દિલ્હી-NCRની હવા ખતરનાક:નોઇડા-ગાઝિયાબાદમાં પ્રદૂષણ; ઉત્તર પ્રદેશના મેરઠમાં AQI 500ને પાર

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

રાજધાની દિલ્હી અને એનસીઆર સહિત દેશના વિવિધ રાજ્યોમાં શિયાળાના સળવળાટ સાથે જ પ્રદૂષણનું સ્તર વધવા માંડ્યું છે. દિલ્હી, યુપી અને હરિયાણાના ઘણા શહેરોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ‘બહુ ખરાબ’ની શ્રેણીમાં પહોંચી ગયો છે. દિલ્હી નજીકના ગ્રેટર નોઇડા, ગાઝિયાબાદમાં AQI 400ને પાર પહોંચી ગયો છે જ્યારે યુપીના મેરઠમાં હવાની ગુણવત્તામાં ઘટાડા સાથે AQI 500ને પાર છે, જે ખતરનાક શ્રેણીમાં આવે છે.

દિલ્હીમાં એર ક્વોલિટી ‘ખરાબ’ની શ્રેણીમાં નોંધાઇ અને AQI 244 રહ્યો જ્યારે ફરીદાબાદમાં AQI 250ની આસપાસ છે, જે ‘મધ્યમ’ શ્રેણીમાં આવે છે. AQI 0થી 50ની વચ્ચે હોય તો ‘સારો’, 51થી 100ની વચ્ચે ‘સંતોષજનક’, 101થી 200ની વચ્ચે ‘મધ્યમ’, 201થી 300ની વચ્ચે ‘ખરાબ’, 301થી 400ની વચ્ચે ‘બહુ ખરાબ’ અને 401થી 500ની વચ્ચે ‘ગંભીર’ કે ‘ખતરનાક’ શ્રેણીમાં આવે છે.

દિલ્હી-એનસીઆરના પડોશી રાજ્યો- પંજાબ, હરિયાણા, યુપી, રાજસ્થાન અને એમપીમાં પરાળી બાળવાની ઘટનાઓને કારણે હવાની ગુણવત્તા ઘટવાથી પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે. વાયુ પ્રદૂષણ ઘટાડવા દિલ્હી સરકાર આજથી ‘રેડ લાઇટ ઓન, ગાડી ઑફ’ અભિયાન શરૂ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...