• Gujarati News
  • National
  • Prayagraj Umesh Pal Murder | Atiq Ahmed Shooter Usman Encounter Video Update Prayagraj News

ઉમેશપાલ હત્યાકાંડમાં 8 દિવસમાં બીજું એન્કાઉન્ટર:ઉમેશ ઉપર પહેલી ગોળી ચલાવનાર ઉસ્માનનું મોત થયું હતું, CCTVમાં જોવા મળ્યો હતો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પહેલો ફોટો 24 ફેબ્રુઆરીનો છે. લાલ વર્તુળમાં ઉસ્માન ઉમેશને ગોળી મારતો જોવા મળી રહ્યો છે. બીજો ફોટો 6 માર્ચના એન્કાઉન્ટર સ્પોટનો છે. - Divya Bhaskar
પહેલો ફોટો 24 ફેબ્રુઆરીનો છે. લાલ વર્તુળમાં ઉસ્માન ઉમેશને ગોળી મારતો જોવા મળી રહ્યો છે. બીજો ફોટો 6 માર્ચના એન્કાઉન્ટર સ્પોટનો છે.

સોમવારે સવારે ઉમેશપાલ હત્યાકાંડમાં UP પોલીસને મોટી સફળતા મળી હતી. પ્રયાગરાજમાં કૌંધિયારાના લાલપુર વિસ્તારમાં બીજા આરોપી શૂટર વિજય ઉર્ફે ઉસ્માન ચૌધરી એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. ઉસ્માને ઉમેશ પાલ પર સૌથી પહેલા શૂટિંગ કર્યું હતું. તે CCTVમાં જોવા મળ્યો હતો.

આ 8 દિવસમાં બીજું એન્કાઉન્ટર છે. આ પહેલાં 27 ફેબ્રુઆરીએ બદમાશ અરબાઝને એન્કાઉન્ટરમાં મારી નાખવામાં આવ્યો હતો. અરબાઝ શૂટરોને કારથી ઘટનાસ્થળે લઈ ગયો હતો. ઉમેશની હત્યા 24 ફેબ્રુઆરીએ લગભગ 7 શૂટર્સે કરી હતી. 7 બેકઅપમાં હતા.

પ્રયાગરાજ પોલીસે એન્કાઉન્ટરનો સચોટ સમય હજુ બતાવ્યો નથી. જોકે તે વહેલી સવારે 4થી 5 વાગ્યાનો જણાવવામાં આવી રહ્યો છે. ઉસ્માનના ફાયરિંગમાં એક પોલીસકર્મી નરેન્દ્ર ઘાયલ થઈ ગયો, તે પછી ફાયરિંગમાં ઉસ્માનને ગોળી વાગી ગઈ. પોલીસ તેને તરત SRN હોસ્પિટલ લઇને આવી, ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થઈ ગયું.

આ તસવીર 24 ફેબ્રુઆરીના રોજ ઉમેશપાલ હત્યાકાંડની છે. લાલ ઘેરામાં ઉસ્માન છે. તેણે સૌથી પહેલાં ઉમેશ ઉપર ગોળી ચલાવી. પછી દુકાનમાં સંતાયેલા એક શૂટરે બહાર આવીને ફાયરિંગ કર્યું.
આ તસવીર 24 ફેબ્રુઆરીના રોજ ઉમેશપાલ હત્યાકાંડની છે. લાલ ઘેરામાં ઉસ્માન છે. તેણે સૌથી પહેલાં ઉમેશ ઉપર ગોળી ચલાવી. પછી દુકાનમાં સંતાયેલા એક શૂટરે બહાર આવીને ફાયરિંગ કર્યું.

અતીકનો શાર્પ શૂટર હતો, ધર્મપરિવર્તન કરીને ઉસ્માન બન્યો
24 ફેબ્રુઆરીએ ઉમેશ ગાડીથી ઊતર્યો, ઉસ્માને ફાયરિંગ શરૂ કરી દીધું. ઉસ્માનની ગોળી વાગતાં જ ઉમેશ જમીન ઉપર પડી ગયો. પોલીસે ઉસ્માન પર 50 હજારનું ઇનામ રાખ્યું હતું. ઉસ્માન અતીક ગેંગનો શાર્પ શૂટર હતો.

