મિશન 2024 પહેલાં ભાજપ સરકારનો આખરી દાવ:મોદી મંત્રીમંડળમાં 10મી જૂન પહેલા ફેરફારની તૈયારી, યુવાનોને તક અપાશે

નવી દિલ્હી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટીવયનાં મંત્રી, કેડર બહારનાં અમુક મંત્રી પદમુક્ત કરાશે

આ વર્ષે પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી અને આગામી વર્ષે એપ્રિલ-મેમાં યોજાનાર લોકસભા ચૂંટણી પહેલા મોદી મંત્રીમંડળમાં અંતિમ ફેરફાર માટેની તૈયારી શરૂ કરવામાં આવી છે. એવું કહેવાય છે કે, 10મી જૂનથી પહેલા ફેરફાર કરાશે. સંગઠનમાં 10મી જૂનથી પહેલા ફેરફાર કરાશે. કેટલાક અપવાદને છોડીને મોટી વયનાં મંત્રી અને કેડરની બહારનાં મંત્રીઓને પદમુક્ત કરવામાં આવે તેવી પણ શક્યતા છે.

આ વર્ષનાં અંત સુધી મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. કર્ણાટકમાં હાર બાદ ભાજપની સામે આ રાજ્યોમાં જીતવા માટેનાં મોટા પડકારો છે. જે રીતે કર્ણાટકમાં ભાજપની સરખામણીમાં કોંગ્રેસની પાસે શક્તિશાળી સ્થાનિક નેતા હતા તેવી જ સ્થિતિ આ રાજ્યોમાં પણ છે. સૂત્રોના મતે હાઇકમાન્ડ માને છે કે, વર્તમાન કેન્દ્રીય મંત્રીમંડળ અને સંગઠનનાં માળખામાં ફેરફાર કરીને ભાજપ વ્યૂહાત્મક રીતે પાંચેય રાજ્યોમાં સ્થિતિ મજબૂત કરી શકે છે. ચૂંટણીમાં વધારે સમય નથી ત્યારે વહેલી તકે ફેરફાર માટેની તૈયારી છે.

ચૂંટણીવાળા રાજ્યોમાં મંત્રીઓનાં ક્વૉટામાં વધારો થશે
વર્તમાન મંત્રીમંડળમાં કેટલાક અપવાદોને છોડીને મોટીવયનાં મંત્રીઓ અને કેડરનાં બહારનાં લોકોની જગ્યાએ યુવા અને મૂળ કેડરનાં કાર્યકરોને જગ્યા મળી શકે છે. ચૂંટણીવાળા પાંચ રાજ્યોમાં પણ મંત્રીઓનાં ક્વૉટામાં વધારો થવાની શક્યતા છે. આ ઉપરાંત સાથી પક્ષના નેતાઓને પણ સ્થાન અપાશે.