• Gujarati News
  • National
  • Prabhakar Sail, Who Accused Wankhede Of Bribery, Said: "I Have Not Been Called By The NCB For Questioning.

ક્રૂઝ ડ્રગ કેસમાં નવો વળાંક:વાનખેડે પર લાંચનો આરોપ લગાવનાર પ્રભાકર સૈલે કહ્યું- મને NCBએ પૂછપરછ માટે બોલાવેલ નથી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રભાકરે વકીલ મારફતે મોકલેલા પત્રમાં કહ્યું -NCBની વિઝીલન્સ વિંગે તેમની પૂછપરછ માટે ક્યારેય સમન્સ પાઠવ્યા નથી

આર્યન ખાન સાથે સંકળાયેલા ક્રુઝ ડ્રગ્સ કેસમાં સોમવારે એક નવો જ વળાંક આવ્યો છે. સમીર વાનખેડે અને કેપી ગોસાવી પર લાંચનો આરોપ લગાવનાર પ્રભાકર સૈલે કહ્યું છે કે NCBએ તેમની પૂછરપછ કરી નથી. પ્રભાકરના વકીલ તુષાર એન ખંડારે સોમવારે NCBના અધિકારીઓને મળ્યા અને તેમણે કહ્યું કે પૂછપરછ માટે બોલાવવાના સંજોગોમાં પ્રભાકર ગમે ત્યારે NCB ઓફિસ જશે.

પ્રભાકરે તેમના વકીલ મારફતે મોકલેલા પત્રમાં કહ્યું કે NCBની વિઝીલન્સ વિંગે તેમની પૂછપરછ માટે ક્યારેય સમન્સ પાઠવ્યા નથી. તેમણે લખ્યું કે મને મીડિયા અહેવાલના માધ્યમથી જાણવા મળ્યું કે NCBએ સમન્સ પાઠવી મને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. હું આ સ્પષ્ટ કરવા માગુ છું કે મને કોઈ જ સમન્સ મોકલવામાં આવ્યા નથી અને NCBની ટીમે મારો કોઈ સંપર્ક કર્યો નથી. મને બોલાવવામાં આવશે તો હું તેમની પાસે જઈશ અને મારું નિવેદન નોંધાવવા સાથે તમામ પૂરાવા પણ મોકલીશ.

પ્રભાકર આરોપ લગાવ્યો હતો
આર્યન ડ્રગ્સ કેસમાં પ્રભાકર NCBના સ્વતંત્ર સાક્ષી છે. તેમનો દાવો છેકે દરોડા સમયે તેઓ પણ ક્રૂઝ પર ઉપસ્થિત હતા. પ્રભાકરે દાવો કર્યો હતો કે NCBએ તેમની સમક્ષ પંચનામા પેપર દર્શાવી ખાલી કાગળ પર બળજબરીપૂર્વક હસ્તાક્ષક કરાવ્યા હતા. તેમણે આર્યન અથવા અન્ય કોઈની ધરપકડ અંગે માહિતી આપી ન હતી. પ્રભાકરે આરોપ લગાવ્યો હતો કે તેમણે ગોસાવીને ફોન પર ડિસુજાને રૂપિયા 25 કરોડની માગ કરવા અંગે વાત કરતા સાંભળ્યા હતા અને સમગ્ર બાબત 18 કરોડ પર નક્કી થઈ હતી, કારણ કે તેમને રૂપિયા 8 કરોડ સમીર વાનખેડેને આપવાના હતા.

પ્રભાકરના આરોપ બાદ NCB તપાસ કરી રહી છે ​​​​​​​
પ્રભાકરના આરોપ બાદ NCBની વિઝીલન્સ વિંગના 4 સભ્યોની ટીમ તૈયાર કરવા અંગે તપાસ શરૂ કરી હતી. સમીર વાનખેડે તપાસ ટીમ સામે હાથ થયા હતા અને પોતાની સ્પષ્ટતા રજૂ કરી હતી. તપાસ સમયે વિઝીલન્સ ટીમે મુંબઈ પોલીસ પાસે મદદની અપીલ કરી હતી, મુંબઈ પોલીસ કમિશ્નરને પત્ર લખી પ્રભાકર સૈલને NCBની વિઝીલેન્સ ટીમની સામે રજૂ થવાની વાત કહી હતી. પત્રમાં દાવો કરવામાં આવ્યો હતો કે બે દિવસ સુધી બોલાવ્યા બાદ પણ પ્રભાકર હાજર થયા નથી. NCBની વિઝીલેન્સ ટીમ આ કેસમાં અનેક સ્વતંત્ર સાક્ષીની પૂછપરછ કરી ચુકી છે.

અન્ય સમાચારો પણ છે...