હવે PK લાવશે બિહારમાં પરિવર્તન:પ્રશાંત કિશોરે કહ્યું- 30 વર્ષથી લાલુ-નીતીશનું શાસન, પરિવર્તન માટે 3 હજાર કિમીની પદયાત્રા કરીશ

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • PKએ કહ્યું- બિહાર દેશનું સૌથી પછાત અને સૌથી ગરીબ રાજ્ય છે, આ સત્યને કોઈ નકારી શકે નહીં

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે ગુરુવારે પત્રકાર પરિષદ યોજીને રાજકારણમાં પ્રવેશ કરવાના સ્પષ્ટ સંકેતો આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે બિહારને નવી વિચારસરણી અને પ્રયાસોની જરૂર છે. તેઓ આગામી 3-4 મહિનામાં બિહારના લગભગ 17,000 લોકો સાથે વાતચીત કરશે.

આ માટે તેઓ ચંપારણથી 3000 કિમીની પદયાત્રા શરૂ કરશે. એની શરૂઆત 2 ઓક્ટોબરે પશ્ચિમ ચંપારણથી થશે. જો બહુમતી બિહારમાં નવી વિચારસરણી અને પ્રયાસોની ચર્ચા થાય છે અને એવું લાગે છે કે જો કોઈ રાજકીય પક્ષની જરૂર છે તો એની જાહેરાત કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે એ પ્રશાંત કિશોરની પાર્ટી નહીં હોય. તેમણે કહ્યું હતું કે અત્યારે કોઈ પ્લેટફોર્મ અને પાર્ટી નથી.

બિહારમાં પરિવર્તનની જરૂર છે
તેમણે કહ્યું હતું કે બિહારમાં નવી વિચારસરણી સાથે પરિવર્તનની જરૂર છે. બિહારના તે લોકો જેઓ અહીંની સમસ્યાનો ઉકેલ લાવવાની ક્ષમતા ધરાવે છે અને બિહારને બદલવાનો જુસ્સો ધરાવે છે, તે લોકોને સાથે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જેઓ અહીંના સામાજિક અને રાજકીય જમીન સાથે જોડાયેલા છે તેમને એક પ્લેટફોર્મ પર ઊભા કરવા છે. 4-5 મહિનામાં આવા 17 હજારથી વધુ લોકોની ઓળખ કરવામાં આવી છે. હું તેમને વ્યક્તિગત રીતે મળવા જઈ રહ્યો છું અને બિહારમાં જે સ્વરાજના વિચારોને આગળ લઈ જવા માટે જેકંઈ કરવાની જરૂર છે હું તેમની સાથે વાત કરીશ.

બંને બાબતમાં થોડું સત્ય છે, પરંતુ એ હકીકતમાં પણ સત્ય છે કે લાલુ અને નીતીશના 30 વર્ષના શાસન પછી પણ બિહાર દેશનું સૌથી પછાત અને સૌથી ગરીબ રાજ્ય છે. આ સત્યને કોઈ નકારી શકે નહીં. બિહાર વિકાસના મોટા ભાગના માપદંડોમાં પાછળ છે. જો તમે 10-15 વર્ષના માર્ગને જોશો તો એ વાત તો ચોક્કસ છે કે આ માર્ગે આપણે ઊંચાઈ સુધી પહોંચી શકીશું નથી. બિહારને અગ્રણી રાજ્યની શ્રેણીમાં લાવવા માટે નવી વિચારસરણી અને નવા પ્રયાસોની જરૂર છે. એ ચર્ચાસ્પદ મુદ્દો હોઈ શકે છે કે એ નવો વિચાર અને નવો પ્રયાસ કોણ કરી શકે અને કોની પાસે છે. હું માનું છું કે નવું વિચારવાની અને નવા પ્રયત્નો કરવાની ક્ષમતા કોઈ એક વ્યક્તિમાં હોય છે.

બિહાર પર પીકેની રાજકીય યોજના
તેમણે કહ્યું, 'છેલ્લા 3 દાયકાથી બિહારમાં લાલુ યાદવ અને નીતિશ કુમારનું શાસન છે. પહેલા 15 વર્ષ લાલુજી અને હવે છેલ્લાં 15 વર્ષથી નીતીશ કુમાર બિહારના મુખ્યમંત્રી છે. લાલુજી અને તેમના સમર્થકો માને છે કે 15 વર્ષના શાસનમાં સામાજિક ન્યાયનું શાસન ચાલ્યું હતું. જે લોકો આર્થિક અને સામાજિક રીતે પછાત હતા, સરકારે તેમનો અવાજ ઉઠાવ્યો છે. નીતીશ સમર્થકો માને છે કે તેમની સરકારે આર્થિક વિકાસ અને અન્ય સામાજિક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને વિકાસ કર્યો છે.

