રાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાન:ગુજરાતમાં NCPનાં ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કર્યું; શિવપાલે કહ્યું- નેતાજીને ISI એજન્ટ કહેનારને હું મત નહીં આપું

નવી દિલ્હી5 મહિનો પહેલા
  • બિહારમાં ધારાસભ્ય સ્ટ્રેચર પર મતદાન કરવા પહોંચ્યા હતા
  • બંગાળ અને યુપીમાં સપા-ભાજપને ક્રોસ વોટિંગનો ડર

15મા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. વોટિંગ સવારે 10 વાગ્યે શરૂ થયું, જે સાંજના 5 વાગ્યા સુધી ચાલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ ભવન પરિસરમાં બનાવાયેલા મતદાન કેન્દ્ર પર મત આપ્યો છે. એનડીએ તરફથી દ્રૌપદી મુર્મુ અને વિપક્ષ તરફથી યશવંત સિન્હા ઉમેદવાર છે.

ગુજરાતમાં NCP ધારાસભ્ય કાંધલ જાડેજાએ ક્રોસ વોટિંગ કર્યું છે. જાડેજાએ દ્રૌપદી મુર્મુને મત આપ્યો છે. યુપીમાં સપાના ધારાસભ્ય શિવપાલ યાદવે કહ્યું હતું કે નેતાજી (મુલાયમ સિંહ યાદવ)ને ISIના એજન્ટ કહેનાર યશવંત સિંહાને મત નહીં આપું.

ચૂંટણીમાં 4800થી વધારે સાંસદ અને ધારાસભ્યો મતદાન કરશે. 21 જુલાઈના રોજ મતગણતરી થશે, નવા રાષ્ટ્રપતિ 25 જુલાઈના રોજ શપથ લેશે.

મતદાન બાબતમાં મુખ્ય અપડેટ્સ...

  • બિહારના સીતામઢીના ધારાસભ્ય મિથિલેશ કુમાર પોતાનો મત આપવા માટે સ્ટ્રેચર પર પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે દેશ માટે લાખો સૈનિકોએ બલિદાન આપ્યું છે. તેમના અકસ્માતથી કોઈ ફરક પડતો નથી.
  • રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્મા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
  • એનડીએ તરફથી દ્રૌપદી મુર્મુ અને વિપક્ષ તરફથી યશવંત સિંહા ઉમેદવાર છે. અત્યાર સુધીમાં 350થી વધુ મત અપાઈ ગયા છે.
  • ઉત્તર પ્રદેશમાં, સપાના બરેલી જિલ્લાના ભોજીપુરાના ધારાસભ્ય શહજીલ ઈસ્લામે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું.
  • આસામના AIUDFના ધારાસભ્ય કરીમુદ્દીન બારભુઈયાએ દાવો કર્યો છે કે કોંગ્રેસના ધારાસભ્યોએ આસામમાં ક્રોસ વોટિંગ કર્યું છે.

બંગાળમાં ભાજપને અને યુપીમાં સપાને ક્રોસ વોટિંગનો ડર
બંગાળમાં ભાજપે ક્રોસ વોટિંગ રોકવા માટે ધારાસભ્યોને કોલકાતાની એક હોટલમાં રાખ્યા છે. અહીંથી તમામ ધારાસભ્યોને વિધાનસભામાં લાવી મતદાન કરાવાઈ રહ્યું છે. પાર્ટીના શુબેન્દુ અધિકારી, મનોજ તિગ્ગા અને સ્વપન મજુમદારને ક્રોસ વોટિંગ રોકવા માટે જવાબદારી અપાઈ છે. આ તરફ યુપીમાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્યો પણ ક્રોસ વોટિંગ કરી શકે છે. વોટિંગ માટે સાંસદોને લીલા અને ધારાસભ્યોને ગુલાબી રંગના મતપત્ર આપવામાં આવી રહ્યા છે. ગુપ્તતા જાળવવા માટે બેલેટ પેપર સિરિયલ નંબરની જગ્યાએ રેન્ડમ અપાઈ રહ્યા છે.

કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ અને અનુરાગ ઠાકુર મતદાન કરવા માટે પહોંચ્યા હતા.
કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ અને અનુરાગ ઠાકુર મતદાન કરવા માટે પહોંચ્યા હતા.
સંસદ ભવન સંકુલમાં મતદાન દરમિયાન કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ.
સંસદ ભવન સંકુલમાં મતદાન દરમિયાન કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં સંસદભવન સંકુલમાં મતદાન કર્યું હતુ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં સંસદભવન સંકુલમાં મતદાન કર્યું હતુ.

આ માટે મુર્મુની જીત પાક્કી મનાય છે
ભાજપે 21 જૂને મુર્મુને ઉમેદવાર બનાવ્યા હતા. ત્યારે એનડીએના ખાતામાં 5,63,825, એટલે કે 52% મત હતા. 24 વિપક્ષી દળ સાથે હોવાથી સિન્હા સાથે 4,80,748, એટલે કે 44% મત હોવાનું માનવામાં આવતું હતું. છેલ્લા 27 દિવસમાં એનડીએમાં ન હોય તેવા પક્ષોનું પણ મુર્મુને સમર્થન મળતાં તેમનો પક્ષ મજબૂત બની ગયો છે. તમામ 10,86,431 મત પડે તો 6.67 લાખ (61%)થી વધારે મત મુર્મુને મળે. જીત માટે 5,40,065 મત જોઈએ.

ગુજરાત વિધાનસભા સંકુલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મત આપ્યો, 177 ધારાસભ્ય મતદાન કરશે

મતદાન કરી રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.
મતદાન કરી રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.

ગાંધીનગર વિધાનસભા સંકુલમાં મતદાન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત NCP અને BTPના કુલ મળીને 177 ધારાસભ્ય મતદાનમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં એક ધારાસભ્યના મતનો ભારાંક 147 થવા જાય છે. વસતિ ગણતરીના આધારે મતનું ભારાંક નક્કી કરવામાં આવે છે. હવે આ ચૂંટણીમાં ભાજપના 111 ધારાસભ્ય મતદાન કરવાના છે. ત્યારે મતોનું મૂલ્ય 16317 થશે. રાષ્ટ્રપતિપદની ચૂંટણીને પગલે ભાજપના દંડકે મતદાન પૂર્ણ ના થાય ત્યાં સુધી ભાજપના ધારાસભ્યોને ગાંધીનગર નહીં છોડવા આદેશ કર્યો છે.

તસવીરોમાં જુઓ રાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાન....

બિહારના સીતામઢીના ધારાસભ્ય મિથિલેશ કુમાર સ્ટ્રેચર પર મતદાન કરવા આવ્યા હતા.
બિહારના સીતામઢીના ધારાસભ્ય મિથિલેશ કુમાર સ્ટ્રેચર પર મતદાન કરવા આવ્યા હતા.
રાજસ્થાનના મુખ્યમંત્રીએ જયપુરમાં મતદાન કર્યું હતું.
રાજસ્થાનના મુખ્યમંત્રીએ જયપુરમાં મતદાન કર્યું હતું.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે યુપી વિધાનસભામાં મતદાન કર્યું.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે યુપી વિધાનસભામાં મતદાન કર્યું.
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ચેન્નઈમાં મતદાન કર્યું.
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ચેન્નઈમાં મતદાન કર્યું.
અન્ય સમાચારો પણ છે...