ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ખીણમાં વીજકાપની આશંકા, કાશ્મીરી પંડિતોના પ્રમોશન-સેફ પોસ્ટિંગનો પ્લાન

જમ્મુએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાશ્મીરી પંડિત જૂનિયર એન્જિનયર કામ પર પાછા નથી ફરી રહ્યા

ખીણમાં તહેનાત કાશ્મીરી પંડિતો પર હુમલા અને હત્યાની ઘટનાઓ બાદ કર્મચારીઓનું કડક વલણ યથાવત્ છે. બડગામમાં કર્મચારી રાહુલ ભટની આતંકીઓ દ્વારા હત્યા બાદથી ખીણના કર્મચારી અત્યાર સુધી તેમની ઓફિસોમાં પાછા ફર્યા નથી. આ કારણે જમ્મુ-કાશ્મીરમાં વડાપ્રધાન પેકેજ હેઠળ ચાલી રહેલા જાહેર સ્વાસ્થ્ય, રોડ અને બિલ્ડિંગના પ્રોજેક્ટ ઠપ થઇ શકે છે. સૌથી મોટો ખતરો ખીણમાં વીજકાપની આશંકાને લઈને છે.

ઊર્જા વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે લગભગ એક સપ્તાહથી ખીણમાં પોસ્ટિંગવાળા પ્રવાસી જૂનિયર એન્જિનિયર કામ પર આવી રહ્યા નથી. જો હજુ થોડા દિવસ આવું ચાલશે તો વીજકાપની આશંકાને નકારી ના શકાય. જોકે હાલમાં ખીણમાં પાવરકટના મામલા સામે આવ્યા નથી. પણ પાવરહાઉસમાં જૂનિયર એન્જિનિયરોના ઓપરેશન રોલને જોતા આ પ્રકારની આશંકાને નકારી શકાય નહીં.

કાશ્મીરના વિભાગીય કમિશનર પી.કે.પોલે કહ્યું કે તે તમામ વિભાગોના પ્રમુખ અને એન્જિનિયરો સાથે વાત કરી રહ્યા છે. સુરક્ષિત સ્થાનોએ પોસ્ટિંગ વિશે વિચાર કરી જલદી નિર્ણય લેવાશે. ખીણમાં બાળકોનો અભ્યાસ પણ અવરોધાઈ રહ્યો છે. એક અનુમાન અનુસાર ખીણમાં બાળકોની સ્કૂલોમાં દર 10માંથી 6 શિક્ષક કાશ્મીરી પંડિત છે. ખીણમાં આતંકી ઘટનાઓ બાદથી તેઓ સ્કૂલ ન આવીને વિરોધ દર્શાવી રહ્યા છે. બાળકોના ઓનલાઈન ક્લાસ પહેલાથી બંધ છે. તંત્ર કર્મચારીઓને કામ પર પાછા લાવવા દરેક સંભવ પ્રયાસ કરી રહ્યું છે.

મૂળરૂપે જમ્મુ નિવાસી અને હાલમાં ખીણમાં પોસ્ટિંગ પર એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે સરકાર વતી કાશ્મીરી પંડિત કર્મચારીઓ માટે એક પ્લાન બનાવી રહ્યું છે. તેમાં કાશ્મીરી પંડિતોને ગત લાંબા સમયથી લંબિત પ્રમોશન આપવા અને સુરક્ષિત ક્ષેત્રોમાં પ્રમોશન સામેલ છે. તેનાથી કર્મચારીઓમાં વિશ્વાસ વધશે. આમ તો તંત્ર તરફથી અત્યાર સુધી કર્મચારીઓને ખીણમાં પાછા લાવવા વિશે કરાયેલા ઉપાયો પ્રત્યે કોઈ ઉત્સાહજનક પ્રતિક્રિયા નથી મળી. કર્મચારીઓને મનાવવા તંત્ર તરફથી અનેક ચેનલોના માધ્યમથી વાતચીત કરાઈ રહી છે.

અહીંથી બચાવો, માતૃભૂમિ માટે જીવ આપી શકીએ પણ આતંકીઓના શિકાર નથી થવું
શેખપોરા, બડગામ અને કાજીગુડમાં દેખાવ કરી રહેલા પ્રવાસી કર્મચારીઓની એક માગ એ છે કે તે ખીણમાં વધુ કામ નહીં કરી શકે. શેખપોરામાં ધરણા પર બેસેલા એક કાશ્મીરી પંડિતે કહ્યું કે તે બધા માતૃભૂમિ માટે જીવ આપી શકે છે પણ ખીણમાં આતંકીઓની ગોળીઓના નિશાન બનવા નથી માગતા. વેસ્સૂ કેમ્પના એક મહિલા શિક્ષકે કહ્યું કે અમે ખીણમાં સુરક્ષિત નથી. ગત દિવસોમાં શિક્ષક-કર્મચારીઓને આતંકીઓએ મારી નાખ્યા, બને શકી કે આગામી નંબર અમારો હોય.

અન્ય સમાચારો પણ છે...