અતીક ગેંગમાં જોડાયો પછી ધર્મપરિવર્તન કરીને વિજય ચૌધરીથી તેનું નામ ઉસ્માન થઈ ગયું હતું. અતીક નામ પણ ગેંગે જ આપ્યું હતું. આ વાતની પુષ્ઠિ એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે પણ કરી છે.

આ ફોટો હોસ્પિટલનો છે. ઉસ્માનને છાતીમાં ગોળી વાગી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ ફોટો હોસ્પિટલનો છે. ઉસ્માનને છાતીમાં ગોળી વાગી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

લાલપુરમાં સંતાયો હતો ઉસ્માન, પોલીસે ઘેર્યો
પ્રયાગરાજ SOG અને પોલીસના જણાવ્યા પ્રમાણે, ઉસ્માન પ્રયાગરાજના કૌંધિયારાના લાલપુરમાં સંતાયો હતો. તે લાલપુરનો જ રહેવાસી હતો. અહીં SOGની ટીમે તેને ઘેર્યો ત્યારે તેણે ફાયરિંગ શરૂ કરી દીધું. ત્યાર પછી પોલીસે જવાબમાં ફાયરિંગ કર્યું. નોંધનીય છે કે તેને બે ગોળી વાગી. જોકે પોલીસ તરફથી તેની કોઈ પુષ્ઠિ કરવામાં આવી નથી.

હવે જુઓ એ જગ્યા, જ્યાં ઉસ્માનનું એન્કાઉન્ટર થયું...

આ કૌંધિયારા વિસ્તારમાં લાલપુરનું એ સ્પોટ છે, જ્યાં પોલીસ સાથે એન્કાઉન્ટરમાં ઉસ્માનને ગોળી વાગી ગઈ
આ કૌંધિયારા વિસ્તારમાં લાલપુરનું એ સ્પોટ છે, જ્યાં પોલીસ સાથે એન્કાઉન્ટરમાં ઉસ્માનને ગોળી વાગી ગઈ
પ્રયાગરાજ પોલીસના સિનિયર ઓફિસરોએ ઘટનાસ્થળની મુલાકાત લીધી. ફોરેન્સિક ટીમે પણ તપાસ કરી.
પ્રયાગરાજ પોલીસના સિનિયર ઓફિસરોએ ઘટનાસ્થળની મુલાકાત લીધી. ફોરેન્સિક ટીમે પણ તપાસ કરી.

2020માં ઉસ્માને લગ્ન કર્યા હતાં
ઉસ્માન કૌંધિયારાના બમૌખર ગામનો રહેવાસી હતો. 2020માં તેણે ગામની એક યુવતી સાથે ભાગીને લગ્ન કર્યા હતાં. આ સમયે તે ઘુરપુર વિસ્તારમાં પત્ની સાથે ભાડાના રૂમમાં રહેતો હતો. ઉસ્માનના પિતાનું નામ વિરેન્દ્ર ચૌધરી છે. તે ચાર ભાઈમાં ત્રીજા નંબરનો હતો. મોટો ભાઈ રાકેશ ચૌધરી પણ વાહનચોર જણાવાયો છે. તે હાલ જેલમાં બંધ છે. બાકી બે ભાઈ અજય અને વિપિન ડીજે વગાડવાનું કામ કરે છે. ઉસ્માન પહેલાં વાહન ચોર હતો. તેના વિરૂદ્ધ પ્રયાગરાજના કીડગંજ થાણામાં અનેક કેસ નોંધાયેલાં હતાં.

એન્કાઉન્ટર પછી દેવરિયા ધારાસભ્ય શલમ મણિ ત્રિપાઠીએ પણ ટ્વીટ કર્યું.
એન્કાઉન્ટર પછી દેવરિયા ધારાસભ્ય શલમ મણિ ત્રિપાઠીએ પણ ટ્વીટ કર્યું.

