• Gujarati News
  • National
  • Preparations For Entry Into Polling Booths For Both Doses Were Discussed At A Meeting Of Election Commission And Health Experts.

વેક્સિન નહીં તો વોટ પણ નહીં:બંને ડોઝ લેનારાઓને જ પોલિંગ બૂથમાં એન્ટ્રી આપવાની તૈયારી, ચૂંટણી પંચ અને હેલ્થ એક્સપર્ટ્સની મીટિંગમાં થઈ ચર્ચા

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 27 ડિસેમ્બરે પણ મળી હતી પંચ અને સ્વાસ્થ્ય મંત્રાલયની મીટિંગ
  • દેશના પાંચ રાજ્યોમાં આગામી બે મહિનાની અંદર વિધાનસભા ચૂંટણી થવાની છે

દેશમાં કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીને ટાળવાનો નિર્ણય હજુ સુધી નથી લેવાયો, પરંતુ મતદાન કેન્દ્રો પર વેક્સિનના બંને ડોઝ જેઓએ લીધા હશે તેમને જ એન્ટ્રી અપાશે તેવી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગુરૂવારે ચૂંટણી પંચ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય વચ્ચે મીટિંગ થઈ હતી જેમાં ચર્ચા કરવામાં આવી હતી. જો કે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.

યુપી-પંજાબ સહિત પાંચ રાજ્યોમાં છે ચૂંટણી
દેશના પાંચ રાજ્યોમાં આગામી બે મહિનાની અંદર વિધાનસભા ચૂંટણી થવાની છે. જેમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવા સામેલ છે. આ તમામ વિધાનસભાઓનો કાર્યકાળ આગામી બેથી ત્રણ મહિનામાં પૂરો થઈ રહ્યો છે. પરંતુ આ રાજ્યોમાં વધતા કોરોનાના કેસને કારણે ચૂંટણી પંચ સતત મતદાન માટે લાઈનો ન લાગે તે માટે દબાણ કરી રહ્યું છે.

દેશમાં કોરોનાની સ્થિતિનું એનાલિસિસ કરાયું
ચૂંટણી કરાવી કે નહીં આ સવાલનો જવાબ મેળવવા માટે પંચના અધિકારીઓ કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ અને સ્વાસ્થ્ય મંત્રાલયના અન્ય અધિકારીઓની સાથે મીટિંગ કરી છે. આ મીટિંગમાં વધતા કોરોનાના કારણે દેશમાં જે સ્થિતિ બની છે તેનું એનાલિસિસ કરાયું. સાથે જ આ દરમિયાન ચૂંટણી કરાવવા માટે સંભવિત શક્યતાઓ પર પણ મંથન કરાયું. સ્વાસ્થ્ય સચિવે પંચને દેશમાં કોવિડની સ્થિતિ અંગે જાણકારી આપી છે.

એક્સપર્ટ્સે મતદાન કરાવવા માટે આપ્યાં સુરક્ષિત ઉપાયો
બેઠકમાં નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પોલ, ICMRના ડાયરેક્ટર બલરામ ભાર્ગવ અને AIIMS દિલ્હીના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા પણ ઉપસ્થિત રહ્યાં. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ એક્સપર્ટ્સે ચૂંટણી કરાવવાની સ્થિતિમાં લાગુ કરાવવાની સ્થિતિમાં લાગુ કરવામાં આવતા સુરક્ષાના મુદ્દાઓને લઈને સલાહ આપી છે.

એક્સપર્ટ્સે પોલિંગ બૂથ પર ચૂંટણી ડ્યૂટીમાં ફરજ પર મુકનાર તમામ કર્મચારીઓ અને વોટ આપનાર વોટર્સને કમ્પલીટ વેક્સિનેશન એટલે કે બંને ડોઝ લગાડવા ફરજિયાત કરવાની સલાહ આપી છે. આ એડવાઈઝને તમામે યોગ્ય ગણાવી છે, પરંતુ હજુ સુધી અંતિમ નિર્ણય નથી લેવામાં આવ્યો.

27 ડિસેમ્બરે પણ મળી હતી પંચ અને સ્વાસ્થ્ય મંત્રાલયની મીટિંગ
આ પહેલા ચૂંટણી પંચના અધિકારીઓએ કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણની સાથે મીટિંગ કરી હતી. આ મીટિંગમાં પણ ચૂંટણી કરાવવા માટે સુરક્ષિત મુદ્દે ચર્ચા કરાઈ હતી. તે મીટિંગમાં ચૂંટણી પંચના અધિકારીઓએ ભૂષણથી પોલ કેમ્પેન, પોલિંગ ડે અને વોટ કાઉન્ટિંગ-ડે માટે કોવિડ-19 પ્રોટોકોલને ઈમ્પ્રૂવ કરાવવાને લઈને ડિટેઈલ રિપોર્ટ આપવાનો આગ્રહ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...