• Gujarati News
  • National
  • Posted A Suicide Note On Social Media Before The Execution; Wrote By Tagging CM My Death Is A Murder

યોગીની સોશિયલ મીડિયાના ટીમ મેમ્બરે આત્મહત્યા કરી:ફાંસી લગાવતાં પહેલાં સોશિયલ મીડિયા પર સુસાઇડ નોટ પોસ્ટ કરી; મુખ્યમંત્રીને ટેગ કરીને લખ્યું- મારું મોત એક હત્યા

લખનઉ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાર્થે પોતાની કંપનીના ત્રણ-ચાર સભ્યનો ઉલ્લેખ કર્યો છે. આ નોટ પરથી ખબર પડી રહી છે કે પાર્થ પોતાની કંપનીમાં થનારી રાજનીતિથી પરેશાન હતો (ફાઈલ ફોટો) - Divya Bhaskar
પાર્થે પોતાની કંપનીના ત્રણ-ચાર સભ્યનો ઉલ્લેખ કર્યો છે. આ નોટ પરથી ખબર પડી રહી છે કે પાર્થ પોતાની કંપનીમાં થનારી રાજનીતિથી પરેશાન હતો (ફાઈલ ફોટો)

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સને ચલાવનારી કંપનીમાં કામ કરતા પાર્થ શ્રીવાસ્તવે ફાંસી લગાવીને જીવ આપી દીધો છે. 28 વર્ષના પાર્થની એક સુસાઈડ નોટ અને સોશિયલ મીડિયા પોસ્ટનો સ્ક્રીનશોટ વાઇરલ થઈ રહ્યો છે, જેમાં મુખ્યમંત્રીને ટેગ કરતાં પાર્થે પોતાની કંપનીની જૂથબાજી અને રાજનીતિ અંગે જણાવ્યું છે. તેણે લખ્યું છે, 'મારી આત્મહત્યા એક હત્યા છે, જેના જવાબદાર માત્ર ને માત્ર રાજનીતિ કરનારી શૈલજા અને તેને સાથ આપનાર પુષ્પેન્દ્ર સિંહ છે.' જોકે હવે પાર્થના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પરથી આ સુસાઈડ નોટ ગાયબ છે.

અંતિમ મેસેજ- કંપનીમાં રાજનીતિનો શિકાર થયો
પાર્થે પોતાની કંપનીના ત્રણ-ચાર સભ્યોનો ઉલ્લેખ કર્યો છે. આ નોટથી ખ્યાલ આવી રહ્યો છે કે પાર્થ પોતાની કંપનીમાં થઈ રહેલી રાજનીતિથી પરેશાન હતો. તેને પોતાની સાથે કામ કરનારી શૈલજા અને પુષ્પેન્દ્રનાં નામોનો ઉલ્લેખ કરતાં સુસાઈડ માટે જવાબદાર ગણાવ્યાં છે.

પિતા હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ત્યાં સુધીમાં મોત થઈ ગયું હતું
પાર્થે બુધવારે સવારે પોતાના ઘરમાં દોરડાના ફંદો બનાવીને સુસાઈડ કર્યું હતું. ઘરમાં લટકી રહેલા પુત્રના મૃતદેહને લઈને પિતા રવીન્દ્ર નાથ શ્રીવાસ્તવ રામ મનોહર લોહિયા હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો. પાર્થના મિત્ર આશિષ પાંડેએ સોશિયલ મીડિયા પર આ અંગે જાણકારી આપી. ઈન્દિરાનગર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટરનું કહેવું છે કે ડૉ. રામ મનોહર લોહિયા હોસ્પિટલ તરફથી જાહેર થયેલા મેમો પછી આ સૂચના મને મળી છે. મૃતકના પિતાએ સુસાઈડ કરી હોવાની સૂચના આપી છે. પોલીસનું કહેવું છે કે તેને કોઈ જ સુસાઈડ નોટ મળી નથી.

