ભારતમાં મધ્યમવર્ગના પરિવારના યુવાઓમાં પ્રી-વેડિંગ શૂટનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. તેના માટે તેઓ સંગીત, નૃત્ય અને ફિલ્મ જેવા સેટ સાથે ડિઝાઇન અને કોરિયોગ્રાફ કરીને વીડિયો બનાવે છે. દેશમાં લગ્ન ઉદ્યોગ વિશાળ છે. આ વર્ષે 30 લાખ લગ્ન થવાની સંભાવના છે. પરિણામે, ખર્ચાળ વીડિયો બનાવવાના ઝનૂનને કારણે પ્રી-વેડિંગ શૂટિંગનું આ માર્કેટ હવે 10 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. ભારતીય લગ્નના નવા ટ્રેન્ડના રૂપમાં પ્રી-વેડિંગ વીડિયો બનાવાય છે. જેમાં અનેક રિવાજો, ભવ્ય શણગાર, હીરાનાં આભૂષણો, નૃત્ય અને લંચ-ડિનરના વીડિયો બનાવાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ છે. વીડિયોમાં રોમાન્સ દેખાડાય છે અને કોરિયોગ્રાફીમાં પણ મોટા પાયે ખર્ચ કરાય છે. આ પ્રકારના વીડિયો બનાવતા ગૌતમ સ્વરૂપ કહે છે કે હવે કોઇ પણ પૂજારીઓ અને પવિત્ર અગ્નિકુંડના ચાર અને સાત ફેરા ફરતાં યુગલોના લાંબા વીડિયો જોવા નથી માંગતા. આજકાલ યુવા યુગલો ટ્રેન્ડમાં રહેવામાં માને છે. અનેકવાર હનીમૂન કરતાં પણ વધુ ખર્ચ વીડિયો પાછળ કરે છે.
વેડિંગ ફોટોગ્રાફર રાજેશ ડેમ્બલાએ ઉભરતા આ અવસરને જોયો અને પ્રી-વેડિંગ સિટીનો સેટ બનાવ્યો. મુંબઇમાં 7.5 એકરના પ્લોટમાં તેમણે વેનિસની નહેરો અને મહેલ સહિત 50થી વધુ ડમી સેટ બનાવ્યા. હવે તે શૂટિંગ માટે એક દિવસના 82 હજાર રૂપિયાની ફીસ વસૂલે છે. તેમાં પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ, આકર્ષક પોષાક અને લાઇટિંગ સામેલ છે. હવે સિઝનના માધ્યમથી મોટા પાયે બુકિંગ મળે છે. વ્હાઇટ આઉલ વેડિંગ્સના ધીરજ વિજયન કહે છે કે ફોટોગ્રાફર્સ અને કોરિયોગ્રાફરો પર નવા આઇડિયા પર વીડિયો બનાવવાનું દબાણ પણ વધ્યું છે.
યુગલ સંબંધીઓથી દૂર એક દિવસ માટે પ્રસિદ્ધ થવા માંગે છે
આ પ્રકારના વીડિયો ખૂબ જ મનમોહક અને રોમાંચક હોય છે પરંતુ યુવાઓ સંબંધીઓથી દૂર રહેવા માંગે છે. એક દિવસ માટે પ્રસિદ્ધ થવા માંગે છે. પ્રી-વેડિંગ શૂટ માટે નવા આઇડિયાને કારણે શોલાપુરના ફોટોગ્રાફર પરમ પાટિલે ઘરમાં જ એક સેટ બનાવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.