તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Power Bank Explodes While Charging Mobile, Youth Dies, Villagers In Panic After Accident

પાવર બેન્ક બ્લાસ્ટ થતાં યુવકનું મોત:મોબાઈલ ચાર્જિંગ કરતી વખતે હાથમાં લેતા જ ફાટી પાવર બેન્ક, બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ઘરના છાપરાં પણ ઉડ્યા

9 દિવસ પહેલા
  • મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લાના છપરૌડા ગામની ઘટના

મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લામાંથી એક દર્દનાક ઘટના સામે આવી છે. અહીં છપરૌડા ગામમાં મોબાઈલ ચાર્જ કરતી વખતી પાવર બેન્ક બ્લાસ્ટ થતાં એક યુવકનું મોત થયું છે. પાવર બેન્ક ફાટતા એટલો મોટો બ્લાસ્ટ થયો હતો કે ઘરના છાપરા પણ ઉડી ગયા હતા. ઘરની દિવાલો ઉપર પણ બ્લાસ્ટના નિશાન જોવા મળ્યા હતા. આ બ્લાસ્ટમાં યુવક પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. યુવકને ઘાયલ સ્થિતિમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

છપરૌડા ગામમાં 28 વર્ષનો યુવક રામ સાહિલ સવારે સાડા સાત વાગે પાવર બેન્કથી મોબાઈલ ચાર્જ કરતો હતો. આ દરમિયાન મોબાઈલ તેના હાથમાં જ હતો. ત્યારે અચાનક જ પાવર બેન્કમાં બ્લાસ્ટ થયો હતો અને તેના કારણે ઘરમાં દોડા-દોડી થઈ ગઈ હતી. આ બ્લાસ્ટના કારણે ઘરના છાપરાં પણ ઉડી ગયા હતા. ઘરમાં ઘણી જગ્યાએ દિવાલોમાં પણ બ્લાસ્ટના કારણે ગાબડા પડ્યા હતા. ઘટના સમયે જ યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો.

બ્લાસ્ટ થતાં ઘરની દિવાલો અને છાપરાને પણ અસર થઈ
બ્લાસ્ટ થતાં ઘરની દિવાલો અને છાપરાને પણ અસર થઈ

ઘટનાના તુરત પછી પરિવારજનો યુવકને તુરંત હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. આ ઘટનાથી ગામમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું છે. જોકે તપાસમા હજી એ ખબર નથી પડી કે, પાવર બેન્ક કઈ કંપનીની હતી, પરંતુ હવે તેની ગુણવત્તા સામે સવાલ ઉભા થઈ રહ્યા છે.

નોંધનીય છે કે, ઉમરિયા એમપીનો ઘણો પછાત જિલ્લો છે. ગ્રામીણ વિસ્તારોમાં વીજળીની ઘણી તકલીફ રહેતી હોય છે. તેથી ગામના લોકોને મોબાઈલ ચાર્જ કરવા માટે પાવર બેન્કની જરૂર હોય છે. માનવામાં આવે છે કે, સ્થાનિક બજારોમાં પાવર બેન્ક સસ્તી કિંમતે મળતી હોય છે અને તેથી તેની ગુણવત્તાની કોઈ ગેરંટી હોતી નથી.

અન્ય સમાચારો પણ છે...