MPની રાજનીતિ:'ખોવાયેલા છે' એવા સાંસદ પ્રજ્ઞા ઠાકુરના પોસ્ટર લાગ્યા; કોરોના મહામારીથી ભોપાલની જનતા પરેશાન

ભોપાલ2 વર્ષ પહેલા
ભોપાલમાં સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર ખોવાયેલા છે તેવા પોસ્ટર લાગ્યા છે.
  • કોરોના વાઈરસ મહામારી દરમિયાન ભોપાલ સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર એકવાર પણ લોકો સામે આવ્યા નથી
  • આ પહેલા જ્યોતિરાદિત્ય સિંધિયા, ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને તેના પુત્ર નકુનાથના પોસ્ટર લાગ્યા હતા

મધ્ય પ્રદેશમાં પોસ્ટર પોલિટિક્સ શરૂ થઈ ગયું છે. હવે ભોપાલમાં સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર ખોવાયેલા છે તેવા પોસ્ટર લાગ્યા છે. આ પોસ્ટર શહેરના અમુક ભાગમાં લગાવાયા છે. ભોપાલના સાંસદ કોરોના સંકટમાં લોકો સામે આવ્યા નથી.

પોસ્ટરમાં લખ્યું છે કે કોરોના મહામારીમાં ભોપાલના લોકો પરેશાન, સાંસદ પ્રજ્ઞા ઠાકુર ક્યા ગૂમ છે. જોકે આ પોસ્ટર કોણે લગાવ્યા છે તેનો ખુલાસો થયો નથી. આવું પહેલીવાર નથી બન્યું કે કોઈ નેતાના ખોલાયેલા છે તેવા પોસ્ટર લાગ્યા હોય. આ પહેલા જ્યોતિરાદિત્ય સિંધિયા, પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને તેના પુત્ર સાંસદ નકુનાથના પણ આ પ્રકારના પોસ્ટરો લાગ્યા હતા. સિંધિયા સમર્થક ઈમરતી દેવીના પણ પોસ્ટરો લાગ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...