• Gujarati News
  • National
  • Power Plants Reduce Coal Stocks; If Foreign Coal Becomes More Expensive, Domestic Demand Will Increase By 18%, Coal India Is Meeting Only 5 To 10% Of Demand.

ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:પાવર પ્લાન્ટ્સે ઘટાડ્યો કોલસાનો સ્ટોક; વિદેશી કોલસો મોંઘો થયો તો દેશીની માગ 18 ટકા વધી, કોલ ઈન્ડિયા 5થી 10% જ માગ પૂરી કરી રહી છે

2 મહિનો પહેલા

દેશના 137માંથી 72 પાવર પ્લાન્ટ્સની પાસે 3 દિવસનો કોલસો છે. 50 પાવર પ્લાન્ટ્સની પાસે 4થી 10 દિવસનો કોલસો છે. આ આંકડો જણાવે છે કે પાવર પ્લાન્ટ્સની પાસે પર્યાપ્ત કોલસો નથી. હવે સવાલ એ છે કે આવી સ્થિતિ શા માટે? દેશ જે કોલસા પર નિર્ભર છે, શું તે સપ્લાયને પૂરો કરવામાં નિષ્ફળ રહ્યો? ભાસ્કરની તપાસમાં ખ્યાલ આવ્યો કે હાલ પણ કોલ ઈન્ડિયાની પાસે 400 લાખ ટન કોલસાનો સ્ટોક છે. એનાથી તે 24 દિવસ સુધી સપ્લાય થઈ શકે છે.

વિદેશમાં કોલસો મોંઘો થતાં જ પાવર પ્લાન્ટ્સે તેની આયાત બંધ કરી દીધી. તે સંપૂર્ણ રીતે કોલ ઈન્ડિયા પર જ નિર્ભર બની ગયા. તપાસમાં એ જાણવા મળ્યું કે કોલસાની અછતને કઈ રીતે નિવારી શકાય એની તૈયારી પ્લાન્ટ્સ પાસે નહોતી. પ્લાન્ટ્સે સ્ટોક ક્ષમતા ઓછી કરી દીધી હતી. જેવો સ્ટોક ઘટ્યો, વીજળી યુનિટ બંધ થવા લાગ્યા. આયાત બંધ થવાથી સર્જાયેલી સ્થિતિનો સામનો કરવા માટે કોલ ઈન્ડિયા કે પાવર પ્લાન્ટ તૈયાર નહોતા.

બીજી તરફ, દિલ્હીમાં કોલસા મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે પ્લાન્ટ્સને સપ્લાય માટે કોલસાનો પૂરતો સ્ટોક છે. પ્લાન્ટ્સની પાસે હાલ 72 લાખ ટન કોલસો છે, જે 4 દિવસ માટે પૂરતો છે. કોલ ઈન્ડિયાની પાસે હાલ 400 લાખ ટનથી વધુ કોલસો છે, જેનો પાવર પ્લાન્ટ્સને સપ્લાય થવાનો છે. વીજળી મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે વીજળીનો વપરાશ શનિવારે 7.2 કરોડ યૂનિટ(2%) ઘટીને 382.8 કરોડ યુનિટ રહ્યો, જે શુક્રવારે 390 કરોડ યુનિટ હતું. તેના પગલે કોલસાની અછતના કારણે સમગ્ર દેશમાં વીજળીના સપ્લાયમાં સુધારો થયો છે.

ભાસ્કર એક્સપર્ટનો શો છે મત
BCCLમાં ટેક્નિકલ ઓપરેશનના પૂર્વ નિર્દેશક રાકેશ કુમાર અને કોલ ઈન્ડિયામાં માર્કેટિંગના પૂર્વ ડાયરેક્ટર એસએન પ્રસાદે આ અંગે વાત કહી છે. તેમણે વીજળી સંકટ માટેનાં 4 કારણ જણાવ્યાં.

1.ઉદ્યોગ ખૂલવાથી માગ વધીઃ કોરોનાકાળમાં ઉદ્યોગ બંધ હતા. અનલોક પછી ઉદ્યોગ ખૂલતા ગયા, વીજળીની માગ વધી. પાવર પ્લાન્ટ્સની આજે 18 ટકા વધુ કોલસાની માગ છે, જ્યારે કોલ ઈન્ડિયા 5-10 ટકા વધેલી માગને જ પૂરી કરી શકે છે.
2. વધુ વરસાદ, પાણી ભરાયુંઃ 14 સપ્ટેમ્બર સુધીમાં મોન્સૂન પિરિયડ પૂર્ણ થઈ ગયો હતો, જોકે આ વખતે છેક સુધી વરસાદ થતો રહ્યો. આજે પણ ઘણા ઓપન કાસ્ટમાં પાણી ભરાયું છે. સ્ટોક હોવા છતાં કોલસા ડિસ્પેચ થઈ શકતા નથી.
3. નિર્ભરતા વધીઃ ચીન, ઓસ્ટ્રેલિયાની જગ્યાએ ઈન્ડોનેશિયામાંથી કોલસો લેવો પડશે. કોલસો મોંઘો થયો. મોટા પાવર પ્લાન્ટ્સે વિદેશમાંથી કોલસો મગાવવાનો બંધ કર્યો. હવે બધાને કોલ ઈન્ડિયામાંથી કોલસો જોઈએ છે.
4. પ્લાન્ટ્સે ઘટાડ્યો સ્ટોકઃ કોરોનાકાળમાં કોલસાનું ટ્રાન્સપોર્ટેશન વધ્યું. પાવર પ્લાન્ટ કોલસાની માગ કરે કે તરત જ 24 કલાકમાં એ પહોંચી જાય. એવામાં પ્લાન્ટ 7-10 દિવસ સ્ટોક રાખવા લાગ્યા. નિયમો મુજબ, એ 22થી 25 દિવસ સુધીનો હોવો જોઈએ. હવે માગ વધી તો તરત કોલસો ન મળ્યો.

