તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આતશબાજીથી પરિસ્થિતિ ગંભીર:દિલ્હીમાં પ્રદૂષણ અત્યંત નીચા સ્તરે, અનેક સ્થળે AQI 500ની નજીક નોંધાયું

નવી દિલ્હી5 મહિનો પહેલા
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

એનજીટી અને દિલ્હી સરકારની વિનંતી છતાં દિલ્હીવાસીઓએ શનિવારે મોટી માત્રામાં ફટાકડા ફોડતા અને આતશબાજી કરતા દિલ્હી એનસીઆરનું પ્રદૂષણ સ્તર અત્યંત નીચાસ્તરે પહોંચી ગયું છે. અનેક સ્થળે એર ક્વોલિટી ઇન્ડેક્સ 500ની નજીક નોંધાયો હતો. ફટાકડાના પ્રદૂષણને કારણે વિવિધ રહેવાસી વિસ્તારોમાં ધુમાડાની ચાદર ફેલાઈ હતી. ગ્રીન ફટાકડાને બદલે પ્રદૂષણ ફેલાવનારા ફટાકડાનો વધુ વપરાશ થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે એનજીટીએ દિલ્હી અને એનસીઆરમાં 30 નવેમ્બર સુધી તમામ પ્રકારના ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમ છતાં આ દિવાળીએ મોટા પ્રમાણમાં આતશબાજી થઈ હતી.

સરકાર ઉંઘી રહી છેઃ જયપ્રકાશ
દિલ્હીની હવામાંથી પ્રદૂષણને દૂર કરવા માટે વિવિધ વિસ્તારોમાં દિલ્હી મહાનગરપાલિકા દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. દિલ્હી મહાનગરપાલિકાના ભાજપના મેયર જયપ્રકાશે કહ્યું કે પ્રદૂષણ ઓછું કરવાની જવાબદારી દિલ્હી સરકારની છે પણ તેઓ ઊંઘી રહ્યાં છે. તો બીજીબાજુ દિલ્હી સરકારે કહ્યું હતું કે દિલ્હી શહેરમાં પ્રદૂષણની જવાબદારી મહાનગરપાલિકાની છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો