• Gujarati News
  • National
  • Preparing To Raise Fat sugar Standards In Food Packets 8 Times, This Is Dangerous, People Will Not Even Be Told

ભાસ્કર બ્રેકિંગ:ફૂ઼ડ પેકેટની ખાદ્ય ચીજવસ્તુઓમાં ફેટ-શુગરના માપદંડ 8 ગણા વધારવાની તૈયારી, આ ખતરનાક, લોકોને જણાવાશે પણ નહીં

નવી દિલ્હી4 મહિનો પહેલાલેખક: સ્કન્દ વિવેક ધર
  • કૉપી લિંક
  • એફએસએસએઆઈના વર્કિંગ ગ્રૂપે બે વર્ષ જૂના નિયમોમાં ફેરફારનો ડ્રાફ્ટ સોંપ્યો

ફૂડ પેકેડમાં આવતા ખાદ્યપદાર્થો ખૂબ જ નુકસાનકારક છે કે નહીં તે નક્કી કરવાના માપદંડ લાગુ કરતા પહેલા જ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એફએસએસએઆઈ)એ તેમાં ફેરફારની તૈયારી શરૂ કરી છે. ખાદ્ય નિયમન કરતી આ સંસ્થાના વર્કિંગ ગ્રૂપે નવા તૈયાર કરેલા માપદંડ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના માપદંડથી આઠ ગણા વધારે છે.

આ માપદંડો નવેમ્બર સુધી લાગુ કરવાની યોજના છે. જો આ લાગુ થઈ જશે તો ખાદ્ય પદાર્થોમાં ફેટ, સોડિયમ (મીઠું) અને શુગર આંતરરાષ્ટ્રીય માપદંડથી અનેક ગણા ‌વધુ થઈ જશે. આમ છતાં, તેને હેલ્ધી એટલે કે આરોગ્યપ્રદ મનાશે. તેનાથી લોકોને ખબર નહીં પડે કે, તેઓ જે ખાઈ રહ્યા છે તે તેમના માટે આરોગ્યપ્રદ છે કે નહીં. હકીકતમાં બે વર્ષ પહેલા લેબલિંગ અને ડિસ્પ્લે રેગ્યુલેશન ડ્રાફ્ટ જારી થયો હતો. તેમાં ડબલ્યુએચઓએ નક્કી કરેલા સોડિયમ, શુગરના માપદંડો અપનાવાયા હતા, જ્યારે ફેટના માપદંડમાં પણ થોડી ઢીલ અપાઈ હતી. સૂત્રોના જણાવ્યાનુસાર, ફૂડ ઈન્ડસ્ટ્રીના દબાણમાં એ નિયમો લાગુ ના થઈ શક્યા.

ત્યાર પછી ડિસેમ્બર 2020માં એફએસએસએઆઈ દ્વારા પ્રકાશિત સંશોધનમાં જણાવાયું હતું કે, આ માપદંડોથી દેશમાં વેચાતા 90%થી વધુ ઉત્પાદનો બિનઆરોગ્યપ્રદ શ્રેણીમાં જતા રહેશે. બાદમાં એફએસએસએઆઈએ માપદંડોની સમીક્ષા કરવા છ સભ્યનું જૂથ બનાવ્યું.

આ અંગે એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, આ જૂથે જે માપદંડ અપનાવ્યા છે, તેમાં પહેલાની તુલનામાં આઠ ગણી વધુ ઢીલ અપાઈ છે. ફૂડ ઈન્ડસ્ટ્રી એવું કહીને માપદંડોમાં ઢીલ માંગે છે કે, તે માપદંડો પ્રમાણે તેઓ ખાદ્યોનું ઉત્પાદન જ નથી કરી શખતા. નોંધનીય છે કે, હાલ દેશમાં ફૂડ માર્કેટનું કદ રૂ. 2.5 લાખ કરોડથી વધુનું છે.

અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડથી અનેક ગંભીર બીમારીનો ખતરો
ફૂડ એક્ટિવિસ્ટ અને બ્રેસ્ટફીડ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના કો-ઓર્ડિનેટર ડૉ. અરુણ ગુપ્તા કહે છે કે, કોઈ ચીજ હાનિકારક હોય તો આપણને ખબર હોવી જોઈએ. જેમ કે, તમાકુ ઉત્પાદનો. વધુ ખાંડ, મીઠું અને ચરબી ધરાવતા ખાદ્યો અલ્ટ્રા પ્રોસેસ્ડ છે. તેનાથી કેન્સર, ડાયાબિટીસ, હાઈપરટેન્શન અને સ્થૂળતા જેવી બીમારી થાય છે. ખોરાકમાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ 10% હોય તો પણ આ રોગોનો ખતરો 10% વધે છે.

અન્ય સમાચારો પણ છે...