રાષ્ટ્રપતિ ચૂંટણીની તારીખો જાહેર:ચૂંટણીપંચે કહ્યું, 18 જુલાઈએ મતદાન અને જરૂર પડશે તો 21 જુલાઈએ કાઉન્ટિંગ

21 દિવસ પહેલા
  • ગઈ વખતે 17 જુલાઈ 2017ના રોજ નવા રાષ્ટ્રપતિની ચૂંટણી થઈ હતી

દેશમાં રાષ્ટ્રપતિ ચૂંટણી 2022નું રણશિંગુ ફૂંકાવાનો સમય આવી ગયો છે. આજે ચૂંટણીપંચ રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. ચૂંટણીપંચે કહ્યું હતું કે 18 જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કરવામાં આવશે અને જરૂર પડશે તો 21 જુલાઈએ મતગણતરી કરવામાં આવશે. નોંધનીય છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થવાનો છે. ચૂંટણી પંચે કહ્યું છે કે, ચૂંટણીની દરેક પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરાવવામાં આવશે.

ઈલેક્શન કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 15 જૂને ચૂંટણીની અન્ય માહિતી જાહેર કરવામા આવશે અને 18 જુલાઈએ વોટિંગ કરવામાં આવશે. 21 જુલાઈએ કાઉન્ટિંગ ખતમ થયા પછી જ રાષ્ટ્રપતિના નામની જાહેરાત કરવામાં આવશે. 2017માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા રામનાથ કોવિંદનો કાર્યકાળ 25 જુલાઈએ ખતમ થવાનો છે. તેઓ દેશના 15માં રાષ્ચ્રપતિ છે.

ચૂંટણી પંચ જ પેન આપશે
ઈલેકશન કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વોટ આપવા માટે ચૂંટણી પંચ તરફથી જ આપવામાં આવેલી પેનનો ઉપયોગ કરવામાં આવશે. જો કોઈ બીજી પેનનો ઉપયોગ કરવામાં આવ્યો હશે તો તેને અમાન્ય જાહેર કરવામાં આવશે. તેમણે કહ્યું કે, 766 સાંસદ અને 4033 ધારાસભ્ય એટલે કે કુલ 4809 મતદારો વોટિંગ કરી શકશે. વ્હિપ લાગુ નહીં થાય અને મતદાન સંપૂર્ણ રીતે ગુપ્ત રહેશે.

ચૂંટણીની વાત કરીએ તો NDAની સ્થિતિ ગઈ વખતની જેમ આ વખતે પણ મજબૂત છે. પરંતુ તેમણે આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા પાસે સમર્થન માંગ્યું છે. જ્યારે UPAની નજર રાજ્યસભાની 16 સીટો પર છે. આ સીટો પર 10 જૂને ચૂંટણી થવાની છે.

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડી યુપીએ ગઠબંધન કરતાં આગળ
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાન કરવાર લોકસભા અને રાજ્યસભાના સાંસદો અને રાજ્યો અને સંઘ શાસિત રાજ્યોના ધારાસભ્યોની સંખ્યાના આધારે એનડીએ ગઠબંધન યુપીએ ગઠબંધનની સરખામણીએ ખૂબ આગળ છે.

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાન કરનાર રાજકીય ગઠબંધનોની વાત કરીએ તો કોંગ્રેસના નેતૃત્વવાળા યુપીએ ગઠબંધન પાસે હાલ 23 ટકા વોટબેન્ક છે, જ્યારે એનડીએ ગઠબંધન પાસે યુપીએ કરતાં બમણી એટલે કે અંદાજે 49 ટકા વોટ છે.

જાણો રાષ્ટ્રપતિ ચૂંટણીની પ્રક્રિયા
ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદનાં બંને ગૃહો લોકસભા અને રાજ્યસભા, એ ઉપરાંત વિધાનસભાના નિમાયેલા સભ્યો દ્વારા મતદાન કરીને રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિની નિમણૂક કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...