તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:રાહુલ ગાંધીને મળ્યા પ્રશાંત કિશોર, પ્રિયંકા અને પંજાબના પ્રભારી હરીશ રાવત પણ હાજર રહ્યા

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના દિલ્હીવાળા ઘરે મુલાકાત કરી

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે મંગળવારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સાથે તેમના દિલ્હીવાળા ઘરે તેમની સાથે મુલાકાત કરી હતી. નોંધનીય છે કે, થોડા મહિના પહેલાં જ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પ્રશાંત કિશોરને તેમની મુખ્ય સલાહકાર તરીકે નિમણૂક કરી છે. ત્યારપછી પ્રશાંત કિશોરે ધારાસભ્યો અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. માનવામાં આવે છે કે, આજે પ્રશાંત કિશોર અને રાહુલ ગાંધીની મુલાકાતમાં પંજાબ ચૂંટણી વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી અને સાથે હરિશ રાવત અને કેસી વેણુગોપાલ પણ હાજર રહ્યા હતા.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રિયંકા ગાંધી આજે લખનઉ જવાના હતા. પરંતુ તેમની આ મુલાકાત 2 દિવસ માટે ટાળી દેવામાં આવી છે. નિષ્ણાતોનું માનવું છે કે, પંજાબ મામલે કોંગ્રેસ પાર્ટીમાં ઘણાં મોટા પરિવર્તન આવી શકે છે. આ પહેલાં પ્રશાંત કિશોરે કેપ્ટન અમરિંદર સિંહ સાથે પણ મુલાકાત કરી હતી.

નોંધનીય છે કે, પંજાબમાં 2022માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. અહીં સત્તાધીશ પાર્ટી કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યા છે. તેને પૂરા કરવા માટે ઘણી વખત બેઠકો કરવામાં આવી છે. થોડા સપ્તાહ પહેલાં સિદ્ધુએ મુખ્યમંત્રી અમરિંદર સિંહ વિરુદ્ધ વીજળી સહિત વિવિધ મુદ્દાઓ પર વિરોધ કર્યો હતો. સિદ્ધુનું કહેવુ હતું કે ગુરુ ગ્રંથ સાહિબ સાથે કરવામાં આવેલી ગેરવર્તણૂક મામલે હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તે ઉપરાંત ભ્રષ્ટાચાર પર નિયંત્રણ લાવવા માટે પણ કોઈ ખાસ પગલાં લેવામાં આવતા નથી.

નોંધનીય છે કે, ગયા મહિને પ્રશાંત કિશોરે ત્રણ વાર એનસીપી અધ્યક્ષ શરદ પવાર સાથે પણ મુલાકાત કરી હતી. પવાર સાથે આ બેઠકમાં વિપક્ષની પાર્ટીઓ બીજેપી સામે ત્રીજો મોર્ચો શરૂ કરશે તેવી અટકળો ફેલાઈ હતી.

પ્રશાંત કિશોરી રાજકીય પાર્ટીઓ માટે ચૂંટણીની રણનીતિ તૈયાર કરે છે. આ પહેલાં તેમણે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની પાર્ટી ટીએમસી માટે રણનીતિ તૈયાર કરી હતી. આ તેમની રણનીતિનું જ પરિણામ છે કે, ટીએમસીને 213 સીટો મળી અને બીજેપીને માત્ર 77 સીટો મળી.

અન્ય સમાચારો પણ છે...