન.

બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારના નજીક ગણાતા રામચંદ્ર પ્રસાદસિંહ જેડીયુના નવા રાષ્ટ્રપ્રમુખ બન્યા છે. અધ્યક્ષ બનતા જ તેમને ઇશારામાં અરુણાચલ પ્રદેશની ઘટના અંગે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે પોતાના સહયોગીઓ વિરુદ્ધ ષડયંત્ર રચવું જોઈએ નહીં અને તેમની સાથે દગો કરવો જોઈએ નહીં. ગયા સપ્તાહે અરુણાચલમાં જેડીયુના 7માંથી 6 ધારાસભ્ય ભાજપમાં જોડાયા હતા. સિંહને નીતિશના ખાસ ગણવામાં આવે છે. ભાજપ આ નિમણૂકથી ખુશ નથી. આરજેડીએ પણ અરુણાચલ અંગે નીતિશને પડકાર ફેંક્યો છે.

સીએમ નીતીશ કુમાર બંગાળની ચૂંટણીમાં પોતાને ભાજપ સામેની લડાઈની જાહેરાત પોતે કરી શકે છે. તેમજ સંગઠનમાં પરિવર્તન અંગે બેઠકમાં મંથન ચાલી રહ્યું છે. રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં તમિલનાડુ, કેરળ, બંગાળ અને ઝારખંડના પ્રતિનિધિઓ પણ પહોંચ્યા છે. બેઠક પૂર્વે જેડીયૂના મહાસચિવ સંજય ઝાએ કહ્યું હતું કે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં દરેક મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે અરૂણાચલના મુદ્દે પણ વાત થશે, તેની અસર બિહારમાં જોવા નહીં મળે. અમારું સંગઠન બિહારમાં છે, તેની બહાર અમે અમને-સામને લડતા રહીએ છીએ.

બેઠકમાં જતા પહેલા મીડિયા સાથે વાત કરતા જેડીયૂના મહામંત્રી સંજય ઝા
બેઠકમાં જતા પહેલા મીડિયા સાથે વાત કરતા જેડીયૂના મહામંત્રી સંજય ઝા

પાંચ વર્ષ સુધી ચાલશે સરકાર
જેડીયૂના નેતા સંજય ઝાએ પણ કહ્યું હતું કે અમારા ધારાસભ્યો અરુણાચલમાં સમર્થન આપી રહ્યા હતા, આ પછી પણ કેમ તૂટ્યું, તે મંથનનો વિષય છે. વિરોધીઓ પણ નિશાન બનાવી રહ્યા છે, આ સિવાય તેમની પાસે શું કામ છે?તેઓ માત્ર સપના જોતાં રહ્યા, સરકાર પાંચ વર્ષ સુધી ચાલશે. આ પાંચ વર્ષમાં કોઈને માટે કોઈ જ સંભાવના નથી. જ્યારે, બેઠકમાં ભાગ લેતા પહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી અલી અશરફ ફાતમી જણાવ્યુ કે અરુણાચલમાં જે થયું, તે ખૂબ જ દુખદ છે. જ્યારે, બેઠકમાં ભાગ લેવા આવેલ શ્રાવણ કુમારે અરુણાચલ મુદ્દે કહ્યું કે કભી ખુશી, કભી ગમનો સમય આવ્યા રહે છે. જેડીયૂ પહેલેથી જ તેનો સામનો કરી રહ્યું છે. દરેક પરિસ્થિતીમાં સામનો કરીશું.

પ.બંગાળમાં ચૂંટણી મુદ્દે ચર્ચા કરતાં ગુલામ રસુલ બલિયાવી.
પ.બંગાળમાં ચૂંટણી મુદ્દે ચર્ચા કરતાં ગુલામ રસુલ બલિયાવી.

બંગાળની ચૂંટણી અંગે ચર્ચા
રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પૂર્વે પં. બંગાળના પ્રભારી ગુલામ રસુલ બલિયાવી બંગાળની ચૂંટણી અંગે ચર્ચા કરતા જોવા મળ્યા હતા. બલિયાવી સાથે પં.બંગાળના જેડીયૂ પ્રદેશ અધ્યક્ષ અશોકકુમાર દાસ નજરે પડ્યા. જેડીયૂ બંગાળની ચૂંટણીને પણ ખૂબ મહત્વપૂર્ણ માનીને ચાલી રહ્યું છે.

કેસી ત્યાગીના નિવેદન પર રાજકીય હંગામો થયો હતો
આ અગાઉ શનિવારે જેડીયૂ નેશનલ કાઉન્સિલની બેઠક મળી હતી. તેમાં પાર્ટીના 25 નેતાઓએ ભાગ લીધો હતો. બેઠકમાં જતા પહેલા ભાજપ અને કેસી ત્યાગીનું નિવેદન મુદ્દે ભાજપ અને જેડીયૂ વચ્ચે હંગામો પણ મચ્યો હતો. કે.સી. ત્યાગીએ કહ્યું હતું કે અરૂણાચલમાં ભાજપે જે કર્યું તે અમિત્રતાપૂર્ણ વ્યવહાર છે. જેડીયૂના રાષ્ટ્રીય મહામંત્રી દ્વારા નિવેદન આવતાની સાથે જ ભાજપે પલતવાર કર્યો હતો. ભાજપના પ્રવક્તા પ્રેમરંજન પટેલે કહ્યું કે જેડીયૂએ તેના ધારાસભ્યોને કંટ્રોલમાં રાખવા જોઈએ, તેઓ ભાજપને બિનજરૂરી રીતે દોષી ઠેરવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો