• Gujarati News
  • National
  • Investigative Agency Joins In Preparation For Interrogation Of 15 Actresses Close To Sukesh Chandrasekhar, Talking From Israeli Number From Jail

EDની નજરમાં બોલીવુડ હસ્તીઓ:સુકેશ ચંદ્રશેખર નજીકની 15 અભિનેત્રીની પૂછપરછ માટે તૈયારીમાં જોડાઈ તપાસ એજન્સી, જેલમાંથી ઈઝરાયલના નંબર પરથી વાતચીત કરતો

એક મહિનો પહેલાલેખક: રવિ યાદવ
  • કૉપી લિંક
  • દિલ્હી પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે જેલમાં વૈભવી અને આરામદાયક જીવન માટે જેલ અધિકારીઓને રૂપિયા 20 કરોડની મોટી રકમ આપેલી
  • જેલમાં ટીવી, ફ્રીજ, AC,મોબાઈલ ફોન અને આરામ માટે તમામ સાધન સામગ્રી ઉપલબ્ધ
  • અનેક અભિનેત્રીઓ તેને મળવા માટે જેલમાં જતી-આવતી હતી

છેલ્લા કેટલાક દિવસોથી બોલીવુડ તપાસ એજન્સીઓની નજરે ચડી ગયું છે. હવે તપાસ એજન્સીઓ દ્વારા કોઈને કોઈ ફિલ્મી હસ્તીની પૂછપરછ થતી રહે છે. વર્તમાન સમયમાં ફરી એક વખત સુકેશ ચંદ્રશેખરનું નામ આ ઠગ યાદીમાં આવી ગયું છે. આ નટવરલાલની કાળી કમાણીથી મોંઘી ભેટ-સોગાદ મેળનારી અને હવાઈ સફર કરનારી આશરે 15 જેટલી અભિનેત્રી તપાસ એજન્સીઓની નજરમાં આવી ગઈ છે.

એન્ફોર્સમેન્ડ ડિરેક્ટોરેટ (ED)ના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે હકીકતની ભાળ મેળવવા માટે તે આ અભિનેત્રીઓ અને સુકેશને એકબીજાની સામે બેસાડીને પૂછપરછ કરવાની તૈયારી કરી રહ્યું છે. EDના ઉચ્ચ અધિકારી આ કેસની તપાસ કરી રહ્યા છે. સુકેશે રેનબેક્સીના ભૂતપુર્વ ફાઉન્ડરને જેલમાંથી બહાર કાઢવાની લાલચ આપી તેના પરિવાર સાથે રૂપિયા 200 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ પૈસા તે ફિલ્મી હસ્તીઓ પાછળ ખર્ચ કરી રહ્યો છે. અત્યારે સુકેશ દિલ્હીની તિહાર જેલમાં બંધ છે.

બોલીવુડ અભિનેત્રીઓનું તિહાર જેલ સાથે શું કનેક્શન છે

બોલીવુડ અભિનેત્રી જેકલીનની સુકેશ સાથે અનેક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે
બોલીવુડ અભિનેત્રી જેકલીનની સુકેશ સાથે અનેક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે

સુકેશ ચંદ્રશેખરે જેલમાંથી ફોન પર અનેક અભિનેત્રીઓનો સંપર્ક કર્યો અને પોતાને ઘણી મોટી વ્યક્તિ તરીકે રજૂ કરી જાળમાં ફસાવી. તેને મોંઘી ભેટ આપી. તેમા મોંઘી ગાડી, જ્વેલરી અને હવાઈ યાત્રાના ખર્ચનો પણ સમાવેશ થાય છે. આ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ લાલચમાં ચાહત ખન્ના, નેહા કપૂર અને નોરા ફતેહીએ સુકેશ સાથે તિહારમાં અનેક વખત મુલાકાત કરી છે. EDના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ તમામને ટૂંક સમયમાં પૂછપરછ માટે નોટિસ મોકલવામાં આવશે.

જૈકલીના ફર્નાન્ડીઝનું નામ સામે આવી ચુક્યું છે
કેટલાક દિવસ અગાઉ જ અભિનેત્રી જૈકલીન ફર્નાન્ડીઝને વિદેશ જતી વખતે EDના અધિકારીઓએ એરપોર્ટ પર અટકાવી હતી. તેને કહેવામાં આવ્યું હતું કે તે દેશ છોડી જઈ શકતી નથી, કારણ કે તે મની લોન્ડ્રીંગ કેસમાં મહત્વની સાક્ષી છે. ત્યારબાદ EDએ તેને પૂછપરછ માટે બોલાવી હતી. જૈકલીન પર સુકેશ પાસેથી મોંઘી સોંગાદ લેવાનો અને તેના પૈસે હવાઈ યાત્રા કરવાનો પણ ખુલાસો થયો છે. જેલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુકેશ જૈકલીનને હેલિકોપ્ટર પણ ભેટ આપવા ઈચ્છતો હતો. આ બાબતમાં તેનું નામ સામે આવતા જૈકલીનની મુશ્કેલી વધી ગઈ છે. બન્નેની કેટલીક તસવીરો પણ સામે આવી છે.

