• Home
  • National
  • Pollution in mega cities of the country significantly reduced after corona virus: months before counting, the problem was serious in the country

કોરોના લોકડાઉનની પોઝિટિવ અસરઃ દેશના મેગા શહેરોમાં પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થયોઃ કેટલાક મહિના અગાઉ આ એક ગંભીર સમસ્યા હતી

દેશમાં પ્રદૂષણના સ્તરમાં ઘટાડો આવી રહ્યો છે (પ્રતિકાત્મક ફોટો)
દેશમાં પ્રદૂષણના સ્તરમાં ઘટાડો આવી રહ્યો છે (પ્રતિકાત્મક ફોટો)
પ્રતિકાત્મક ફોટો
પ્રતિકાત્મક ફોટો
X
દેશમાં પ્રદૂષણના સ્તરમાં ઘટાડો આવી રહ્યો છે (પ્રતિકાત્મક ફોટો)દેશમાં પ્રદૂષણના સ્તરમાં ઘટાડો આવી રહ્યો છે (પ્રતિકાત્મક ફોટો)
પ્રતિકાત્મક ફોટોપ્રતિકાત્મક ફોટો

  • પ્રદૂષણનું સ્તર મુંબઈમાં 153થી ઘટી 90 આસપાસ આવી ગયુ
  • દિલ્હીમાં એક્યુઆઈ 90-95 આવી ગયો

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 05:52 PM IST

નેશનલ ડેસ્કઃ કોરોના વાઈરસને પગલ દેશભરમાં સંક્રમણની સ્થિતિને ખાળવા માટે શટડાઉન કરવામાં આવ્યું છે ત્યારે દેશમાં માર્ગો પર વાહનો તથા ફેક્ટરીઓ બંધ છે. આ સંજોગોમાં દેશના મેગા સિટીમાં હવાના પ્રદૂષણમાં અસાધારણ પ્રમાણમાં ઘટાડો થયો છે. શહેરોમાં નાગરિકો લીલા આકાશ (બ્લ્યુ સ્કાઈ)ને સ્પષ્ટ નિહાળી શકે છે. કોરોના મહામારીને લીધે ભારતમાં હવાની ગુણવત્તામાં પરોક્ષ રીતે નોંધપાત્ર પ્રમાણમાં સુધારો થઈ રહ્યો છે. સામાન્ય રીતે કાર, રિક્ષા, બસ, મોટરબાઈકથી માર્ગો ભરેલા હોય છે. પણ શટડાઉનની આ સ્થિતિમાં પ્રદૂષણના સ્રોતો અટકી જતા હવા શુદ્ધ થઈ રહી છે. ગણતરીના દિવસો અગાઉ દિલ્હી, હરિયાણા, પંજાબ સહિત દેશના ઘણાખરા વિસ્તારોમાં પ્રદૂષણ ગંભીર સમસ્યા બની હતી. સ્થાનિક તેમ જ કેન્દ્ર સરકારોએ અનેક પગલા ભરવાની ફરજ પડી હતી. દેશ અદાલતોએ પણ પ્રદૂષણના વધતા પ્રમાણ અંગે આકરા શબ્દોનો ઉપયોગ કરવો પડ્યો હતો. 

એક સમયે દિલ્હી ચૂંટણીમાં પ્રદૂષણ ચૂંટણી મુદ્દો બની ગયો હતો (ફાઈલ ફોટો)

ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં હવાની ગુણવત્તા ખૂબ જ સારી થઈ રહી છે. ગયા વર્ષે આ સમય ગાળાની અવધીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સરેરાશ 153 હતો, જે વર્તમાન સમયમાં માંડ 90 આસપાસ છે. એવી જ રીતે આશરે 2.67 કરોડ વસ્તી ધરાવતી નવી દિલ્હીમાં પણ હવાનું પ્રદૂષણ સતત ઘટી રહ્યું છે. માર્ચ, 2019માં દિલ્હીમાં AQI 161 હતો, જે અત્યારે લગભગ અડધો અડધ ઘટીને 90-95 આસપાસ થઈ ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે એર ક્વોલિટી 50 નીચે જાય તે ખૂબ જ સારી બાબત માનવામાં આવે છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસને લીધે સર્જાયેલી સ્થિતિ બાદ ભારત ઉપરાંત ચીન સહિત અનેક દેશો પોતાને ત્યાં એર ક્વોલિટી પર નજર રાખી રહ્યા છે. ઈટાલીમાં પણ કોરોના વાઈરસની સ્થિતિ બાદ ઈટાલીમાં મિલાન અને દેશના ઉત્તરના ભાગોમાં પ્રદૂષણમાં લગભગ 40 ટકા જેટલો ઘટાડો થયો છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી