• Gujarati News
  • National
  • Akhilesh Jayant Protest By Displaying Controversial Posters At SP RLD Rally, Also Stoned

અલીગઢમાં એક જ પોસ્ટમાં જોવા મળ્યા શ્રીરામ-ઝિણા:SP-RLDની રેલીમાં વિવાદિત પોસ્ટર દેખાડીને અખિલેશ-જયંતનો વિરોધ, પથ્થરમારો પણ થયો

અલીગઢએક મહિનો પહેલાલેખક: રોહિત શર્મા
  • કૉપી લિંક
  • અખિલેશ યાદવ ગત દિવસોમાં ઝિણાને લઈને એક નિવેદનને કારણે ઘણાં ચર્ચામાં રહ્યાં
  • અખિલેશના નિવેદનને કેટલાંક રાજકીય પક્ષોએ મુદ્દો બનાવ્યો છે

અલીગઢના ઈગલાસમાં ગુરૂવારે સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળની સંયુક્ત રેલી યોજાઈ હતી. જો કે આ સંયુક્ત રેલીમાં એક વિવાદિત પોસ્ટર દેખાડીને વિરોધ કરવામાં આવ્યો. સભા સ્થળની આજુબાજુના વિસ્તારમાં લગાડવામાં આવેલા પોસ્ટરમાં ભગવાન શ્રીરામની સાથે પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝિણાની તસવીર એક સાથે લગાડવામાં આવી હતી.

આ રેલીમાં સપા સુપ્રીમો અખિલેશ યાદવ અને RLD અધ્યક્ષ જયંત ચૌધરી એક જ મંચ પર સાથે હતા. માનવામાં આવે છે કે આ વાતના વિરોધમાં જ આ પોસ્ટર લગાડવામાં આવ્યા હતા. અખિલેશ યાદવ ગત દિવસોમાં ઝિણાને લઈને એક નિવેદનને કારણે ઘણાં ચર્ચામાં રહ્યાં છે, જેને કારણે અન્ય રાજકીય પક્ષોએ આ નિવેદનને મુદ્દો બનાવ્યો છે.

અખિલેશ, તમે પાકિસ્તાનમાંથી ચૂંટણી જીતી શકો છો
સભાની આજુબાજુ લાગેલા વિવાદિત પોસ્ટર્સમાં પરચમ પાર્ટી ઓફ ઈન્ડિયાનું નામ લખેલું છે. આ પોસ્ટર કોને લગાડ્યા છે, તેની જાણ કોઈને નથી. ભગવાન રામ અને ઝિણાની તસવીરની સાથે તેમાં એક મેસેજ પણ લખાયો છે- અખિલેશ તમે પાકિસ્તાનથી જ ચૂંટણી જીતી શકો છો, ઉત્તરપ્રદેશમાંથી નહીં. સાથે જ એવું પણ લખાયું છે કે અખિલેશ યાદવ ઝિણાને ચૂંટણી મેદાનમાં ઉતારીને યુવાનો અને મહિલાઓને દગો આપી રહ્યાં છે.

રેલીમાં પથ્થરમારો થયો, બસ ચાલકે રોડ જામ કરી દીધો
SP-RLDની રેલી પૂરી થયા બાદ વાહનોની લાંબી કતાર અલીગઢ તરફ જવા લાગી. આ દરમિયાન રસ્તામાં કેટલાંક અરાજક તત્વોએ બુલંદશહેરની રેલીમાં સામેલ થવા આવેલી એક બસ પર પથ્થરમારો કર્યો. જેના કારણે બસના કાચ તૂટી ગયા અને તેમાં બેઠેલા કેટલાંક લોકોને ઈજા પણ થઈ. આ વાતથી ગુસ્સામાં આવેલા બસ ચાલકે બસને રસ્તા વચ્ચે જ ઊભી કરી દીધી અને રસ્તો જામ કરી દીધો.

રસ્તા વચ્ચે બસ ઊભી રહેવાને કારણે ઘણાં કિલોમીટર સુધી જામ લાગી ગયો અને લોકો પરેશાન થઈ ગયા. મળતી માહિતી મુજબ ઘટનાસ્થળે પોલીસ પહોંચી અને તેઓએ બસમાં સવાર લોકોને સમજાવ્યા. આરોપીઓ વિરૂદ્ધ કેસ દાખલ કરવાનું આશ્વાસન પમ આપ્યું જે બાદ લોકો માન્યા અને બસને રસ્તા વચ્ચેથી હટાવીને સાઈડમાં કરી. લગભગ અડધા કલાકથી વધુ સમય સુધી જામ લાગ્યા બાદ લોકોએ અંતે રાહતનો દમ લીધો.

અન્ય સમાચારો પણ છે...