ED કરી રહી છે દરેક એંગલથી કેસમાં તપાસ
ED આ કેસને ખૂબ જ ગંભીરતાથી જોઈ રહી છે. કારણ કે આ કેસમાં સુકેશને ગૃહ મંત્રાલયના અધિકારી બનીને અને વડાપ્રધાન કાર્યાલય સુધીની પહોંચ દેખાડી રેનબેક્સીના માલીકની પત્નીને અનેક ફોન કોલ કર્યા છે.આ સંજોગોમાં EDના અધિકારી આ કેસમાં હવે એવી પણ તપાસ કરી રહી છે કે શું કોઈ અધિકારી ખરેખર સુકેશ અથવા અન્ય કોઈના સંપર્કમાં હતા કે નહીં.

અત્યાર સુધીની તપાસમાં માલુમ પડ્યું છે કે સુકેશ એક વર્ષથી રેનબેક્સીના ભૂતપુર્વ સ્થાપકની પત્નીને ફોન મારફતે સંપર્ક કરી રહ્યા હતા. તેમના પતિને જેલમાંથી છોડાવવા માટે લાલચ આપી તેમની પાસેથી રૂપિયા 200 કરોડની છેતરપિંડી કરી હતી.

ચાર્જશીટ પ્રમાણે સુકેશ ચંદ્રશેખરે નોરા ફતેહીને એક કરોડ રૂપિયા, એક BMW કાર અને એક આઈફોન પણ ગિફ્ટ કરી હતી
ચાર્જશીટ પ્રમાણે સુકેશ ચંદ્રશેખરે નોરા ફતેહીને એક કરોડ રૂપિયા, એક BMW કાર અને એક આઈફોન પણ ગિફ્ટ કરી હતી

તિહાર જેલમાં પણ કરતો હતો મોજ-મસ્તી
સુકેશે ફિલ્મ અભિનેત્રીઓને લાલચમાં ફસાવવા ઉપરાંત તિહાર જેલના અધિકારીઓને પણ લાલચમાં ફસાવ્યા છે. તેની મદદથી જ તે જેલમાં વૈભવશાળી જીવન વિતાવી રહ્યો છે. EDના સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે અભિનેત્રી સુકેશને તિહાર જેલમાં મળવા ગઈ હતી, તેની પણ પૂછપરછમાં જણાવ્યું કે જેલમાં તેના રૂમમાં ટીવી, ફ્રીજ, AC, મોબાઈલ ફોન અના આરામ માટે તમામ સાધન-સામગ્રી ઉપલબ્ધ છે. તે જેલના નિયમોની તદ્દન વિરુદ્ધ છે. ED હવે તિહાર જેલના અધિકારીઓની પણ પૂછપરછ કરવાની તૈયારી કરી રહ્યું છે.

ED પાસે અનેક મહત્વના પૂરાવા
ED પાસે આ ફિલ્મી કલાકારોના ફોન કોલની વિગતો ઉપરાંત વ્હોટ્સએપ પર થયેલી ચેટની વિગતો પણ રહેલી છે. તેના આધારે તે તપાસમાં આગળ વધી રહ્યા છે, જેથી જરૂર પડવાના સંજોગોમાં સુકેશની સામે તેમને બેસાડીને પૂછપરછ કરી શકાય. ​​​​​​​

ઈઝરાયલના નંબરથી વાતચીત થતી
સુકેશ કેટલો મોટો ભેજાબાજ હતો એ આ બાબત પરથી અંદાજ લગાવી શકાય છે કે તે ફિલ્મી હસ્તીઓથી લઈ રેનબેક્સીના ભૂતપુર્વ ફાઉન્ડરના પરિવાર સાથે સંપર્ક કરવા માટે ઈઝરાયલના નંબરનો ઉપયોગ કરતો હતો. હવે તેને જેલમાં આ નંબર ક્યાંથી મળ્યો તેની પણ દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે. દિલ્હી પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે જેલમાં વૈભવી અને આરામદાયક જીવન માટે તેણે જેલ અધિકારીઓને રૂપિયા 20 કરોડની મોટી રકમ આપી હતી.