તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Pregnant Women Must Get The Vaccine; Crowding In Tourist Destinations Is A Serious Issue Dr. V.K. Paul

કોરોનાને લઈને માઠા સમાચાર:મહારાષ્ટ્ર-કેરળમાં સંક્રમણ બેકાબૂ, દેશના 53% કેસ અહીંથી; ટૂરિસ્ટ હોટસ્પોટમાં વાઈરસ ઝડપથી ફેલાવાનું જોખમ

નવી દિલ્હી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણેય વેક્સિન ગર્ભવતી મહિલાઓ માટે સુરક્ષિત
  • સરકારે કહ્યું હતું કે ભારતમાં કોરોનાના લેમ્બડા વેરિએન્ટનો એકપણ કેસ હજુ નોંધાયો નથી
  • પર્યટન સ્થળોમાં જોવા મળી રહેલી ભીડ એક ગંભીર વિષય- ડો. વિ.કે. પોલ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે કોરોના સંક્રમણના કુલ કેસમાંથી અડધાની વધારે કેસ 2 રાજ્ય મહારાષ્ટ્ર અને કેરળમાં નોંધાયા છે. કુલ 53% કેસ આ રાજ્યમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 9,083 કેસ અને કેરળમાં 13,772 કેસ નોંધાયા છે. આ બન્ને રાજ્યમાં એક લાખથી વધારે એક્ટિવ છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 43,504 નવા સંક્રમિતો નોંધાયા છે. 44,204 સાજા થયા અને 908 લોકોનાં મૃત્યુ નોંધાયા છે.

ડો. વિ.કે. પોલ
ડો. વિ.કે. પોલ

મંત્રાલયે કહ્યુ કે દેશમાં પાછલા અઢવાડિયામાં કોરોનાના અડધાથી વધારે કેસો મહારાષ્ટ્ર(21%) અને કેરળ(32%)માં નોંધાયા હતા. ભારતમાં કોવિડ-19નાં 80% નવા કેસો 15 રાજ્યો અને કેંન્દ્ર શાસિત પ્રદેશોના 90 જીલ્લાઓમાંથી નોંધવામા આવ્યા છે. જે આવા ક્ષેત્રોમાં વધુ ધ્યાન આપવાની વાત પર ઇશારો કરી રહ્યા છે. દેશના 17 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 66 જિલ્લાઓમાં કોવિડ -19ના સંક્રમણનો દર, 8 જુલાઈના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 10 ટકાથી વધુ રહ્યો છે.

ગર્ભવતી મહિલાઓ માટે વેક્સિન લેવી જરૂરી
પત્રકાર પરિષદમાં નિતી આયોગના સભ્ય ડો. વિકે પોલે જણાવ્યુ હતુ કે ગર્ભવતી મહિલાઓ માટે વેક્સિન લેવી જરૂરી છે. જો તેઓ વેક્સિન ન લેતો તેમના પર કોરોનાનાં ગંભીર લક્ષણો જોવા મળવાનો ભય રહેલો છે, માટે ગર્ભવતિ મહિલાઓને વેક્સિન લેવી જરૂરી છે. અને ગર્ભવતિ મહિલાઓના વેક્સિનેશનની ગાઇડલાઇન પહેલેથી જાહેર કરવામાં આવેલ છે. ત્રણમાંથી કોઇ પણ રસી તેમના માટે સુરક્ષિત છે.

મનાલીમાં લોકોની ભીડ
મનાલીમાં લોકોની ભીડ

પર્યટન સ્થળો પર ભીડ ચિંતાનો વિષય
તેમણે ઉમેર્યુ કે પર્યટન સ્થળો પર લોકોની આટલી મોટી સંખ્યામા ભીડ એકઠી થવી ચિંતાનો વિષય છે. આપણે આ વિષય પર લાપરવાહી ન કરી શકીએ. હાલ આ સ્થળો પર ભીડ ખૂબ જ મોટો ખતરો છે. ત્યા કોરાનાની કોઇ પણ જાતની ગાઇડલાઇનનુ પાલન થઇ રહ્યુ નથી, લોકો માસ્ક વગર ફરતા નજરે આવી રહ્યા છે અને સામાજીક અંતર પણ જાળવતા નથી. આ એક ગંભીર ચિંતાનો વિષય છે.

હાલમાં જ આવેલ કોરોનાના નવા વેરિએન્ટ વિશે તેમણે કહ્યુ આપણે આ નવા વેરિએન્ટથી સર્તક છીએ. પણ હજું સુધી ભારતમાં લેમ્બડા વેરિએન્ટનો એકપણ કેસ નોંધાયો નથી.

તેલંગાણાના હૈદરાબાદમાં પણ ટૂરિસ્ટ પ્લેસ પર લોકો કોરોનાના નિયમોનો ભંગ કરતા નજરે પડ્યા હતા.
તેલંગાણાના હૈદરાબાદમાં પણ ટૂરિસ્ટ પ્લેસ પર લોકો કોરોનાના નિયમોનો ભંગ કરતા નજરે પડ્યા હતા.
આ તસવીર ઉત્તરાખંડના મસૂરી કેમ્પટી વોટરફોલની છે. આ તસવીર સામે આવ્યા બાદ સરકાર પણ એક્સનમાં આવી ગઈ છે.
આ તસવીર ઉત્તરાખંડના મસૂરી કેમ્પટી વોટરફોલની છે. આ તસવીર સામે આવ્યા બાદ સરકાર પણ એક્સનમાં આવી ગઈ છે.
અન્ય સમાચારો પણ છે...