7 શૂટર્સ હતા, બે માર્યા ગયા, 5 ફરાર
ઉમેલપાલ હત્યાકાંડમાં 7 શૂટર્સ સામેલ હતા, તેમાંથી બેનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું છે. 5ની શોધ કરવામાં આવી રહી છે. તેમના પર પોલીસે ઇનામ રકમ રવિવારે વધારીને અઢી-અઢી લાખ કરી દીધી હતી. આ સિવાય અતીક અહમદ, તેની પત્ની શાઇસ્તા પરવીન, તેના ભાઈ અશરફ અને તેના દીકરા સહિત અનેક લોકો આરોપી છે. અતીક અહમદ અમદાવાદ અને અશરફ બરેલીની જેલમાં બંધ છે. અતીકના દીકરા હત્યાકાંડ પછી ફરાર છે.

ઉમેશપાલ હત્યાકાંડનું બીજી એન્કાઉન્ટર, પહેલા ડ્રાઇવરનું થયું હતું
આ હત્યાકાંડમાં પોલીસે 27 ફેબ્રુઆરીએ પણ એક આરોપી અરબાઝને એન્કાઉન્ટરમાં માર્યો હતો. દાવો કરવામાં આવ્યો છે કે અરબાઝ શૂટરોને કારથી ઘટનાસ્થળે લઈ ગયો હતો. આ ઘટના બાદ તે ચકિયાને પાછો લાવ્યો હતો. 27 ફેબ્રુઆરીના રોજ સુલેમસરાયના નેહરુ પાર્ક પાસે થયેલા એન્કાઉન્ટરમાં અરબાઝ માર્યો ગયો હતો.

27 ફેબ્રુઆરીએ ડ્રાઇવર અરબાઝ એન્કાઉન્ટરમાં ગોળી વાગી. તેને હોસ્પિટલ લાવવામાં આવ્યા, જ્યાં તેમનું મૃત્યુ થઈ ગયું.
27 ફેબ્રુઆરીએ ડ્રાઇવર અરબાઝ એન્કાઉન્ટરમાં ગોળી વાગી. તેને હોસ્પિટલ લાવવામાં આવ્યા, જ્યાં તેમનું મૃત્યુ થઈ ગયું.

44 સેકન્ડમાં ઉમેશપાલ હત્યાકાંડને અંજામ આપ્યો
પ્રયાગરાજમાં 24 ફેબ્રુઆરીએ ઉમેશપાલ અને તેના 2 શૂટરની ગોલી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ઉમેશના ગાડીમાંથી ઊતરતાં જ તેના ઉપર ફાયરિંગ કરી દીધું હતું. આ હત્યાકાંડને 44 સેકન્ડમાં અંજામ આપવામાં આવ્યો હતો. ઉમેશ અને એક ગનરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. જ્યારે એક ગનરનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું.

યોગીએ કહ્યું હતું- માફિયાને માટીમાં ભેળવી દઈશું

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વિપક્ષના નેતા અખિલેશ યાદવે શનિવારે રાજ્ય વિધાનસભામાં જોરદાર ચર્ચા થઈ હતી. CM યોગીએ સદનમાં કહ્યું, 'અમે માફિયાઓની વિરુદ્ધ છીએ, અમે તેમને માટીમાં ભેળવી દઇશું. અમે કોઈ માફિયાને છોડીશું નહીં. તેમણે કહ્યું હતું કે સપાએ જ અતીક અહેમદને આશ્રય આપ્યો હતો. ગુનેગારને સાંસદ બનાવો અને પછી તમાશો કરો. મુખ્યમંત્રીએ કહ્યું કે સપા માફિયાઓનું પાલનપોષણ કરનાર છે. રાજુ પાલ હત્યા કેસમાં દોષિત અતીક અહેમદને સપાએ ધારાસભ્ય તરીકે આશ્રય આપ્યો હતો.