તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Preparations For Krishna Janmashtami In Vraja Are In Full Swing, This Year Devotees Will Be Able To See Balakrishna After Janmotsav

ભાસ્કર વિશેષ:વ્રજમાં કૃષ્ણ જન્માષ્ટમીની તૈયારીઓ પૂરજોશમાં, આ વર્ષે શ્રદ્ધાળુઓ જન્મોત્સવ બાદ બાળકૃષ્ણનાં દર્શન કરી શકશે

મથુરા/વૃંદાવન25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 25 લાખ શ્રદ્ધાળુ આવવાની શક્યતા, 2 વર્ષ અગાઉ 22 લાખ આવ્યા હતા
  • રાસલીલા નહીં થાય, સોશિયલ ડિસ્ટન્સિંગથી મંદિરમાં પ્રવેશ મળશે

વ્રજમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ગત વર્ષે કોરોનાકાળને કારણે મંદિરોમાં શ્રદ્ધાળુઓને જવાની મંજૂરી નહોતી. જોકે, આ વર્ષે 30 ઓગસ્ટે જન્માષ્ટમીની રાત્રે સ્થાનિક અને બહારના શ્રદ્ધાળુઓ રાત્રે 12 વાગ્યે જન્મોત્સવ બાદ બાળકૃષ્ણના દર્શન કરી શકશે.

તેથી આ વખતે મથુરા-વૃંદાવનમાં જન્માષ્ટમી પર ભારે ભીડ ઉમટે તેવી શક્યતા છે. શહેરને જન્માષ્ટમી માટે સજાવાઇ રહ્યું છે. શ્રીકૃષ્ણ જન્મભૂમિ પર કોવિડ ગાઇડલાઇનેન ધ્યાનમાં રાખીને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પ્રવેશ અપાશે. ભક્તોની સુવિધા માટે શહેરમાં ઠેર-ઠેર એલઇડી સ્ક્રીન પણ લગાવાશે, જેથી તેઓ સરળતાથી કૃષ્ણજન્મના દર્શન કરી શકે. તદુપરાંત, વૃંદાવન, ગોકુલ, ગોવર્ધન, નંદગાંવ, બરસાના સહિત વ્રજના તમામ નાના-મોટા મંદિરોમાં જન્મોત્સવની તૈયારીઓ ચાલી રહી છે.

જન્માષ્ટમીની તૈયારીઓ અંગે જિલ્લા અધિકારી નવનીત ચહલે અધિકારીઓ સાથે બેઠક યોજી. શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટના સચિવ કપિલ શર્માએ જણાવ્યું કે 30 ઓગસ્ટે સવારે અને રાત્રે ભાગવત ભવનમાં મંત્રોચ્ચાર સાથે શ્રીકૃષ્ણનો અભિષેક કરાશે. તે દિવસે ભગવાનને મોરમુખી પોશાક ધારણ કરાવાશે. કોવિડ ગાઇડલાઇનને કારણે રાસલીલા નહીં થાય. જોકે, અભિષેકનું જીવંત પ્રસારણ કરાશે.

આ લોકોત્સવ, VVIPને આમંત્રિત નથી કરતા
ટ્રસ્ટના સચિવ શર્માએ જણાવ્યું કે આ લોકોત્સવ હોવાથી અમે કોઇ વીવીઆઇપીને આમંત્રિત નથી કરતા પણ સીએમ યોગી આદિત્યનાથ આવે તેવી શક્યતા છે. ડેપ્યુટી સીએમ પણ આવી શકે છે. ઊર્જામંત્રી શ્રીકાંત શર્મા સ્થાનિક ધારાસભ્ય હોવાના નાતે કાર્યક્રમમાં હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...