• Home
  • National
  • Preparing children to have breakfast in addition to lunch at school, healthy meals will help in mental development

નવી શિક્ષણ નીતિ / બાળકોને શાળામાં મધ્યાહન ભોજન ઉપરાંત બ્રેકફાસ્ટ આપવાની તૈયારી, આરોગ્યપ્રદ ભોજનથી માનસિક વિકાસમાં મદદ મળશે

સરકાર શાળામાં બાળકોને મધ્યાહન ભોજન ઉપરાંત બ્રેકફાસ્ટ આપવા માટે પણ તૈયારી કરી રહી છે (ફાઈલ ફોટો)
સરકાર શાળામાં બાળકોને મધ્યાહન ભોજન ઉપરાંત બ્રેકફાસ્ટ આપવા માટે પણ તૈયારી કરી રહી છે (ફાઈલ ફોટો)
X
સરકાર શાળામાં બાળકોને મધ્યાહન ભોજન ઉપરાંત બ્રેકફાસ્ટ આપવા માટે પણ તૈયારી કરી રહી છે (ફાઈલ ફોટો)સરકાર શાળામાં બાળકોને મધ્યાહન ભોજન ઉપરાંત બ્રેકફાસ્ટ આપવા માટે પણ તૈયારી કરી રહી છે (ફાઈલ ફોટો)

  • શિક્ષણ નીતિ હેઠળ સરકારી કે તેને સંલગ્ન શાળામાં મધ્યાહન ભોજનને પ્રોત્સાહન આપવા ભલામણ કરવામાં આવી
  • તાજેતરમાં કેબિનેટે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી હતી, 34 વર્ષ બાદ શિક્ષણ નીતિમાં ફેરફાર કરાયા

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 05:43 PM IST

નવી દિલ્હી. નવી શિક્ષણ નીતિ (NEP) અંતર્ગત શિક્ષણના સ્તરને સુધારવા માટે શક્ય તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોના ભાગરૂપે હવે બાળકોને મિડ-ડે મીલ (મધ્યાહન ભોજન) ઉપરાંત બ્રેકફાસ્ટ આપવા પણ ભલામણ કરવામાં આવી છે. ગયા સપ્તાહે કેબિનેટ સમક્ષ નવી શિક્ષણ નીતિમાં એ બાબત પર વિશેષ ભાર આપવામાં આવ્યો હતો કે બાળકોને સવારમાં પોષણયુક્ત બ્રેકફાસ્ટ આપવાથી તેમનો માનસિક વિકાસ ઝડપી બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી તેમ જ સરકાર સંલગ્ન તમામ શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના ચલાવવામાં આવે છે.

બાળકોના આરોગ્ય તથા પોષણની વિશેષ કાળજી રાખવામાં આવી
નવી નીતિમાં કહેવામાં આવ્યુ છે કે જો બાળકોને યોગ્ય ભોજન ન મળે અથવા તો બીમાર હોય તો તેના અભ્યાસ પર સીધી અસર થાય છે.આ સંજોગોમાં બાળકોના આરોગ્ય તથા પોષણની વિશેષ કાળજી રાખવામાં આવશે. આ તમામ બાબતોને જોતા ટ્રેન્ડ સોશિયલ વર્કર, કાઉન્સિલર તથા કોમ્યુનિટીને શાળાકીય વ્યવસ્થામાં જોડવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે.

મોનિટરિંગ માટે હેલ્થ કાર્ડ આપવામાં આવશે
શિક્ષણ નીતિ પ્રમાણે એવી જગ્યા કે જ્યાં બાળકો સુધી ગરમ ભોજન પહોંચતુ નથી ત્યાં આરોગ્યપ્રદ ભોજન જેમ કે-મગફળી, ચણા-ગોળ તથા સ્થાનિક ફળોનો ઉપયોગ કરવામાં આવશે. તમામ શાળાના બાળકોના આરોગ્યની નિયમિત તપાસ કરવામાં આવશે. શાળામાં 100 ટકા રસીકરણની સુવિધા પણ ઉપલબ્ધ બનશે. તેના મોનિટરિંગ માટે હેલ્થ કાર્ડ આપવામાં આવશે.

5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે નવી શિક્ષણ નીતિના અગત્યના મુદ્દા

  • નવી શિક્ષણ નીતિમાં એવો પ્રસ્તાવ છે કે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પ્રારંભિક શિક્ષણ અથવા બાલવાટિકા લાવવામાં આવશે.
  • પ્રારંભિક શિક્ષણમાં પ્લે બેઝ લર્નિંગ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. તેમા બાળકોમાં કોગ્નિટિવ, ઈફેક્ટિવ અને સાઈકોમોટર એબિલિટીઝ વગેરેનો વિકાસ થાય તેના પર ધ્યાન આપવામાં આવશે.
  • આંગણવાડી વ્યવસ્થામાં ઉપલબ્ધ હેલ્થ ચેક-અપ અને ગ્રોથ મોનિટરિંગ પ્રારંભિક ધોરણાના બાળકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.
  • આંગણવાડી અને પ્રાથમિક શાળા બન્નેના બાળકોને સામેલ કરવામાં આવશે.

મધ્યાહન ભોજન શું છે?
HRD મંત્રાલયના સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ધારો-2013 હેઠળ તમામ સરકારી અને સંલગ્ન શાળામાં દરરોજ ધોરણ-1થી ધોરણ-8 અથવા 6થી 14 વર્ષના બાળકોને મફત મધ્યાહન ભોજન આપવામાં આવે છે. આ યોજના હેઠળ આશરે 11.59 કરોડ બાળકોને લાભ મળે છે. આ કામગીરી સાથે આશરે 26 લાખ કુક-કમ-હેલ્પર્સ જોડાયેલા છે.

ગયા સપ્તાહે નવી શિક્ષણ નીતિ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો
29 જુલાઈના રોજ કેબિનેટની બેઠકમાં નવી શિક્ષણ નીતિને મંજૂરી આપવામાં આવી હતી. 34 વર્ષ બાદ શિક્ષણ નીતિમાં આ ફેરફાર કરવામાં આવ્યા છે. સરકારે વર્ષ 2035 સુધીમાં ઉચ્ચ શિક્ષણમાં 50 ટકા એનરોલમેન્ટનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. નવી શિક્ષણ નીતિ હેઠળ વિશ્વભરની મોટી યુનિવર્સિટીઓ તેમના કેમ્પસ દેશમાં લગાવી શકશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી