• Gujarati News
  • National
  • Posted A Pornographic Photo From A Parent's Account; If Asked, He Said Spying Is Going On

જયપુરના 13 વર્ષના બાળકે પેરેન્ટ્સ પર કર્યો સાઈબર એટેક:માતા-પિતાના એકાઉન્ટમાંથી અશ્લીલ ફોટો પોસ્ટ કરી; પૂછ્યું તો બોલ્યો- જાસૂસી થઈ રહી છે

જયપુર12 દિવસ પહેલા

રાજસ્થાનના એક સ્ટૂડન્ટે ઓનલાઈન ગેમિંગની લતમાં પોતાના માતા-પિતા પર જ સાઈબર એટેક કરી દીધો. વિદ્યાર્થીએ ઘરમાં અનેક જગ્યાએ ચિપ લગાડી દીધી અને ઘરના સભ્યોને કહ્યું કે કોઈ તેમની જાસૂસી કરી રહ્યું છે. જે બાદ માતા-પિતાના એકાઉન્ટથી અશ્લીલ પોસ્ટ કરવાનું શરૂ કરી દીધું. જેની ફરિયાદ પરિવારે પોલીસને કરી તો સમગ્ર મામલાનો ખુલાસો થયો.

જયપુર શહેરના હરમાડા પોલીસ સ્ટેશનમાં એક સપ્તાહ પહેલા એક પરિવારે સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થઈ હોવાની ફરિયાદ કરી હતી. સાઈબર સેલે પરિવારના ત્રણેય ફોન જપ્ત કર્યા અને તપાસ શરૂ કરી દીધી. ખ્યાલ આવ્યો કે 8માં ધોરણમાં ભણતા તેમના 13 વર્ષના પુત્રએ જ આ ઘટનાને અંજામ આપ્યો છે.

પોલીસને ગેરમાર્ગે દોરતો રહ્યો
પોલીસે બાળકને જ્યારે આ અંગે પૂછ્યું તો તેને જણાવ્યું કે હેકરના કહેવાથી તેને આ બધું કર્યું. હેકર કહેતો હતો કે જે હું કહી રહ્યો છું... જો નહીં કરે તો તારા ઘરના સભ્યોને મારી નાખીશ. બાળક સતત પોલીસને ગેરમાર્ગે દોરતો રહ્યો, પરંતુ જ્યારે તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું ત્યારે ચિપ અને મોબાઈલ અંગે સંપૂર્ણ જાણકારી આપી.

પરિવારના ત્રણેય મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં ઈન્સ્ટોલ કરવામાં આવેલી તમામ એપ અંગે જાણકારી મેળવવામાં આવી રહી છે.
પરિવારના ત્રણેય મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં ઈન્સ્ટોલ કરવામાં આવેલી તમામ એપ અંગે જાણકારી મેળવવામાં આવી રહી છે.

મિત્રની મદદથી સોશિયલ મીડિયા પર માતા-પિતાને ધમકાવ્યા
જાણકારી મુજબ બાળક કાકાના ફોનમાં આખો દિવસ ગેમિંગમાં વ્યસ્ત રહેતો હતો. આ વચ્ચે તેની ફોનમાં એક લિંક આવી. બાળકે તે લિંક ખોલી અને માગવામાં આવેલી તમામ ડિટેઈલ્સ ભરી દીધી. મોબાઈલ નંબર સુધી અને OTP પણ શેર કર્યો. સાઈબર ઠગી તો ન થઈ પરંતુ બાળકના કાકાના મોબાઈલ પરથી માતા-પિતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલીને અશ્લીલ પોસ્ટ કરી દીધી. પકડાવવાના ડરથી મિત્રની મદદથી વોટ્સએપ પર માતા-પિતાને ધમકી પણ આપી.

બાળકે ઘરના દરેક ખૂણે ચિપ, ઈયરફોન ચિપકાવ્યા હતા.
બાળકે ઘરના દરેક ખૂણે ચિપ, ઈયરફોન ચિપકાવ્યા હતા.

સાઈબર એક્સપર્ટ મુકેશ ચૌધરીએ જણાવ્યું કે આ પ્રકારનો કેસ પહેલી વખત સામે આવ્યો છે. તપાસમાં ખ્યાલ આવ્યો છે કે બાળકે ઘરવાળાના મોબાઈલ ફોન હેક કરવા માટે મોબાઈલ હેકિંગ એપ ઈન્સ્ટોલ કરી. જે બાદ ફોન પર વિચિત્ર એનિમેશન આવવા લાગ્યા. તેને મોબાઈલનો સંપૂર્ણ ડેટા પણ ડિલીટ કરી દીધો, કે જેથી માતા-પિતાને તેની વાત પર વિશ્વાસ બેસી જાય.

ગેમિંગ ડિસઓર્ડર શું છે?
WHOએ ઈન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝમાં ગેમિંગ ડિસઓર્ડર સામેલ કર્યું છે. જેનાથી પીડિત વ્યક્તિને ગેમિંગ પર કોઈ જ નિયંત્રણ નથી હોતું. તે ગેમને જ મહત્વ આપવા લાગે છે. બાળકમાં આક્રમકતા, હિંસક વૃતિ, ગુસ્સાવાળો સ્વભાવ અને અવસાદ તેના લક્ષણ છે.

અન્ય સમાચારો પણ છે...