જો કોઈ રાજકીય પક્ષની જાહેરાત કરવામાં આવે તો તે પ્રશાંત કિશોરની પાર્ટી નહીં હોય. એ એવા લોકોની પાર્ટી હશે, જેઓ બિહારમાં પરિવર્તન, શાસન અને નવી વિચારસરણીની વાતનું સમર્થન કરે છે. હાલમાં કોઈ પાર્ટી નથી અને કોઈ પ્લેટફોર્મ નથી. તમે મને બિહારમાં રાજકીય એક્ટિવિસ્ટ તરીકે જોઈ શકો છો. નીતીશ કુમાર સાથે મારો કોઈ વ્યક્તિગત મતભેદ નથી. નીતીશ કુમાર દિલ્હી આવે છે અને લોકો કહેવા લાગે છે કે હું જેડીયુમાં જોડાઈશ, પરંતુ આ ખાલી અફવાઓ છે.

મુખ્યમંત્રી નીતીશ પર પ્રહાર
પ્રશાંત કિશોરે મુખ્યમંત્રી નીતીશ પર નિશાન સાધતાં કહ્યું હતું કે બિહારમાં શિક્ષણ, આરોગ્ય, રોજગારની વ્યવસ્થાને સંપૂર્ણપણે નષ્ટ કરી નાખી છે. નીતીશ કુમારની સાથે વ્યક્તિગત રીતે મારા ખૂબ જ સારા સંબંધ છે, પણ દરેક મુદ્દા પર હું તેમની સાથે સંમત નથી.

ભાસ્કરને કહ્યું હતું- 35 દિવસમાં પડદો ઊંચકાશે
દૈનિક ભાસ્કરના એડિટર પ્રસૂન મિશ્રાએ એક મહિના પહેલાં પ્રશાંત કિશોર સાથે ખાસ વાતચીત કરી હતી. જો વાતચીત મોદીની યોગ્યતા અને ક્ષમતા પર હતી તો વિપક્ષની નિર્દોષતા પર પણ હતી. કિશોરે રાજકીય પ્રવેશ પર કહ્યું હતું- આગામી 35 દિવસમાં પડદો ઊંચકાશે.

મોદીને સત્તામાં લાવીને ચર્ચામાં આવ્યા હતા PK
પ્રશાંત કિશોરનો જન્મ 1977માં બિહારના બક્સર જિલ્લામાં થયો હતો. તેમનાં માતા ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાનાં છે, જ્યારે પિતા બિહાર સરકારમાં ડૉક્ટર છે. તેમની પત્નીનું નામ જ્હાન્વી દાસ છે, જે આસામના ગુવાહાટીમાં ડોક્ટર છે. પ્રશાંત કિશોર અને જ્હાન્વીને એક પુત્ર છે. PKના રાજકીય કરિયરની વાત કરીએ તો તેઓ 2014માં મોદી સરકારને સત્તામાં લાવવાના કારણે ચર્ચામાં આવ્યા હતા. તેઓ એક ઉત્તમ ચૂંટણી વ્યૂહરચનાકાર તરીકે જાણીતા છે. હંમેશાં તેઓ પડદા પાછળ રહીને પોતાની ચૂંટણીની રણનીતિને આગળ ધપાવે છે.

પ્રશાંત કિશોરે મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ચૂંટણી વ્યૂહરચના ઘડવાની શરૂઆત કરી હતી.
પ્રશાંત કિશોરે મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ચૂંટણી વ્યૂહરચના ઘડવાની શરૂઆત કરી હતી.

સંયુક્ત રાષ્ટ્રની નોકરી છોડી મોદીની ટીમમાં જોડાયા હતા
34 વર્ષની ઉંમરે આફ્રિકાથી યુનાઈટેડ નેશન્સ (UN)ની નોકરી છોડીને કિશોર 2011માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ટીમમાં જોડાયા હતા. ત્યાર પછી રાજકારણમાં બ્રાન્ડિંગનો યુગ શરૂ થયો હતો. PKને મોદીની અદ્યતન માર્કેટિંગ અને ચાય પે ચર્ચા, 3ડી રેલી, રન ફોર યુનિટી, મંથન જેવા જાહેરાત અભિયાન માટે શ્રેય આપવામાં આવે છે. તેઓ ઈન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી (I-PAC) નામની સંસ્થા ચલાવે છે. તેઓ નેતૃત્વ, રાજકીય વ્યૂહરચના, સંદેશ અભિયાન અને ભાષણોનું બ્રાન્ડિંગ કરે છે.

અન્ય સમાચારો પણ છે...