તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Prashant Bhushan Retaliates If Twitter Account Is Blocked For Questioning Vaccine, Says Prashant IT And Pharma Companies Have Met

પ્રશાંત ભૂષણ-ટ્વિટર વચ્ચે તકરાર:વેક્સિન પર સવાલ ઉઠાવવાના કારણે ટ્વિટર એકાઉન્ટ બ્લોક કરાયું તો પ્રશાંત ભૂષણનો પલટવાર, પ્રશાંતે કહ્યું- IT અને ફાર્મા કંપનીઓ મળેલુ છે

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્વિટરે પ્રશાંત ભૂષણના એકાઉન્ટને 12 કલાક માટે બ્લોક કરી દીધું હતુ

ગૃહમંત્રી અમિત શાહ, કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ અને BJP પ્રવકતા સંબિત પાત્રા બાદ હવે ટ્વિટરે સામાજિક કાર્યકર્તા અને વકીલ પ્રશાંત ભૂષણ સામે કાર્યવાહી કરી છે. માઇક્રોબ્લોગિંગ સાઈટે વેક્સિનેશન પર કરવામાં આવેલા પ્રશાંત ભૂષણના ટ્વિટને મિસલીડિંગ (ભ્રમ ફેલાવનારું) જણાવ્યુ અને તેમના એકાઉન્ટને 12 કલાક માટે બ્લોક કરી દીધું હતું.

પ્રશાંત ભૂષણના કથા ટ્વિટ કાર મિસલીડિંગ ટેગ લાગ્યું?
ભૂષણે સોમવારે સાંજે 6.20 વાગે એક ટ્વિટ કર્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે કોવિડ વેક્સિન પર પોતાના વિચાર રજૂ કરવાના કારણે મારા પર અનેક લોકોને નિવેદનો આપતા હુમલો કર્યો હતો. આ અંગે હું કેટલાક ડૉક્યુમેન્ટ રજૂ કરી રહ્યો છું. આ કારણોથી મારા મનમાં વેક્સિન બાબતે ભ્રમ છે. વેક્સિનની ટ્રાયલ ન કરવાથી અને તેના ગંભીર પરિણામો ઉપરાંત મારા વિચારોને સેન્સર કરવાથી પણ ઘણો ચિંતિત છું.

ટ્વિટરે મિસલીડિંગ ટેગ સાથે વેક્સિનની જાણકારી આપી
ટ્વિટર દ્વારા પ્રશાંત ભૂષણના ટ્વીટ પર મિસલીડિંગનો લોગો જ લગાવાયો નહીં, પરંતુ ત્યાં એક લિન્ક પણ જનરેટ કરી દીધી. તેના પર ક્લિક કરવાથી યુઝરની સામે વેક્સિન સંબંધિત માહિતી આવશે. તેમાં જણાવવામાં આવ્યું છે કે શા માટે આરોગ્ય નિષ્ણાતોએ મોટાભાગના લોકો માટે વેક્સિનને સલામત જણાવી છે.

ટ્વિટરની કાર્યવાહી બાદ પ્રશાંત ભૂષણની પ્રતિક્રિયા
ટ્વિટરે પ્રશાંત ભૂષણને 12 કલાક બ્લોક કરી દીધા હતા. બ્લોક દૂર થયા બાદ મંગળવારે સવારે 10:42 વાગે પ્રશાંત ભૂષણે વધુ એક ટ્વિટ કર્યું હતું. તેમાં તેમણે કહ્યું, 'તો ટ્વિટરે મારા ટ્વિટને મિસલીડિંગ જણાવ્યુ છે. મેં તે ટ્વિટને પુરાવા સાથે જણાવ્યુ હતું કે વેક્સિન બાબતે મારા મનમાં આશંકા કેમ છે. ત્યાર બાદ પણ મને 12 કલાક સુધી બ્લોક કરી દેવામાં આવ્યો. મેં પહેલા પણ કહ્યું હતું કે ફાર્મા અને IT કંપનીઓ વચ્ચે સાંઠગાંઠ છે. બંને એક નેરેટિવ લઈને ચાલે છે. ટ્વિટરની આ કાર્યવાહી દ્વારા સાબિત થયું છે.

ટ્વિટરે ક્યારે કોના સામે કાર્યવાહી કરી?

1. અમિત શાહ: 12 નવેમ્બર 2020ના રોજ ગૃહમંત્રી અમિત શાહનું એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું. કંપનીએ તેની પાછળ એવી દલીલ કરતાં જણાવ્યુ હતું કે શાહે પોતાના એકાઉન્ટમાં પોતાનો ફોટો લગાવ્યો છે, તેની પર કોઈ કંપનીનો કોપીરાઇટ છે.

2. સંબિત પાત્રા: 21 મે 2021ના રોજ ટ્વિટરે BJPના રાષ્ટ્રીય પ્રવકતા સંબિત પાત્રાના ટૂલ કીટ પર કરવામાં આવેલા ટ્વિટને મેનિપુલેટેડ મીડિયા જણાવ્યુ હતું. આ બાબતે ઘણો વિવાદ પણ થયો હતો.

3. રવિશંકર પ્રસાદ: 25 જૂન 2021ના રોજ ટ્વિટરે કાયદા મંત્રી રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ 1 કલાક માટે બ્લોક કરી દીધું હતું. ત્યારે જણાવવામાં આવ્યું હતું લે રવિશંકરે અમરિકન કાયદા ડિજિટલ મિલેનિયમ કોપીરાઇટ એક્ટનું ઉલ્લંઘન કર્યું છે.