મૃતકનું ટ્વીટ ડિલિટ થયું, સ્ક્રીનશોટ મિત્રએ કર્યો શેર
પાર્થના મિત્ર આશિષ પાંડેએ સોશિયલ મીડિયા પર પાર્થના ટ્વિટર અને ફેસબુક પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કરતાં જસ્ટિસફોરપાર્થ કેમ્પેન શરૂ કર્યું છે. સવાલ એ છે કે પાર્થના ટ્વિટર હેન્ડલ પરથી તેના પોસ્ટ કરવામાં આવેલાં 2 પેજની સુસાઈડ નોટને અંતે કોણે ડિલિટ કરી. આ બધું જ તેના મોત પછી થયું છે.

સુસાઈડ નોટમાં શું લખ્યું છે?
'પ્રણય ભૈયાએ મને કહ્યું હતું કે મારી સાથે વાત કરશે, પરંતુ તેમણે પુષ્પેન્દ્ર ભૈયા સાથે રાત્રે 12ઃ40 વાગ્યે ક્રોસ કોલ કરીને તેને પોતાની સફાઈ અપાવી. પુષ્પેન્દ્ર ભૈયાએ જાણીજોઈને વ્હોટ્સએપ કોલ કર્યો કે જેથી તેમની વાતો રેકોર્ડ ન થઈ શકે. કોલ કરીને પણ તેણે તમામ દોષ સંતોષ ભૈયા પર નાખી દીધો અને એ વાતનો વિશ્વાસ અપાવ્યો કે તેઓ મારા શુભચિંતક જ રહ્યા છે. જ્યારે કે સત્ય તો એ છે કે તેઓ માત્રને માત્ર શૈલાજા જીના જ શુભચિંતક રહ્યા છે. હંમેશાંથી પુષ્પેન્દ્ર ભૈયા શૈલાજાજી સિવાય કોઈ અન્ય માટે ચિંતિત નથી રહ્યા. અન્યોની નાની નાની ભૂલ પર પુષ્પેન્દ્ર હંમેશાં નારાજ થતા રહે છે. શૈલજાજી અને મહેન્દ્ર ભૈયા માત્ર તેમના ગુણગાન કરે છે.'

મને આશ્ચર્ય પ્રણય ભૈયા પર થાય છે કે તેઓ આ બધું જુએ છે, સમજે છે તેમ છતાં પુ્ષ્પેન્દ્ર ભૈયાને સાથે કઈ રીતે અને શું કામ આપી રહ્યા છે. મેં જ્યારથી આ કામ શરૂ કર્યું ત્યારથી સૌથી વધુ માન પ્રણય ભૈયાને જ આપ્યું. એક બાજુ પુષ્પેન્દ્ર ભૈયા જે માત્ર બીજાની ઊણપ કાઢતા જોવા મળ્યા તો બીજા બાજુ પ્રણય ભૈયા જોવા મળ્યા, જેઓ પોતાના કામથી જ પોતાનું નામ બનાવતા જોવા મળ્યા.

મેં પ્રણય ભૈયાને મારા આદર્શ માન્યા અને માત્ર કામથી મારું નામ બનાવવાની ઈચ્છા રાખી, મારાથી ભૂલ પણ થઈ છે, પરંતુ એ ભૂલનું પુનરાવર્તન ન થાય એના પૂરતા પ્રયાસ પણ કર્યા, પરંતુ શૈલજાજી જે માત્ર મીઠી મીઠી વાતો કરીને પોતાની જગ્યા પર હતી, તેને મારી નાનામાં નાની ભૂલને બધાની સામે ઉજાગર કરીને મને નકામો સાબિત કરી દીધો. શૈલજાજીને ખૂભ ખૂબ અભિનંદન. મારી આત્મહત્યા એક ખૂન છે, જેના જવાબદાર અને રાજનીતિ કરનારી શૈલજા અને તેનો સાથે આપનારા પુષ્પેન્દ્ર સિંહ છે.

અભય ભૈયા અને મહેન્દ્ર ભૈયાને આ વાતની થોડીઘણી પણ જાણકારી નથી કે લખનઉવાળા કાર્યાલયમાં શું થઈ રહ્યું હતું. હું આજે પણ મરીશ નહીં ત્યાં સુધી મહેન્દ્ર ભૈયા અને અભય ભૈયાને મારાં માતા-પિતા જેટલું સન્માન આપું છું.'

અન્ય સમાચારો પણ છે...