વર્ષ 2019માં દુનિયામાં આશરે 90 લાખ લોકોના મોત પ્રદૂષણના કારણે થયા હતા. તે દુનિયાભરમાં થતા દર છઠ્ઠા મોત બરાબર છે. આ નવો રિપોર્ટ પ્રદૂષણ અને આરોગ્ય પર કામ કરતા ધ લાન્સેટ કમિશને તૈયાર કર્યો છે. તે પ્રમાણે, 2019માં પ્રદૂષણના કારણે થયેલા 90 લાખમાંથી 66 લાખ, 77 હજાર મોત વાયુ પ્રદૂષણના કારણે થયા હતા. જળ પ્રદૂષણથી 13 લાખ, 60 હજાર મોત થયા હતા, જ્યારે સીસાથી (લીડ) 9 લાખ મોત થયા હતા. આ ઉપરાંત પ્રોફેશન સંબંધિત પ્રદૂષણના સંપર્કમાં આવવાથી 8.70 લાખના મોત થયા હતા.
વર્ષ 2000માં રાસાયણિક પ્રદૂષણથી આશરે 90 હજારના મોત થયા હતા, તો 2015માં તેનાથી 17 લાખ મોત થયા હતા. 2019માં આવા મોતની સંખ્યા 18 લાખ રહી. વાતાવરણના પ્રદૂષણથી મોતનો આંકડો 2019માં 45 લાખે પહોંચી ગયો છે, જ્યારે 2015માં આ આંકડો 42 લાખ હતો. આધુનિક પ્રદૂષિત તત્ત્વોના કારણે છેલ્લા બે દસકામાં મોતનો આંકડો 66% વધ્યો છે. વર્ષ 2000માં તેના કારણે આશરે 38 લાખના મોત થયા હતા. બીજી તરફ, 2019માં તેના કારણે 63 લાખ લોકો મરી ગયા હતા. આ રિપોર્ટના લેખક રિચર્ડ ફૂલરે કહ્યું છે કે, પ્રદૂષણ નિયંત્રણના વૈશ્વિક પ્રયાસ સફળ નથી થયા.
356.66 લાખ કરોડનું આર્થિક નુકસાન
પ્રદૂષણના કારણે થતા મોતને પગલે 2019માં આશરે 356.66 લાખ કરોડનું નુકસાન થયું હતંુ. આ વૈશ્વિક આર્થિક ઉત્પાદનના 6.2% બરાબર છે. પ્રદૂષણ સંબંધિત 92% મોત અને પ્રદૂષણના કારણે થતા નુકસાનનો સૌથી વધુ ભાર ઓછી અને મધ્યમ આવકવાળા દેશો પર પડી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.