• Gujarati News
  • National
  • Polygraph Test Could Not Be Done Due To Fever And Cold, Test Will Be Done Only After Health Improves

આફતાબનો નાર્કો ટેસ્ટ આજે નહિ થાય:તાવ અને શરદીના કારણે પોલીગ્રાફ ટેસ્ટ થઈ શક્યો નહિ, હવે તબિયત સારી થશે પછી જ ટેસ્ટ કરવામાં આવશે

9 દિવસ પહેલા

શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબ અમીન પૂનાવાલાનો નાર્કો ટેસ્ટ આજે થવાનો હતો. જોકે આજે આ ટેસ્ટ થયો નથી, કારણ કે તેને તાવ અને શરદી હતાં અને ગઈકાલે તેનો પોલીગ્રાફી ટેસ્ટ પણ થયો નહિ.

પોલીગ્રાફી ટેસ્ટમાં વિલંબનો અર્થ એ છે કે નાર્કો ટેસ્ટ થઈ શકશે નહીં. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના એક અધિકારીએ PTIને જણાવ્યું હતું કે આફતાબની તબિયત સારી હોય તો જ પોલીગ્રાફી ટેસ્ટ થઈ શકે છે.

જોકે આજે આફતાબને મહેરૌલી પોલીસ સ્ટેશનની બહાર લઈ જવામાં આવ્યો છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તેને મહેરૌલી કે ગુરુગ્રામનાં જંગલોમાં શોધ માટે લઈ જવામાં આવ્યો છે કે પછી કોઈ પરીક્ષણ કે તપાસ માટે લઈ જવામાં આવ્યો છે.

આજનું સૌથી મહત્ત્વનું અપડેટ...

  • મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, તપાસના દસ્તાવેજોથી દાવો કરવામાં આવી રહ્યો છે કે આફતાબે પહેલા શ્રદ્ધાનું ગળું દબાવીને તેની હત્યા કરી છે અને પછી તેના શરીરના ટુકડાઓ કરવામાં આવ્યા હતા.
  • પોલીસનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શ્રદ્ધા અને આફતાબનો એક કોમન ફ્રેન્ડ પણ સામે આવ્યો છે, જે ડ્રગ્સ વેચતો હતો. એ પણ ખબર પડી છે કે શ્રદ્ધા અને આફતાબની વચ્ચે ઘણીવાર બ્રેકઅપ પણ થયું છે. જોકે બન્ને વચ્ચે ફરી મનમેળ થઈ જતા, સાથે રહેવા લાગતાં હતાં.
ધરપકડ બાદ આફતાબની આ પહેલી તસવીર 22 નવેમ્બરે સામે આવી હતી. ત્યાર બાદ તેને પોલીગ્રાફી ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યો હતો.
ધરપકડ બાદ આફતાબની આ પહેલી તસવીર 22 નવેમ્બરે સામે આવી હતી. ત્યાર બાદ તેને પોલીગ્રાફી ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યો હતો.

આજનું સૌથી મોટું અપડેટ: મુંબઈ પોલીસના નો-એક્શનની પણ તપાસ થશે

1. શ્રદ્ધાનો 2 વર્ષ પહેલાંનો ફરિયાદ પત્ર સામે આવ્યો છે
ગઈકાલે શ્રદ્ધાએ કરેલી પોલીસ ફરિયાદનો પત્ર બહાર આવ્યો હતો. 23 નવેમ્બર 2020ના રોજ કરેલી આ ફરિયાદમાં શ્રદ્ધાએ પોલીસને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે આફતાબે તેને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જો પોલીસ કોઈ એક્શન નહિ લે, તો આફતાબ તેના ટુકડે-ટુકડા કરી દેશે, એટલે કે હત્યાનાં બે વર્ષ પહેલાં શ્રદ્ધાએ જે ફરિયાદ કરી હતી, એવું જ આફતાબે કર્યું હતું. આ પત્ર બહાર આવ્યા પછી મુંબઈ પોલીસ પર પણ સવાલો ઊઠવા લાગ્યા છે.

