વધતી મોંઘવારી વચ્ચે રાહતની આશા:GST સ્લેબ બદલવા તૈયારી, 5%નો સ્લેબ નાબૂદ કરી 3% કરવાની તૈયારી

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 5%નો સ્લેબ સમાપ્ત કરવાનો પ્રસ્તાવ, કેટલીક વસ્તુઓ 8%ના સ્લેબમાં આવી શકે

કેન્દ્ર સરકાર જીએસટીના 5% સ્લેબને સમાપ્ત કરવાની તૈયારીમાં છે. જેમાં સામેલ મોટાભાગની વસ્તુઓને 3% અને બાકીનીને 8%ના સ્લેબમાં મુકવાનો પ્રસ્તાવ છે. તેના પર આવતા મહિને મળનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવાશે. સૂત્રો અનુસાર, 3%ના દાયરામાં સામેલ કરવામાં આવનારી મોટાભાગની વસ્તુઓ સામાન્ય ઉપભોગની છે.

આ સ્લેબમાં આવનારી મોટાભાગની વસ્તુઓ બિન-ખાદ્ય હોઈ શકે છે. 5% સ્લેબમાં હાલ મુખ્યત્વે પેકેજ્ડ ખાદ્ય પદાર્થ સામેલ છે, જેમને 8%ના સ્લેબમાં મુકવામાં આવી શકે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે, આ સ્લેબમાં જો 3%નો વધારો થાય છે તો સરકારને વાર્ષિક રૂ.1.5 લાખ કરોડની વધારાની આવક થઈ શકે છે.

5% ટેક્સ સ્લેબમાં રહેલી મુખ્ય વસ્તુઓ

  • ખાદ્ય તેલ, ખાંડ, મિઠાઈ, કાજુ
  • ઈન્સ્યુલિન જેવી જીવનરક્ષક ડ્રગ્સ-મેડિસિન, સિક્કા-પદક, બરફ
  • વોકિંગ સ્ટિક, દિવ્યાંગોને કામમાં આવતી એક્સેસરીઝ
  • બાયોગેસ, ફર્ટિલાઈઝર્સ અને અગરબત્તી
  • કોલસો, ફ્લાય એશ બ્લોક્સ, મેટિંગ અને ફ્લોર કવરિંગ
  • વિન્ડ-બેસ્ડ આટા ચક્કી કે પવનચક્કી, નેચરલ કોર્ક પરિવહન સેવાઓ
  • ઈંધણ ખર્ચ વગર મોટર કેબ ભાડે પર લેવી

મે મહિનાની શરૂઆતમાં જ ભલામણો સોંપાશે
કર્ણાટકના મુખ્યમંત્રી બાસવરાવ બોમ્મઈની અધ્યક્ષતામાં રાજ્યોના મંત્રીઓની એક સમિતિ બની છે. જેને જીએસટીના દરોને તર્કસંગત બનાવીને, વિસંગતિઓ દૂર કરી આવક વધારવાની પદ્ધતિ અંગે સુચન કરવાનું કામ સોંપાયું છે. આ સમિતિ મે મહિનાની શરૂઆતમાં સરકારને પોતાની ભલામણો સોંપશે.

અન્ય સમાચારો પણ છે...