આગળ શું કરવું પડશેઃ

  • ઉત્પાદન વધ્યું, જે કોલસા છે એને મોકલોઃ મોન્સૂન અને અન્ય કારણોથી કોલસાનું ઉત્પાદન બંધ થયું. એ આપણા હાથમાં નથી, પરંતુ ડિસ્પેચ આપણા હાથમાં છે. જે સ્ટોક છે એ વધુમાં વધુ લોકો સુધી પહોંચે.
  • મોન્સૂન વિદાય, હવે ઉત્પાદન વધ્યુઃં ટોપ ટુ બોટમ આ દિશામાં કામ કરો. પ્લાન બનાવીને ઉત્પાદનમાં લાગ્યા, જેમ સરકાર કહી પણ રહી છે.
  • નીતિગત નિર્ણય અટકવાનું કારણ ન બન્યુંઃ ઘણા પ્રોજેક્ટમાં ઉત્પાદન બંધ છે. મેગા માઈન્સની પાસે ઉત્પાદન માટે પાંચ વર્ષની જમીન ઉપલબ્ધ હોવી જોઈએ. ઘણી માઈન્સ જમીન વિવાદમાં બંધ પડી છે, એ ચાલુ થાય.

કોલ ઈન્ડિયા ઉત્પાદન લક્ષ્યથી 267.5 લાખ ટન પાછળ
આંકડા જણાવે છે કે બે વર્ષમાં કોલ ઈન્ડિયાનું કોલસા ઉત્પાદન 106.7 લાખ ટન ઘટ્યું છે. સપ્ટેમ્બર 2021-22 સુધી કંપનીએ 2600.7 લાખ ટન ઉત્પાદન કર્યું, જ્યારે લક્ષ્ય 2874.2 લાખ ટન હતું. વર્તમાનમાં પણ કોલ ઈન્ડિયા પોતાના લક્ષ્યથી 267.5 લાખ ટન પાછળ છે.

UPના મુખ્યમંત્રીએ વડાપ્રધાનને પત્ર લખ્યો
UPમાં કોલસાની અછતથી વીજળી ઉત્પાદન પ્રભાવિત થવાની શક્યતાને જોતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે PM નરેન્દ્ર મોદીને કોલસાની વધારાની માગ પૂરી કરવા માટે પત્ર લખ્યો છે. ઊર્જામંત્રી શ્રીકાંત શર્માએ કહ્યું હતું કે કોલસાની અછતને કારણે આ સંકટ વધી શકે છે.

યુરોપમાં વીજળી 250 ટકા, ગેસ 400 ટકા મોંઘો થયો, વિશ્વના ઘણા દેશોમાં સ્થિતિ બગડી રહી છે
વિશ્વમાં ઊર્જાનું સંકટ પ્રત્યેક દિવસે વધી રહ્યું છે. અંધારું છવાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. કેટલાક દેશમાં વીજળી કટ થઈ ચૂકી છે તો કેટલાક દેશોમાં કોલસાની અછતને કારણે વીજળી કટ થનારી છે. કોલસો નથી, નેચરલ ગેસ અને ઓઈલના ભાવ ખૂબ વધી રહ્યા છે. યુરોપમાં આ વર્ષની શરૂઆતથી અત્યારસુધી નેચરલ ગેસના ભાવ 400 ટકા, જ્યારે વીજળી 250 ટકા વધી ચૂકી છે.

ચીનની ફેક્ટરીમાં 18 ટકા સુધી ઉત્પાદન ઘટ્યું છે. મોટો સવાલ એ છે કે વિશ્વને આખરે ઊર્જા સંકટનો શા માટે સામનો કરવાનો વારો આવ્યો છે, એ ક્યાં સુધી રહેવાનું છે? નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કોરોનાકાળ પછી સામાન્ય સ્થિતિ થવાના કારણે અચાનક માગ વધી એને કારણે આ સંકટ સર્જાયું છે. હાલ એમ કહેવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં સમગ્ર વિશ્વમાં વીજળીનું સંકટ વધી શકે છે.

અન્ય સમાચારો પણ છે...