2. મુંબઈ પોલીસે જણાવ્યું- શ્રદ્ધાએ જ ફરિયાદ પરત લઈ લીધી હતી
23 નવેમ્બર,2020ના રોજ મુંબઈની પાલઘર પોલીસને લખેલા ફરિયાદ પત્ર પર મહારાષ્ટ્ર પોલીસે ગઈકાલે જ આ વિશે ખુલાસો કર્યો હતો. DCP સુહાસ બાવાચે જણાવ્યું હતું કે DCP સુહાસ બાવચેએ જણાવ્યું હતું કે 'એ સમયે શ્રદ્ધાની ફરિયાદ પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હતી. બાદમાં શ્રદ્ધાએ લેખિતમાં જણાવ્યું હતું કે આફતાબ અને તેની વચ્ચે જે પણ વિવાદ હતો એ ઉકેલાઈ ગયો છે અને બન્ને વચ્ચે સમાધાન થઈ ગયું છે. એ પછી અમે કેસ બંધ કરી દીધો હતો.'

3. ફડણવીસે કહ્યું - જો ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવી હોત તો શ્રદ્ધાને બચાવી શકાઈ હોત
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે 'જો પોલીસે સમયસર કાર્યવાહી કરી હોત તો શ્રદ્ધાને બચાવી શકાઈ હોત.' તેમણે વધુમાં કહ્યું હતું કે 'અમે તપાસ કરીશું કે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. મેં તે પત્ર જોયો છે અને એ ખૂબ જ ગંભીર છે. હું કોઈને દોષ આપવા માગતો નથી, પરંતુ જો કોઈ ફરિયાદ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, તો તેની તપાસ થવી જ જોઈએ.'

શ્રદ્ધાએ બે વર્ષ પહેલાં મુંબઈ પોલીસને ફરિયાદ કરી હતી- આફતાબ મારા શરીરના ટુકડા કરી દેશે...

મીડિયા રિપોર્ટ્સમાં શ્રદ્ધાના આ પત્રની તસવીરો બતાવવામાં આવી રહી છે. આમાં શ્રદ્ધાએ પોલીસને કહ્યું છે હતું કે 'આજે આફતાબે મને મારવાનો પ્રયાસ કર્યો હતો.'
મીડિયા રિપોર્ટ્સમાં શ્રદ્ધાના આ પત્રની તસવીરો બતાવવામાં આવી રહી છે. આમાં શ્રદ્ધાએ પોલીસને કહ્યું છે હતું કે 'આજે આફતાબે મને મારવાનો પ્રયાસ કર્યો હતો.'

શ્રદ્ધાએ 23 નવેમ્બર 2020ના રોજ મુંબઈમાં પાલઘર પોલીસને ફરિયાદ પત્ર લખ્યો હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે તેનો લિવ-ઈન પાર્ટનર આફતાબ તેને મારતો હતો. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો તે તેના ટુકડા કરી દેશે. શ્રદ્ધાએ તેના પરિવારને પણ આફતાબના વર્તન વિશે જણાવ્યું હતું, પરંતુ તેમણે પણ કંઈ કર્યું નહોતું. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

પોલીગ્રાફી ટેસ્ટના કારણે નાર્કો ટેસ્ટમાં વિલંબ

  • 28 વર્ષના આફતાબના નાર્કો ટેસ્ટની મંજૂરી કોર્ટમાંથી મળી ગઈ છે. આફતાબ ભાવનાત્મક, માનસિક, મનોવૈજ્ઞાનિક અને શારીરિક રીતે ફિટ છે એની પુષ્ટિ થયા પછી જ આ ટેસ્ટ કરવામાં આવશે. પ્રારંભિક તપાસમાં આફતાબ અસ્થિર અથવા પરેશાન હોય ત્યારે એ સ્થિતિમાં તેનો નાર્કો કરી શકાય નહીં.
  • મંગળવારે રોહિણીની FSLમાં આફતાબનો પ્રથમ પોલીગ્રાફી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. એને લાઇ ડિટેક્ટર ટેસ્ટ પણ કહેવામાં આવે છે. આફતાબને લગભગ 6 કલાક સુધી પરિવાર અને તેના વિશે પૂછપરછ કરવામાં આવી હતી. આ પછી કેસ સાથે જોડાયેલા કેટલાક સવાલો થયા હતા.
  • આ પછી તાવ અને શરદીને કારણે બુધવારે તેનો બીજો રાઉન્ડ પોલીગ્રાફી ટેસ્ટ થઈ શક્યો નહોતો. ટીમ તેમની તબિયત સુધરવાની રાહ જોઈ રહી છે. તપાસ અધિકારી અને FSL ટીમને નાર્કોની જવાબદારી સોંપવામાં આવી છે.