તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેબિનેટ વિસ્તરણ:મોદી મંત્રીમંડળને યુવાઓ, પ્રાદેશિક પ્રતિનિધિત્વના બુસ્ટર ડૉઝની તૈયારી

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રીય મંત્રીમંડળમાં હાલ 59 મંત્રી છે

વડાપ્રધાન નિવાસે બુધવારે વડાપ્રધાન મોદીએ મંત્રી પરિષદની બેઠક યોજી હતી. તેનાથી કેબિનેટમાં પુનર્ગઠનના સંકેત મળ્યા હતા. સંસદનું મોનસૂન સત્ર 19 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે અને કાનપુર પ્રવાસ બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ રાજધાની પહોંચી ગયા છે. શક્યતા છે કે આ સપ્તાહે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે.

આ દાવેદાર
સુમેધાનંદ સરસ્વતી : સિકરથી સાંસદ, જાટ સમુદાયના છે. રામદેવના નજીકના મનાય છે.
અશ્વિની વૈષ્ણવ : ઓડિશાથી રાજ્યસભાના સાંસદ, IAS રહ્યા હોવાથી એડમિનિસ્ટ્રેટિવ અનુભવ.

સહયોગી પક્ષોથી
લોજપાના પશુપતિનાથ પારસ અને જદયુના આરસીપી સિંહ, અપના દળની અનુપ્રિયા પટેલની સીટ નક્કી મનાઈ રહી છે. તૃણમૂલના દિનેશ ત્રિવેદી પણ આશા રાખી બેઠા છે.

યુવાઓનો દાવો મજબૂત
પીલીભીત સાંસદ વરુણ ગાંધી, રાજસ્થાનથી સૌથી યુવા સાંસદ રાહુલ કાંસ્વા, મીનાક્ષી લેખી, જ્યોતિરાદિત્ય સિંધિયા, બીજેડી છોડી ભાજપમાં આવેલા બી.જે.પાંડા પણ મજબૂત દાવેદાર.

ચૂંટણી રાજ્યોમાં તક
યુપી અને પંજાબમાં 8 મહિનામાં ચૂંટણી યોજાશે. યુપીથી સ્વતંત્રદેવ સિંહનું નામ ચર્ચામાં છે. ગુજરાત, હિમાચલ, ગોવા, મણિપુરને પણ પ્રતિનિધિત્વ મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...