તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • President Kovinde Approves Appointment Of Chief Justice, Will Take Oath On April 24; CJI Bobde Proposed The Name

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જસ્ટિસ રમણ બનશે નવા CJI:રાષ્ટ્રપતિ કોવિંદે ચીફ જસ્ટિસની નિમણૂંકને મંજૂરી આપી, 24 એપ્રિલે લેશે શપથ; CJI બોબડેએ નામનો પ્રસ્તાવ મૂક્યો હતો

નવી દિલ્હી11 દિવસ પહેલા
  • દેશના 48માં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) બનશે જસ્ટિસ એનવી રમના

ન્યાયમૂર્તિ નુતલપતિ વેંકટ રમણ દેશના 48માં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) બનશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમની નિમણૂંકને મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિથી મંજૂરી મળ્યા બાદ જસ્ટિસ રમણ હવે 24 એપ્રિલે શપથ લેશે. તેઓ હાલના CJI એસએ બોબડે બાદ સુપ્રીમ કોર્ટના બીજા સૌથી વરિષ્ઠ ન્યાયમૂર્તિ છે.

જસ્ટિસ બોબડેના નામ પ્રસ્તાવ મૂક્યો હતો
CJI બોબડેએ જસ્ટિસ રમણના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. બોબડે 23 એપ્રિલના રોજ નિવૃત્ત થવાના છે. નિયમ મુજબ, CJIએ પોતાની નિવૃત્તિના એક મહીના પહેલા નવા ચીફ જસ્ટિસના નામનો પ્રસ્તાવ કાયદા મંત્રાલયને મોકલવાનો હોય છે. ત્યાથી મંજૂરી મળ્યા બાદ તેને રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે.

આંધ્રપ્રદેશ હાઇકોર્ટના પહેલા એવા જજ જે CJI બનશે
જસ્ટિસ રમણ આંધ્રપ્રદેશ હાઇકોર્ટના પહેલા એવા જજ છે, જેઓ CJI બનવા જઇ રહ્યા છે. જસ્ટિસ રમણ 26 ઓગસ્ટ 2020ના રોજ નિવૃત્ત થશે. એટલે કે તેમની કાર્યકાલ બે વર્ષથી ઓછો બચ્યો છે. નવેમ્બર 2019માં જસ્ટિસ બોબડેએ 47માં CJI તરીકે શપથ લીધા હતા.

જસ્ટિસ રંજન ગોગોઈની નિવૃત્તિ બાદ જસ્ટિસ બોબડેને CJI બનાવવામાં આવ્યા હતા. આ પહેલા કેન્દ્ર સરકારે ગત સપ્તાહે જ જસ્ટિસ બોબડેને કહ્યું હતુ કે તેઓ આગામી CJIનું નામ સૂચવશે. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે બોબડેને આ મુદ્દે પત્ર લખ્યો હતો.

1983માં જસ્ટિસ રમણએ વકીલાતની શરૂઆત કરી હતી
જસ્ટિસ રમણનો જન્મ 27 ઓગસ્ટે 1957ના રોજ આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાના પોન્નવરમ ગામમાં થયો હતો. 10 ફેબ્રુઆરી 1983માં તેમણે વકીલાતની શરૂ કરી હતી. 27 જૂન 2000માં તેઓ આંધ્રપ્રદેશના હાઇકોર્ટમાં કાયમી જજ તરીકે નિમણૂંક થયા. જસ્ટિસ રમણને ફેબ્રુઆરી 2014માં સુપ્રીમ કોર્ટના જજ નિમણૂક કરવામાં આવ્યા હતા. તેમણે 10 ફેબ્રુઆરી 1983માં વકીલાત સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

આ ત્રણ ઐતિહાસિક ચુકાદામાં રહ્યા જસ્ટિસ રમણ

  • જસ્ટિસ રમણએ 10 ફેબ્રુઆરી 2020ના રોજ જમ્મુ કાશ્મીરમાં ઇન્ટરનેટના સસ્પેન્શનની તુરંત સમીક્ષા કરવાનો ચુકાદો સંભળાવ્યો હતો.
  • તેઓ તે ઐતિહાસિક બેંચમાં પણ સામેલ હતા, જેણે 13 નવેમ્બર 2019માં CJIની ઓફિસને RTI હેઠળ લાવવાનો નિર્ણય આપ્યો હતો.
  • જસ્ટિસ રમણ અને જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે જાન્યુઆરી 2021માં ચુકાદો આપ્યો હતો કે કોઈ હાઉસવાઈફ મહિલાના કામનું મૂલ્ય તેના ઓફિસે જનાર પતિ કરતાં ઓછું નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો